ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પુરુલિયા
પુરુલિયા : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22 60´ ઉ. અ.થી 23 50´ ઉ. અ. અને 85 75´ પૂ. રે.થી 86 65´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની પૂર્વે બાંકુરા, પશ્ચિમે મેદીનીપુર જિલ્લા, ઉત્તરે પશ્ચિમ બંગાળ રાજ્યના બર્ધમાન જિલ્લા અને ઝારખંડ રાજ્યનો ધનબાદ જિલ્લો, પશ્ચિમે બોકારો અને…
વધુ વાંચો >પુરુષ
પુરુષ : સાંખ્ય મતે જગતમાં રહેલું એકમાત્ર ચેતન તત્વ (આત્મા). સાંખ્ય દર્શન સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંદર્ભે પરસ્પરથી ભિન્ન એવાં બે સ્વતંત્ર તત્ત્વોનો સ્વીકાર કરે છે. દૃશ્યમાન જગતનું મૂળ કારણ એવી પ્રકૃતિ અને એનો સાક્ષી તેવો પુરુષ. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. તે અચેતન…
વધુ વાંચો >પુરુષપુર (પેશાવર)
પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે. બુદ્ધના…
વધુ વાંચો >પુરુષમેધ
પુરુષમેધ : મનુષ્યનો બલિ આપવામાં આવે તેવો ધાર્મિક વિધિ. વૈદિક યજ્ઞમાં મનુષ્યનું બલિદાન આપવામાં આવે તેને પણ પુરુષમેધ કહે છે. પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી આજ સુધી આ ભયાનક અને ક્રૂર વિધિ પ્રચલિત છે. ઋગ્વેદના ખૂબ જાણીતા ‘પુરુષસૂક્ત’માં પરમ પુરુષે પોતાનામાંથી વિરાજ્ પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનો બલિ આપી તેનાં…
વધુ વાંચો >પુરુષસૂક્ત
પુરુષસૂક્ત : સૃષ્ટિસર્જનની ઘટના વિશેનું 16 ઋચાનું બનેલું ઋગ્વેદના દસમા મંડળનું સૂક્ત 90. ઋગ્વેદનાં દાર્શનિક સૂક્તોમાં નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂક્ત, અસ્ય વામીય સૂક્ત વગેરે ઉલ્લેખનીય છે. સૃષ્ટિવિદ્યાવિષયક વિચારોમાં પુરુષસૂક્ત આગવું સ્થાન ધરાવે છે. આ સૂક્તના ઋષિ નારાયણ છે અને સૃષ્ટિવિદ્યા સાથે નારાયણના વિશિષ્ટ સંબંધને કારણે આ સૂક્ત ‘નારાયણસૂક્ત’ પણ કહેવાય…
વધુ વાંચો >પુરુષાભ વાનર (anthropoid apes)
પુરુષાભ વાનર (anthropoid apes) : માનવઆકૃતિને મળતા આવતા પુચ્છવિહીન મોટા કદના કપિ. મુખ્યત્વે તેમનો આવાસ વૃક્ષો પર હોય છે. ગોરીલા, ચિમ્પાન્ઝી, ગિબન અને ઉરાંગઉટાંગનો તેમાં સમાવેશ થાય છે. આ પૈકી ગોરીલા અને ચિમ્પાન્ઝી મધ્ય આફ્રિકાનાં જંગલોમાં, ગિબન અગ્નિ એશિયામાં અને ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયાના બૉર્નિયો અને સુમાત્રાના ટાપુઓમાં જોવા મળે છે. આ…
વધુ વાંચો >પુરુષાર્થ
પુરુષાર્થ : જગતમાં મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ કરવા પાછળ રહેલાં પ્રયોજનો કે ઉદ્દેશો. હિન્દુ ધર્મ મુજબ આવાં પ્રયોજનો કુલ 4 છે : (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. આ ચારેયના સમુદાયને ‘ચતુર્વર્ગ’ કહે છે. આ પુરુષાર્થો અંગેની વિચારસરણી ભારતીય છે. એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ આ જગતમાં શરીરને ફળતો…
વધુ વાંચો >પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)
પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…
વધુ વાંચો >પુરુષ્ણી
પુરુષ્ણી : પંજાબની 5 નદીઓમાંની એકનું પ્રાચીન નામ. વેદકાલીન સપ્તસિંધુમાં પંજાબની 5 નદીઓનો સમાવેશ થાય છે. તેમાંની એક નદીનું નામ ‘પુરુષ્ણી’ હતું. ગ્રીક લેખક આરિસ્તે એને ‘Hydraotes’ નામે નિર્દેશે છે. આરંભિક ઐતિહાસિક કાળમાં ‘પુરુષ્ણી’ નામ લુપ્ત થયું ને એના સ્થાને ‘ઇરાવતી’ નામ પ્રચલિત થયું. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જેને ‘ઇરાવતી’ કહે…
વધુ વાંચો >પુરુસ (નદી)
પુરુસ (નદી) : દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી ઍમેઝોન નદીની મુખ્ય શાખાનદીઓ પૈકીની એક નદી. ખંડના પશ્ચિમ છેડા પર આવેલા પેરુ(દેશ)ના લૉરેટો વિભાગમાંથી પસાર થતી ઓરિયેન્ટલ ઍન્ડિઝ પર્વતમાળામાંથી તે નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ વહે છે, ત્યાંથી પેરુનાં વરસાદી જંગલોવાળા વિસ્તારમાં થઈને પસાર થાય છે. તે પછીથી બ્રાઝિલના ઍક્ર (Acre)…
વધુ વાંચો >