ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મંગેશકર, લતા
મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ…
વધુ વાંચો >મંગેશકર, સુમન
મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી,…
વધુ વાંચો >મંગેશકર, હૃદયનાથ
મંગેશકર, હૃદયનાથ (જ. 15 સપ્ટેમ્બર 1937, સાંગલી, મહારાષ્ટ્ર) : શાસ્ત્રીય અને સુગમ સંગીતના ગાયક અને મરાઠી સુગમ તથા ચલચિત્ર ક્ષેત્રના અગ્રણી સ્વરકાર. પિતા માસ્ટર દીનાનાથ (1900–1942) મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયકનટ હતા. માતાનું મૂળ નામ નર્મદા; પરંતુ લગ્ન પછી તેમનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું હતું. પરિવારની મૂળ અટક અભિષેકી; પરંતુ વતનનું…
વધુ વાંચો >મંધાના, સ્મૃતિ
મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના…
વધુ વાંચો >મંચલેખા
મંચલેખા : 1468થી 1967 સુધીના આસામી થિયેટર વિશેની વ્યાપક તવારીખનો ગ્રંથ. આ ગ્રંથને 1969ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1468થી 1967 સુધીના ગાળાના આસામી રંગમંચના અભ્યાસને શક્ય તેટલો સર્વગ્રાહી બનાવવા વિસ્તૃત સામગ્રી એકત્રિત કરવામાં લેખક અતુલચંદ્ર હઝારિકા(જ. 1906)એ ખંત અને કાળજીપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ગ્રંથમાં…
વધુ વાંચો >મંચુરિયા
મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…
વધુ વાંચો >મંજીખાં
મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે. મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી.…
વધુ વાંચો >મંજુકેશાનંદ સ્વામી
મંજુકેશાનંદ સ્વામી (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ, માણાવદર; અ. 1863) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. આ સંતકવિના જન્મસમય અને પૂર્વાશ્રમના નામ વિશે કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી. પિતા વાલાભાઈ, માતા જેતબાઈ. મંજુકેશાનંદ તેઓ સદગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને તેમની સાથે ગઢપુર પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે તેમને મહાદીક્ષા આપી…
વધુ વાંચો >મંજુશ્રી
મંજુશ્રી : બૌદ્ધ ધર્મની મહાયાન શાખાના બોધિસત્વ તરીકે પ્રસિદ્ધ સંત. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યું છે કે મંજૂશ્રીની પૂજા માનવીમાં ડહાપણ, અપૂર્વ યાદદાસ્ત, બૌદ્ધિકક્ષમતા, વાકચાતુર્ય અને ધાર્મિક રહસ્યને સમજવાની શક્તિ આપે છે. આથી ઘણા લોકો તેમની વિવિધ સ્વરૂપે પૂજા કરે છે. બૌદ્ધ ગ્રંથો એમને શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ) સાથે સાંકળે છે. નામસંગીતિ નામના…
વધુ વાંચો >મંડપ (પલ્લવ)
મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો. મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >