ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બહરામખાં
બહરામખાં (જ. ?; અ. 1852) : ડાગર ઘરાણાની ધ્રુપદ સંગીતશૈલીના વિખ્યાત ગાયક. સંગીતની તાલીમ તેમણે પોતાના પિતા ઇમામબક્ષ તથા અન્ય કુટુંબીઓ પાસેથી મેળવી હતી. તેઓ સંસ્કૃત તથા હિંદી ભાષાના વિદ્વાન હોવાને કારણે તેમને ‘પંડિત’ની પદવી પ્રદાન થઈ હતી. સંગીતવિષયક અનેક સંસ્કૃત ગ્રંથોનું તેમણે અધ્યયન કર્યું હતું. તેઓ જયપુરનરેશ મહારાજા રામસિંગના…
વધુ વાંચો >બહાઈ પંથ
બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…
વધુ વાંચો >બહાદુરખાં
બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…
વધુ વાંચો >બહાદુર, નવાબ સૈયદ મુહંમદ
બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…
વધુ વાંચો >બહાદુરશાહ ‘ઝફર’
બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…
વધુ વાંચો >બહાદુરશાહ સુલતાન
બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…
વધુ વાંચો >બહામા
બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…
વધુ વાંચો >‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી
‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો…
વધુ વાંચો >બહિણાબાઈ
બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…
વધુ વાંચો >બહિર્ભૂત અગ્નિકૃત ખડકો
બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >