નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ) : શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સમ્પ્રદાય. નિજાનંદાયાર્ચ દેવચન્દ્રજી મહારાજે તે સ્થાપેલો હતો. દેવચન્દ્રજીનો જન્મ ઈ. સ. 1581માં મારવાડ પ્રદેશ (વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત)ના ઉમરકોટ ગામમાં થયો હતો. પિતા અને માતાનું નામ ક્રમશ: મનુ મહેતા તથા કુંવરબાઈ હતું. ધાર્મિક વૃત્તિના મનુ મહેતા મારવાડ અને કચ્છમાં વેપાર કરતા…

વધુ વાંચો >

નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને પશ્ચિમે મહારાષ્ટ્રનો નાંદેડ જિલ્લા સીમા…

વધુ વાંચો >

નિઝામિયા : વિદ્યાકેન્દ્ર સમી સંસ્થા. સલ્જુકી શાહ અલપ અરસલાન તથા મલેકશાહના દરબારના પ્રસિદ્ધ રાજપુરુષ, વહીવટકર્તા અને રાજનીતિજ્ઞ વજીર નિઝામ-ઉલ-મુલ્ક તૂસી સાથે નિઝામિયા સંબંધ ધરાવે છે. આ ઉદાર વિદ્યા-ઉત્તેજક વઝીરે બસરા, બલ્ખ, બગદાદ, નિશાપુર, હિરાત, ઇસ્ફહાન તથા મર્વ અને બીજાં અનેક કેન્દ્રોમાં નિઝામિયા નામથી મહાન શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને પોતાના સમયના વિદ્વાનોએ તાલીમ સારુ નીમ્યા હતા. સલ્જુક…

વધુ વાંચો >

નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ : દક્ષિણ ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલી વેધશાળા, જેની સ્થાપના હૈદરાબાદના એક રઈસ ગૃહસ્થ નામે નવાબ ઝફરજંગે 1901માં તદ્દન ખાનગી રાહે કરી હતી. નિઝામિયા વેધશાળાના સ્થાપક ધનિક રઈસ ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ નવાબજંગે તેમનું ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું હતું અને વિદેશની મુસાફરી દરમિયાન પૅરિસમાં ભરાયેલી ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય પરિષદે, એમનામાં રહેલા ખગોળના રસને…

વધુ વાંચો >

નિઝામી, ખલીફ અહમદ (જ. 5 ડિસેમ્બર 1925, અમરોહા; અ. 4 ડિસેમ્બર 1997, અલીગઢ, ઉ.પ્ર.) : મધ્યકાળની મુસ્લિમ તવારીખના સૂફીવાદી લેખક. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. નાની વયથી જ તેમને સૂફી સંતોના અભ્યાસમાં વિશેષ રસ પડતો, તેમની હસ્તપ્રતો નિઝામીના અભ્યાસનો ખાસ વિષય હતી. ચિશ્તિયા બુઝુર્ગોનાં જીવન, સૂફી તાલીમ અને સૂફી સંસ્કાર તેમજ માનવતાવાદી…

વધુ વાંચો >

નિઝામી દક્કની (પંદરમી સદી) : ઉર્દૂના પ્રાચીન કવિઓમાં ઉલ્લેખનીય નામ. કવિનું નામ ફખ્રુદીન અને ‘નિઝામી’ તખલ્લુસ હતું. અહમદશાહ બહ્મની બીજાના દરબારમાં નિઝામીની કવિતાનાં ભારે ગુણગાન થતાં તેથી તે રાજાનો માનીતો કવિ બની શક્યો હતો. નિઝામીના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમની એક રચના ‘મસ્નવી – કદમરાવ પદમરાવ’ નામની ઐતિહાસિક કૃતિને જમીલ જાલિબીએ સંપાદિત કરીને…

વધુ વાંચો >

નિઝામી સમરકંદી (બારમી સદી) : ફારસી સાહિત્યના સલ્જુકયુગની પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ (ચાર નિબંધ) (1155)ના કર્તા. પૂરું નામ નિઝામુદ્દીન અથવા નજમુદ્દીન અહમદ બિન ઉમર બિન અલી, પણ નિઝામી અરૂઝી સમરકંદી તરીકે જાણીતા સલ્જુકયુગના આ એક પ્રખ્યાત ગદ્યકાર સમરકંદનિવાસી હતા. બારમી સદીના વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમની ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ને આધારે તેમના જીવન વિશે થોડી…

વધુ વાંચો >

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં તેમને ગુજરાતના વજીર તરીકે નીમવામાં…

વધુ વાંચો >

નિઝામુદ્દીન ઔલિયા (જ. ઈ. સ. 1238, બુખારા, તુર્કમેનિસ્તાન; અ. 1324–25, ગ્યાસપુર) : ઇસ્લામના ચિશ્તી સંપ્રદાયના મહાન સંત. બાબા ફરીદુદ્દીન ગંજ શકરના શિષ્ય. તેમના પિતા ખ્વાજા સૈયદ એહમદ જન્મજાત વલી હતા. હજરત નિઝામુદ્દીનને પિતા તરફથી વારસામાં ખિલાફત મળી હતી. તેમના પૂર્વજો બુખારાના રહીશ હતા. પરંતુ દાદા હજરત સૈયદ અલી અને નાના (માતાના પિતા) બુખારાથી કુટુંબ સહિત…

વધુ વાંચો >

નિત્શે, ફ્રેડરિક (જ. 15 ઑક્ટોબર 1844, જર્મની; અ. 25 ઑગસ્ટ 1900, જર્મની) : ઓગણીસમી સદીના ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ. નિત્શેએ મનોવિશ્લેષક ફ્રૉઇડ તેમજ સમાજલક્ષી તત્વચિંતક કાર્લ માર્કસ ની જેમ જ નિરીશ્વરવાદી અભિગમ રજૂ કરીને પ્રચલિત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક કે કલાવિષયક માન્યતાઓને પડકારી છે. પોતપોતાનાં ક્ષેત્રોમાં જોકે ફ્રૉઇડ કે માર્કસે વૈજ્ઞાનિક વસ્તુલક્ષી જ્ઞાનની શક્યતા સ્વીકારી છે. પરંતુ…

વધુ વાંચો >