Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

નોવોસી બિર્સ્ક (પ્રદેશ)

Jan 25, 1998

નોવોસી બિર્સ્ક (પ્રદેશ) : એશિયાઈ રશિયાનો દક્ષિણ-મધ્ય વિભાગીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે.. પશ્ચિમ સાઇબીરિયાનો પ્રાદેશિક વહીવટી એકમ. તેનો વિસ્તાર 1,78,000 ચોકિમી. છે. તેની ઉત્તરે ટોમ્સ્ક વિસ્તાર, પૂર્વમાં કેમેરોવો વિસ્તાર, દક્ષિણે કઝાખસ્તાનનો અલ્તાઈ તથા પાવલોદાર વિસ્તાર અને પશ્ચિમે ઓમ્સ્કનો વિસ્તાર આવેલો છે. ઓબ આ પ્રદેશની મુખ્ય નદી…

વધુ વાંચો >

ગિલગિટ

Jan 26, 1994

ગિલગિટ : કાશ્મીર રાજ્યનો પણ હાલ પાકિસ્તાન હસ્તકનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 35° 55´ અને 74° 18´ પૂ. રે.. તે કહેવાતા આઝાદ કાશ્મીરનો ભાગ છે. તેના ગિલગિટ એજન્સી અને ગિલગિટનું દેશી રાજ્ય (વજીરાત) એવા બે ભાગ છે. એજન્સીનો વિસ્તાર 39,326  ચોકિમી. છે. વસ્તી આશરે 2.1 મિલિયન (2023). ગિલગિટની દક્ષિણે સિંધુ નદી અને પાકિસ્તાન, જ્યારે ઉત્તર…

વધુ વાંચો >

સાન્ટા ઍના

Jan 2, 2008

સાન્ટા ઍના : મધ્ય અમેરિકામાં આવેલા અલ સાલ્વાડોરનું સાન્ટા ઍના વહીવટી વિભાગનું, એ જ નામ ધરાવતું, બીજા ક્રમે આવતું મોટું શહેર. તે અલ સાલ્વાડોરથી 55 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 59´ ઉ. અ. અને 79° 31´ પ. રે.. આબોહવા : અલ સાલ્વાડોર વિષુવવૃત્ત નજીક આવેલું હોવા છતાં પૅસિફિક મહાસાગરના કાંઠે આવેલું હોવાથી…

વધુ વાંચો >

અહતિસારી, માર્ટી

Jan 25, 1989

અહતિસારી, માર્ટી (જ. 23 જૂન 1937, વાઇપુરી, ફિનલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 2023 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ (1994–2008), મુત્સદ્દી અને વર્ષ 2008ના વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. 1973–77 દરમિયાન તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, સોમાલિયા અને મોઝામ્બિક ખાતે ફિનલૅન્ડના રાજદૂત રહી ચૂક્યા હતા. તેમના દાદાના વખત સુધી તેમની અટક ઍડૉલ્ફરોન હતી, જે 1935માં અહતિસારીમાં ફેરવી નાંખવામાં…

વધુ વાંચો >

અહમદી, એ. એેમ.

Jan 25, 1989

અહમદી, એ. એેમ. (જ. 25 માર્ચ 1932, સૂરત; અ. 2 માર્ચ 2023) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયિક સક્રિયતા સચવાઈ અને દેશની અદાલતોમાં કમ્પ્યૂટરયુગનો પ્રારંભ થયો હતો. પિતા એમ. આઈ. અહમદી અવિભક્ત મુંબઈ રાજ્યમાં સીનિયર ડિવિઝન સિવિલ જજ હોવાથી તેમની બદલીઓના કારણે મુંબઈ રાજ્યના જુદા જુદા નગરોમાં તેમણે શાળાકીય શિક્ષણ…

વધુ વાંચો >

મહેતા, ઝવેરીલાલ દલપતરામ

Jan 17, 2002

મહેતા, ઝવેરીલાલ દલપતરામ (જ. 7 ઑગસ્ટ 1928, હળવદ; અ. 27 નવેમ્બર 2023, અમદાવાદ) : ગુજરાતના તસવીર-પત્રકાર. ધ્રાંગધ્રામાં મૅટ્રિક સુધી શિક્ષણ લીધું; પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણ લીધું. મુંબઈનિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું. એ અરસામાં અમદાવાદની અરવિંદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકેની નોકરી મળી…

વધુ વાંચો >

ચાંદી (ખનિજ)

Jan 7, 1996

ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો બજાર ભાવ આશરે રૂ. 70000…

વધુ વાંચો >

દોશી, બાલકૃષ્ણ

Mar 22, 1997

દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ સંસ્થામાં જોડાવાને બદલે ગ્રંથાલયોમાં બેસી…

વધુ વાંચો >

ત્રિપોલી (લેબેનૉન)

Mar 3, 1997

ત્રિપોલી (લેબેનૉન) : લેબેનૉનનું બેરુત પછીનું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 26’ ઉ.અ. અને 35° 51’ પૂ.રે. તે દેશના વાયવ્ય ખૂણે પૂર્વ ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું ધીખતું બંદર વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. વસ્તી આશરે 7,30,300 (2023) છે. ઇરાકથી આવતી તેલની પાઇપલાઇન માટે તે અંતિમ સ્થાન છે. શહેરની મુખ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ,…

વધુ વાંચો >

ત્રિપોલી (લિબિયા)

Mar 3, 1997

ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 11,75,830 (2023) છે. લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય બજાર-કેન્દ્ર પણ છે. તેની ઔદ્યોગિક…

વધુ વાંચો >