Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ફિટ્ચ વૅલ લૉગ્સડન

Feb 23, 1999

ફિટ્ચ, વૅલ લૉગ્સડન (Fitch, Val Logsdon) (જ. 10 માર્ચ 1923, મેરીમૅન, નેબ્રાસ્કા, યુ.એસ.એ.; અ. 5 ફેબ્રુઆરી 2015, પ્રિન્સટન, યુ.એસ.એ.) : તટસ્થ K-મેસોનના ક્ષયમાં થતા મૂળભૂત સમમિતિ સિદ્ધાંતોના ઉલ્લંઘનો – આ શોધ માટે 1980નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ તેમના સહકાર્યકર્તા જેમ્સ ક્રોનિનને પ્રાપ્ત થયો હતો. વૅલ લૉગ્સડન…

વધુ વાંચો >

થૉર્ન કિપ

Mar 6, 1997

થૉર્ન, કિપ (Thorne, Kip)  (જ. 1 જૂન, 1940 લોગાન, યુટાહ, યુ.એસ.એ.) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રેઈનર વિસ તથા બૅરી બૅરિશ વચ્ચે વિભાજિત થયો હતો. કિપ થૉર્નના પિતા ભૂ-રસાયણશાસ્ત્રી તથા માતા અર્થશાસ્ત્રી હતાં. તેમણે…

વધુ વાંચો >

થુલેસ ડેવિડ જે.

Mar 6, 1997

થુલેસ, ડેવિડ જે. (Thouless, David J.) (જ. 21 સપ્ટેમ્બર 1934, બેર્સડેન, સ્કૉટલૅન્ડ, યુ.કે. અ. 6 એપ્રિલ 2019 કેમ્બ્રિજ, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને તથા અન્ય ભાગ માઇકલ કોસ્ટર્લિટ્ઝ અને ડન્કન હાલ્ડેનને એનાયત થયો હતો. ડેવિડ થુલેસે…

વધુ વાંચો >

ત્સુઈ ડેનિયલ ચી.

Mar 4, 1997

ત્સુઈ, ડેનિયલ ચી. (Tsui, Daniel C.) (જ. 28 ફેબ્રુઆરી 1939, ફૅન વિલેજ, હેનાન, ચાઈના) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કાર સંયુક્ત રીતે ડેનિયલ ચી. ત્સુઈ, રૉબર્ટ લાફલિન તથા હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. ત્સુઈનો જન્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેનાન(ચાઇના)ના એક ગામમાં થયો હતો. તેમનાં…

વધુ વાંચો >

ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ

Jan 21, 1997

ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો. દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત…

વધુ વાંચો >

ટેલર રિચર્ડ

Jan 12, 1997

ટેલર, રિચર્ડ ઈ (Taylor, Richard E) (જ. 2 નવેમ્બર 1929, આલ્બર્ટા, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 2018, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન(inelastic scattering)ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક-તૃતિયાંશ…

વધુ વાંચો >

ટેલર જૉસેફ હૂટન

Jan 11, 1997

ટેલર, જૉસેફ હૂટન (જુનિયર) [Taylor, Joseph Hooton (Jr.)] (જ. 29 માર્ચ 1941, ફિલાડેલ્ફિયા, યુ. એસ. એ.) : એક નવા પ્રકારના પલ્સારની શોધ કે જેને કારણે ગુરુત્વાકર્ષણના અભ્યાસની નવી શક્યતાઓનાં દ્વાર ખૂલ્યાં – તે માટે 1993નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જૉસેફ ટેલર તથા રસેલ હલ્સને પ્રાપ્ત થયો હતો. જૉસેફ ટેલર અમેરિકન ખગોળશાસ્ત્રી…

વધુ વાંચો >

લેશ્યા

Jan 4, 2005

લેશ્યા : જૈન દર્શન અનુસાર મનના ભાવ કે મનના પરિણામ (અધ્યવસાય) અને કર્મના સંમિશ્રણથી નિષ્પન્ન ગાઢ રીતે ગૂંથાયેલ ભાત. લેશ્યા અ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર છે. તે અત્યંત સૂક્ષ્મ હોઈ તેનું ચક્ષુ દ્વારા નિરીક્ષણ શક્ય નથી. જેમ સ્ફટિક રત્ન પાસે જે રંગની ચીજ રાખીએ તેવા રંગવાળું સ્ફટિક રત્ન દેખાય છે, તેમ ભિન્ન ભિન્ન પ્રકારના…

વધુ વાંચો >

ભટ્ટ આલિયા

Jan 9, 2001

ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી  મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં જન્મ થયો હોવાથી આલિયા બ્રિટિશ…

વધુ વાંચો >

નાયક (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ

Jan 11, 1998

નાયક, (ડૉ.)  રઘુભાઈ મોરારજીભાઈ   (જ. 15 ઑગસ્ટ, 1907, ચલથાણ, જિ. સૂરત; અ. 31 માર્ચ, 2003, અમદાવાદ) : ગુજરાતના ઉચ્ચ કોટિના આજીવન કેળવણીકાર અને આદર્શ શાળાઓના સ્થાપક. પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ કાશીબા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ માસીના ઘરે સુરત જિલ્લાના ગોતા ગામમાં રહીને મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સુરતના અનાવિલ છાત્રાલયમાં રહી સાર્વજનિક સ્કૂલમાં અને લોકમાન્ય…

વધુ વાંચો >