Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

હરિવંશ

Feb 4, 2009

હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી. એમાં કૃષ્ણનું ચરિત અને યાદવસંઘનો…

વધુ વાંચો >

હયગ્રીવ (વિષ્ણુ)

Feb 2, 2009

હયગ્રીવ (વિષ્ણુ) : હયગ્રીવ રાક્ષસને મારવા એના જેવું જ સ્વરૂપ ધારણ કરેલા અષ્ટભુજ વિષ્ણુ. આ સ્વરૂપનું મૂર્તિવિધાન આપતાં વિષ્ણુધર્મોત્તર જણાવે છે કે હયગ્રીવનો વર્ણ શ્વેત હોય છે અને તેઓ નીલવર્ણનાં વસ્ત્રો ધારણ કરે છે. એમને અશ્વમુખ અને આઠ હાથ હોય છે જેમાંના ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે. જ્યારે બાકીના ચાર હાથ, માનવ…

વધુ વાંચો >

હયગ્રીવ (બૌદ્ધદેવતા)

Feb 2, 2009

હયગ્રીવ (બૌદ્ધદેવતા)  : આ બૌદ્ધ દેવનાં બે સ્વરૂપોની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. દેવ જ્યારે પોતાના મસ્તક પર અમિતાભ બુદ્ધને ધારણ કરે છે ત્યારે તે સ્વરૂપ સપ્તસટિક હયગ્રીવ તરીકે ઓળખાય છે. રક્તવર્ણના આ દેવ એક મુખ અને ત્રિનેત્ર ધરાવે છે. મુખ પર દાઢી છે. કંઠમાં ખોપરીઓની માળા ધારણ કરેલી છે. તેમના બે હાથમાં વજ્ર અને દંડ…

વધુ વાંચો >

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય

Jan 19, 2009

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ કરીને સૌરાષ્ટ્રની આ ભૂમિ પર…

વધુ વાંચો >

કોબાયાશિ, માકોટો

Jan 24, 1993

કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો. કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેમના શહેર…

વધુ વાંચો >

ચુ, સ્ટીવન

Jan 10, 1996

ચુ, સ્ટીવન (Chu, Steven)(જ. 28 ફેબ્રુઆરી 1948, સેન્ટ લૂઈસ, મિસુરી, યુ. એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સ્ટીવન ચુ, ક્લૉડ કોહેન-તનુજી તથા વિલિયમ ડી. ફિલિપ્સને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. સ્ટીવન ચુ અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે.…

વધુ વાંચો >

જોશી, મુરલી મનોહર

Jan 2, 1997

જોશી, મુરલી મનોહર (ડો.) (જ. 5 જાન્યુઆરી 1934, દિલ્હી) : વિદ્વાન પ્રાધ્યાપક અને સ્વચ્છ છબી ધરાવતા રાજકારણી. એમનું પ્રારંભિક શિક્ષણ બિજનૌર જિલ્લાના ચાંદપુરની હિન્દી હાઈસ્કૂલ અને અલમોડામાં થયું હતું. તેમણે મેરઠ કૉલેજમાંથી બી.એસસી. અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાસે અભ્યાસ કર્યો હતો. પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાછળથી આર.એસ.એસ.ના સંચાલક…

વધુ વાંચો >

છત્રપતિ ડૉ. દ્રુપદ નૌતમલાલ

Jan 15, 1996

છત્રપતિ, ડૉ. દ્રુપદ નૌતમલાલ (જ. 10 ઑગસ્ટ 1933, ભરૂચ) : ઍનૅટૉમીના પ્રાધ્યાપક અને મેડિકલ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા. પિતા નૌતમરાય અને માતા કપિલાબહેન. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ. તેમના વડદાદા ભગવાનલાલ ઇતિહાસકાર હતા. એમણે ઇન્ડિયન પીનલકોડનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખેલો. પિતા નૌતમરાય ઈડર પાસેના વિજયનગરના દીવાન. દ્રુપદભાઈએ ઈ. સ. 1959માં એમ.બી.બી.એસ. કર્યું, પછી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ…

વધુ વાંચો >

ગોયલ, પીયૂષ

Feb 15, 1994

ગોયલ, પીયૂષ (જ. 13 જૂન, 1964, મુંબઈ) : નાણાં પરની સ્થાયી સમિતિ અને સંરક્ષણ મંત્રાલય માટેની સલાહકાર સમિતિના સભ્ય. પિતા વેદપ્રકાશ ગોયલ અને માતા ચંદ્રકાંતા ગોયલ.તેમનાં માતા મહારાષ્ટ્રમાં ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી(ભાજપ) વિધાનસભાના સભ્ય હતા અને તેમના પિતાએ 2001થી 2003 દરમિયાન વાજપેયી સરકારમાં શિપિંગ માટે કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના પિતા રાષ્ટ્રીય…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડાનો સ્તૂપ

Jan 6, 1998

નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9 સ્તૂપોના અવશેષો મળી આવ્યા છે.…

વધુ વાંચો >