ચાંદી (ખનિજ)

January, 2012

ચાંદી (ખનિજ) : રા. બં. : Ag.; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વ. : ક્યૂબ; ઑક્ટહીડ્રન કે ડોડેકહીડ્રન રૂપ; સ્ફટિક લાંબા, જાળાકાર અથવા જાડા કે પાતળા તાર, ક્યારેક જથ્થામય, ક્યારેક જાડા પડ રૂપે, આવરણ રૂપે કે ભીંગડા રૂપે. સં. : અભાવ; ભં. સ. : તીક્ષ્ણ ખાંચાખૂંચીવાળી; ચ. : ધાતુમય; રં. : ચાંદી જેવો સફેદ, ખુલ્લો રહેવાથી રાખોડી બને કે કાળો પડે; ક. : 2.5થી 3; વિ. ઘ. : 10.5; પ્રા. સ્થિ. : ભૂપૃષ્ઠ નીચેના ઑક્સીભૂત વિભાગમાં મળે છે. અન્ય ચાંદીનાં ખનિજો સાથે સંકલિત; ઉષ્ણજળજન્ય ઉત્પત્તિથી તૈયાર થતા પ્રાથમિક ખનિજ તરીકે પણ બને. પ્રા. સ્થા. : દુનિયાભરમાં બહોળા પ્રમાણમાં પ્રાપ્ત; ખાસ કરીને પશ્ચિમ યુ.એસ., કૅનેડા, મેક્સિકો, બોલિવિયા, ચીલી, ફ્રાન્સ, જર્મની, ચેકસ્લોવૅકિયા, નૉર્વે, રશિયા, સાર્ડિનિયા અને ઑસ્ટ્રેલિયા.

ગિરીશભાઈ પંડ્યા