ખંડ ૧૮

રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ

રિકાર્ડો, ડૅવિડ

રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…

વધુ વાંચો >

રિકેટ્સિયા

રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…

વધુ વાંચો >

રિક્ટર, ઉર્લિક

રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…

વધુ વાંચો >

રિક્ટર, ચાર્લ્સ એફ.

રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…

વધુ વાંચો >

રિક્ટર, બર્ટન

રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રિક્ટરનો ભૂકંપ આંક

રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.

વધુ વાંચો >

રિક્ટરાઇટ

રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…

વધુ વાંચો >

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…

વધુ વાંચો >

રિખ્તર, ગૅર્હાર્ડ

રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…

વધુ વાંચો >

લમેત્ર જ્યૉર્જ

Jan 17, 2004

લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…

વધુ વાંચો >

લય

Jan 17, 2004

લય : વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિ (species) કે ઉપજાતિ(subspecies)નું વિલોપન કે અંત. જાતિ કે ઉપજાતિ પ્રજનન કરી શકે નહિ ત્યારે તેનો લય થાય છે. મોટેભાગે પર્યાવરણમાં થતા ફેરફારોને લઈને આ પ્રક્રિયા થાય છે. વિનાશને આરે પહોંચેલી જાતિ બદલાતા પર્યાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી અને વંશજો સિવાય તે અંત પામે છે.…

વધુ વાંચો >

લયલા–મજનૂ

Jan 17, 2004

લયલા–મજનૂ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઈરાની દાસ્તાન. લોકકથાના બે પ્રેમી પાત્રો : સ્ત્રીનું નામ લયલા, પુરુષનું મજનૂ. આ પાત્રોની લોકપ્રિય દાસ્તાન ઉપર આધારિત ગદ્ય-પદ્ય સાહિત્ય અરબી, ફારસી, તુર્કી તથા ઉર્દૂ ભાષામાં વિકાસ પામ્યું છે. લયલા અને મજનૂ અરબસ્તાનના નજદ વિસ્તારના બન્ આમિર કબીલાનાં છે. લયલા શ્યામ વર્ણની હતી. અરબી ભાષામાં…

વધુ વાંચો >

લર્નર, એ. પી.

Jan 17, 2004

લર્નર, એ. પી. (જ. 19૦5; અ. 1982) : મુક્ત વ્યાપાર અને સમાજવાદી – આ બે અતિરેકી વિચારસરણીઓ વચ્ચેનો મધ્યમમાર્ગ (golden mean) શોધવાનો પ્રયાસ કરનાર સમાજવાદી ચિંતક. આખું નામ અબ્બા પટાચ્યા લર્નર. તેમનો જન્મ રૂમાનિયામાં થયો હતો અને બાલ્યાવસ્થામાં જ તેમણે માતા-પિતા સાથે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું હતું. 1929માં…

વધુ વાંચો >

લર્નર, ઍલન જેઈ

Jan 17, 2004

લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય…

વધુ વાંચો >

લલકદાસ

Jan 17, 2004

લલકદાસ (18મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનન્દ સંપ્રદાયના ગાદીધારી મહાત્મા. આ વૈષ્ણવ સંત રામોપાસક હતા અને પોતાની વિશાળ શિષ્યમંડળી સાથે મોટે ભાગે પર્યટન કરતા. તેઓ માધુર્યભક્તિના ઉપાસક હતા. ભક્તિ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ અનુરાગ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર પરત્વે તેમને કવિઓ સાથે વાદ-વિવાદના અનેક પ્રસંગો બનતા. એમની બે રચનાઓ પ્રસિદ્ધ છે : ‘સત્યોપાખ્યાન’…

વધુ વાંચો >

લલનપિયા

Jan 17, 2004

લલનપિયા (19મી સદીનો ઉત્તરાર્ધ–2૦મી સદીનો પૂર્વાર્ધ) : ઠૂમરી નામક ઉપશાસ્ત્રીય ગીતોના જાણીતા રચનાકાર. તેમનું વતન ઉત્તર પ્રદેશનું ફર્રુખાબાદ નગર. તેમનો જન્મ એક સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લલનપિયાનું સમગ્ર જીવન ગરીબીમાં વીત્યું હતું. ઠૂમરીની કોઠાસૂઝને કારણે જ તેઓ ઠૂમરીની રચના કરતા, દરેક રચનાને જુદા…

વધુ વાંચો >

લલવાર, લૂઇ ફેડરિકો

Jan 17, 2004

લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા. 1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં,…

વધુ વાંચો >

લલિત

Jan 17, 2004

લલિત (જ. 3૦ જૂન 1877, જૂનાગઢ; અ. 24 માર્ચ 1947) : ગુજરાતી કવિ. ‘લલિત’ તેમનું ઉપનામ છે. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. માતા સાર્થકગૌરી તરફથી સંગીતના સંસ્કાર અને પિતા મહાશંકર તરફથી સાહિત્યના સંસ્કાર સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં લીધું. 19૦3માં ગોંડળમાં સંગ્રામજી હાઇસ્કૂલમાં નોકરી કરી. 19૦8થી 191૦ સુધી…

વધુ વાંચો >

લલિતપત્તન

Jan 17, 2004

લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી

વધુ વાંચો >