Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ

Jan 13, 1994

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ : પોષણની ર્દષ્ટિએ અગત્યના ખાદ્ય ઘટકોનું પ્રમાણ, ખાદ્ય પદાર્થોનું પરિરક્ષણ કરવા માટે તથા તેમને વધુ આકર્ષક બનાવવા માટે ઉમેરાતા સુવાસિત પદાર્થો તથા ખાદ્ય રંગકો માન્ય (permitted) પ્રકારના છે કે નહિ અથવા ખાદ્ય પદાર્થોમાં બીજી ભેળસેળ (adulteration) થયેલ છે કે કેમ વગેરે શોધી કાઢવાની પદ્ધતિઓ ધરાવતી રાસાયણિક પૃથક્કરણની વિશિષ્ટ શાખા. ઉદ્યોગીકરણના વિકાસ સાથે…

વધુ વાંચો >

ડાયનાઇટ્રોજન સંકીર્ણો

Jan 17, 1997

ડાયનાઇટ્રોજન સંકીર્ણો : ધાતુ સાથે સંયોજિત ડાયનાઇટ્રોજન અણુ (N2) ધરાવતાં સંકીર્ણ સંયોજનો. કાર્બન મૉનૉક્સાઇડ (CO) અને N2 સમઇલેક્ટ્રૉનીય (isoelectronic) હોવાથી વર્ષો સુધી એમ ધારવામાં આવતું હતું કે M–CO બંધની માફક M–NN બંધ પણ બનતો હોવો જોઈએ. આણ્વીય નાઇટ્રોજન ઘણી ધાતુઓના સપાટી ઉપરના પરમાણુઓ સાથે જોડાય છે તેવી જાણ હતી પણ આણ્વીય નાઇટ્રોજનની સામાન્ય સંજોગો હેઠળ…

વધુ વાંચો >

તત્વમીમાંસા

Jan 23, 1997

તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’ પછી આવતા અભ્યાસ તરીકે, ‘metaphysics’…

વધુ વાંચો >

ગલગ્રંથિ

Jan 21, 1994

ગલગ્રંથિ (thyroid gland) ગળાના આગળના ભાગમાં સ્વરપેટીની નીચે આવેલી અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland). તે પતંગિયાના આકારની હોય છે. તેને બે ખંડો (lobes) હોય છે અને તે સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. તે બંને ખંડો એકબીજા સાથે સેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. સેતુ શ્વાસનળીની આગળ આવેલો છે (આકૃતિ 1). ક્યારેક ગલગ્રંથિ-સેતુની ઉપર ત્રિપાર્શ્વી (pyramidal)…

વધુ વાંચો >

ગાંધીધામ

Jan 24, 1994

ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે..  તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ નગર વસાવવામાં આવ્યું છે. તેનો…

વધુ વાંચો >

ગાઉસનો પ્રમેય

Jan 22, 1994

ગાઉસનો પ્રમેય (Gauss’s Theorem) : સ્થિર વિદ્યુત (static electricity) અંગેનો એક પ્રમેય. તેના વડે વૈદ્યુત તીવ્રતા (electric intensity), યાંત્રિક બળ (mechanical force) તથા વૈદ્યુત ક્ષેત્રના એકમ ઘનફળમાં સંગૃહીત થતી ઊર્જા મેળવી શકાય છે. પ્રમેયનું કથન નીચે પ્રમાણે છે : ‘બંધ સપાટી ઉપરનું લંબ દિશામાંનું કુલ વૈદ્યુત પ્રેરણ (Total Normal Electric Induction – TNEI), CGS કે…

વધુ વાંચો >

કાલગુર્લી

Jan 27, 1992

કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે પર્થ અને ફ્રીમેન્ટલ બંદરો સાથે…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (શહેર)

Jan 30, 1998

ન્યૂયૉર્ક (શહેર) : યુનાઇટેડ સ્ટેટ્સનું મોટામાં મોટું શહેર. દુનિયાનાં દસ મોટાં મહાનગરો પૈકી છઠ્ઠા ક્રમે આવતું મહાનગર તથા ધીકતું બંદર. તે ન્યૂયૉર્ક રાજ્યની દક્ષિણે વિસ્તરેલા ભૂમિભાગમાં અગ્નિ છેડે હડસન નદીના મુખ પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 40° 43´ ઉ. અ. અને 74° 01´ પ. રે.. આ સ્થળે જ હડસન નદી આટલાન્ટિક મહાસાગરને મળે છે.…

વધુ વાંચો >

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ

Feb 1, 1998

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો પરણી ગયેલાં; પણ પતિની છત્રછાયામાં…

વધુ વાંચો >

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

Jan 25, 2002

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને મુંબઈના ભાકલા વિસ્તારમાં ‘ખટાઉ મિલ’…

વધુ વાંચો >