લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી