ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
માલપેકર, અંજનીબાઈ
માલપેકર, અંજનીબાઈ (જ. 22 એપ્રિલ 1883, માલપે, ગોવા; અ. 7 ઑગસ્ટ 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ વતન ગોવામાં હોવા છતાં પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું જેને લીધે તેમનું ઔપચારિક શિક્ષણ એ જ નગરમાં થયું હતું. તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેમાં પેઢીદરપેઢી શાસ્ત્રીય સંગીતના સંસ્કાર અને…
વધુ વાંચો >માલમ, રામસિંહ (અઢારમી સદી)
માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ…
વધુ વાંચો >માલરો, આન્દ્રે
માલરો, આન્દ્રે (જ. 1901, પૅરિસ; અ. 1976) : ફ્રાન્સના રાજકારણી અને નવલકથાકાર. તેમણે પૌર્વાત્ય ભાષાઓનો ઘણો અભ્યાસ કર્યો હતો અને ચીનમાં તેમણે ગૉમિંગડાંગ (ચાઇનીઝ નૅશનલ પીપલ્સ પાર્ટી) માટે કામગીરી બજાવી અને ઘણો સમય ગાળ્યો હતો. 1927ની ચીનની ક્રાંતિમાં તેમનો સક્રિય હાથ હતો. તેઓ સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન પણ યુદ્ધમાં સક્રિય રહ્યા…
વધુ વાંચો >માલવગણ સંવત
માલવગણ સંવત : જુઓ સંવત
વધુ વાંચો >માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ
માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ (જ. 22 જુલાઈ 1910, સાયલા, જિ. ઝાલાવાડ, સૌરાષ્ટ્ર; અ. 28 ફેબ્રુઆરી 2000) : જૈન, બૌદ્ધ તથા ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. માતા પાર્વતીબહેનની કૂખે જન્મ. જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. સાવ સામાન્ય ગરીબ કહી શકાય તેવા પરિવારના. પિતા કટલરીની દુકાન ચલાવતા અને ચાર દીકરા તથા એક દીકરીનું…
વધુ વાંચો >માલવપતિ મુંજ (1976)
માલવપતિ મુંજ (1976) : ગુજરાતી ચલચિત્ર. સુપ્રસિદ્ધ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’ પર આધારિત, ધંધાદારી ગુજરાતી રંગભૂમિનું નાટક ‘માલવપતિ મુંજ’ સ્વ. પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે તૈયાર કર્યું હતું. આ નાટક શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા 1924માં ભજવાયું હતું અને ત્યારે તે લોકપ્રિય પણ નીવડ્યું હતું. આ પ્રસિદ્ધ…
વધુ વાંચો >માલવપતિ મુંજ (નાટક)
માલવપતિ મુંજ (નાટક) : પ્રભુલાલ દયારામ દ્વિવેદી રચિત ઐતિહાસિક ત્રિઅંકી નાટક. તે 1924માં રચાયું અને એ જ સાલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયું હતું. આ નાટક છપાયું નથી. આ નાટકના સંવાદોમાં ગુજરાતી ભાષાનાં તેજ અને જોમ પ્રગટ્યાં છે. એ રીતે એ સંવાદોનું ગદ્ય પણ પ્રભાવક છે. તૈલપના દરબારમાં મુંજને…
વધુ વાંચો >માલવિકાગ્નિમિત્ર
માલવિકાગ્નિમિત્ર : સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે લખેલું નાટક. આ નાટક કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખેલું જણાય છે. તેમાં વિદર્ભની રાજકુમારી માલવિકા અને શુંગવંશના રાજા અગ્નિમિત્રનો પ્રણય વર્ણવાયો છે. તેથી આ નાટક ઐતિહાસિક છે. પહેલા અંકમાં વિદર્ભમાંથી બહાર નીકળેલી રાજકુમારી માલવિકા લૂંટારાઓને કારણે અવદશા પામ્યા પછી અગ્નિમિત્રની પટરાણી ધારિણીની દાસી તરીકે રહે…
વધુ વાંચો >માલવિયા, કે. ડી.
માલવિયા, કે. ડી. (જ. 1894, અલ્લાહાબાદ; અ. 22 ઑગસ્ટ 1944, અલ્લાહાબાદ) : સ્વાતંત્ર્યસેનાની, સ્વાતંત્ર્ય પૂર્વે ઉત્તર પ્રદેશના અગ્રણી કૉંગ્રેસ નેતા, જહાલ વક્તા તથા રાષ્ટ્રવાદી પત્રકાર. આખું નામ કપિલદેવ માલવિયા. પિતા સુખદેવ સોનીનો વ્યવસાય કરતા હતા. માતાનું નામ ઠાકુરદેવી હતું. તેમનું બી. એ. અને એલએલ. બી. સુધીનું સમગ્ર શિક્ષણ અલ્લાહાબાદમાં થયું.…
વધુ વાંચો >માલવીય, મદનમોહન (પંડિત)
માલવીય, મદનમોહન (પંડિત) (જ. 25 ડિસેમ્બર 1861, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 1946) : બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, કૉંગ્રેસપ્રમુખ, વરિષ્ઠ પત્રકાર. માળવાથી સ્થળાંતર કરીને પંદરમી સદીથી અલ્લાહાબાદમાં રહેતા શ્રીગૌડ પરિવારમાં મદનમોહનનો જન્મ થયો હતો. તેમના પૂર્વજો સંસ્કૃતમાં પારંગત, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર પરંતુ સાધારણ આર્થિક સ્થિતિના હતા. તેમના દાદા પ્રેમધર અને પિતાશ્રી…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >