Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ઇ-પેમેન્ટ

Jan 24, 1990

ઇ-પેમેન્ટ : ઇ-પેમેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી ચુકવણી. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈ ચીજવસ્તુઓની ખરીદી માટે કે સેવાના ઉપયોગ માટે રોકડમાં નાણાંની ચુકવણી કરવાને બદલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), BHIM (Bharat Interface for Money), PayTM, Google Pay, NEFT (National Electronic Fund Transfer), RTGS (Real Time Gross Payment), IMPS (Immediate…

વધુ વાંચો >

હેરુક

Feb 19, 2009

હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે ત્યારે તે હેવજ્રના નામે ઓળખાય…

વધુ વાંચો >

હેરમ્બ

Feb 19, 2009

હેરમ્બ : ગણપતિનું એક વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. વિઘ્નેશ્વર ગણપતિની અન્ય આકૃતિઓ કરતાં હેરમ્બની આકૃતિ ઘણી ભિન્ન હોય છે. એમાં પાંચ ગજ-મસ્તક હોય છે. ચાર મસ્તક ચાર દિશામાં અને પાંચમું મસ્તક ચાર મસ્તકના માથા ઉપર હોય છે, જેના દ્વારા ઊર્ધ્વદર્શન થઈ શકે છે. શક્તિશાળી સિંહ તેમનું વાહન છે. તેમના હાથમાં પાશ, દંત, અક્ષમાલા, પરશુ અને ત્રણ પાંખાળો…

વધુ વાંચો >

હિરણ્યકશિપુ 

Feb 11, 2009

હિરણ્યકશિપુ  : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું. હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર બેઠેલી હતી. આથી એનું નામ…

વધુ વાંચો >

હાથીદાંતનો હુન્નર

Feb 8, 2009

હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે. ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં હિરણ્યકશિપુનો…

વધુ વાંચો >

ચર્પાક, જ્યૉર્જીસ

Jan 3, 1996

ચર્પાક, જ્યૉર્જીસ (Charpak, Georges) (જ. 1 ઑગસ્ટ 1924, ડેબ્રોવિકા, પોલૅન્ડ; અ. 29 સપ્ટેમ્બર 2010 પૅરિસ, ફ્રાન્સ) : કણ સંસૂચક (particle detetector), ખાસ કરીને બહુતાર પ્રમાણપદ કક્ષ (multiwire proportional chamber)ની શોધ અને વિકાસ માટે 1992નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. જ્યૉર્જીસ ચર્પાક ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતા. તેમનાં માતા-પિતા યહૂદી હતા. જ્યારે ચર્પાક સાત વરસના હતા ત્યારે તેમના…

વધુ વાંચો >

હાથી ગુફાનાં શિલ્પો

Feb 8, 2009

હાથી ગુફાનાં શિલ્પો : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓમાં કોતરાયેલ 35 ગુફાઓ પૈકીની હાથી ગુફા કે ગણેશ ગુફા નામે પ્રસિદ્ધ મુખ્ય ગુફામાં કંડારાયેલ રાજપરિવારને લગતાં શિલ્પો. હાથી ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી કંડારેલી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો ઈ. સ. પૂર્વે 150 આસપાસનો લેખ ઉત્કીર્ણ…

વધુ વાંચો >

હલાહલ

Feb 5, 2009

હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા હોય છે. દેહ પર વ્યાઘ્રચર્મ…

વધુ વાંચો >

હરિહરિહરિવાહન

Feb 4, 2009

હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે. ડાબી બાજુના હાથમાં દંડ, બીજા…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર 

Feb 4, 2009

હરિશ્ચન્દ્ર  : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી દીધી છતાં વિશ્વામિત્ર સંતુષ્ટ થયા…

વધુ વાંચો >