નિદર્શન સિદ્ધાંત (Theory of Sampling) અને નિદર્શ તપાસ : સમગ્ર સમુદાયમાંથી આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી પસંદ કરેલા નાના સમૂહોના ઘટકોનો અભ્યાસ કરી તે વડે સમગ્ર સમુદાય વિશે તારણો કાઢવાની રીત તે નિદર્શન. નિદર્શન મેળવવાની પદ્ધતિઓ અને નિદર્શમાપનને આધારે સમષ્ટિની વિશિષ્ટતાઓ અંગેના નિષ્કર્ષ મેળવવાનો સિદ્ધાંત તે નિદર્શન સિદ્ધાંત. ઉદ્યોગ, વ્યાપાર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેને લગતી સમસ્યાઓનો ઉકેલ તેના…

વધુ વાંચો >

નિદાનલક્ષી મૂલ્યાંકન : તબીબ દ્વારા દર્દની તકલીફોના નિદાનની પ્રક્રિયા. દર્દીની તકલીફો પરથી તેને થયેલા રોગ, રોગનું કારણ, રોગનો તબક્કો તથા તેની આનુષંગિક (complicating) સમસ્યાઓ અંગેના નિર્ણયને નિદાન કહે છે. હાલ તેમાં સમસ્યાલક્ષી અભિગમ(problem-oriented approach)નો ખાસ ઉમેરો થયેલો છે. દર્દીની શારીરિક સમસ્યાઓ અથવા તકલીફોની યાદી તથા તેમના ઉદભવનો સમયાનુક્રમ (chronological order) નોંધવામાં આવે છે. તેને ઉદભવ,…

વધુ વાંચો >

નિદાનસૂત્ર : સામવેદની કૌથુમશાખાનું શ્રૌતસૂત્ર. રચયિતા મહર્ષિ પતંજલિ (ઈ. સ. બીજું–ત્રીજું શતક). એની હસ્તપ્રતો અડયાર ગ્રંથાલય, વડોદરાનું પ્રાચ્યવિદ્યામંદિર, કૉલકાતાની સંસ્કૃત કૉલેજ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જમ્મુનું રઘુનાથ મંદિર, તાંજાવુરનું સરસ્વતી મહાલ પુસ્તકાલય, ત્રાવણકોરનું સરકારી ગ્રંથાલય વગેરે સ્થળોએ છે. જર્મનીમાં બર્લિનની એક સંસ્થામાં પણ બે હસ્તપ્રતો છે. પ્રથમ પ્રકાશન કૉલકાતાના ‘ઉષા’માં. ત્યાંની બે હસ્તપ્રતોને આધારે સત્યવ્રત સામ…

વધુ વાંચો >

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ : શિક્ષણ દ્વારા નિદાન અને ઉપચાર દર્શાવતી પદ્ધતિ. શિક્ષણના ક્ષેત્રમાં પણ તબીબીક્ષેત્રના જેવી પરિસ્થિતિ અમુક અંશે રહેલી છે. વિકસતાં બાળકો ‘તકલીફ’ અનુભવતાં હોય છે. ફ્રૅન્ક બટલરના મતે, ‘‘શિક્ષણનું ધ્યેય અસરકારક રીતે સિદ્ધ કરવાનું મુશ્કેલ બને તેને ‘તકલીફ’ કહેવાય. શિક્ષણમાં નિદાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કેટલીક વાર શારીરિક ખામીઓને કારણે શૈક્ષણિક મુશ્કેલીઓ…

વધુ વાંચો >

નિદા ફાઝલી (જ. 12 ઑક્ટોબર 1938, દિલ્હી; અ. 8 ફેબ્રુઆરી 2016, મુંબઈ) : ઉર્દૂ તથા હિંદી કવિ, નવલકથાકાર, વિવેચક અને સંપાદક. દિલ્હી યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ. તેમના ચાર કાવ્યસંગ્રહો તે ‘લફ્ઝોં કા પુલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાઁ’ અને ‘ખોયા હુઆ સા કુછ’. પ્રાચીન અને આધુનિક ઉર્દૂ કવિઓના સંદર્ભમાં પાંચ હિંદી અને દસ ગુજરાતી…

વધુ વાંચો >

નિદ્રા : અવાજ, સ્પર્શ કે અન્ય બાહ્ય સંવેદનાઓ કે દુખાવો થવા જેવી આંતરિક ઉત્તેજનાથી સહેલાઈથી જગાડી શકાય તેવી બેભાનઅવસ્થા. મગજની અંદર ઉત્પન્ન થતી ઉત્તેજક અને અવદાબક (inhibitory) પ્રક્રિયાઓ ઊંઘ, જાગ્રત અવસ્થા તેમજ ઉશ્કેરાટ, ખિન્નતા અને ભય જેવી મનોદશાઓ(moods)નું સર્જન કરે છે. ગાઢ બેભાનઅવસ્થા (coma), ઘેન (stupor), અતિનિદ્રિતતા (hypersomnia), લવરી ચઢવી (સનેપાત, સન્નિપાત/delirium), મૂર્ચ્છા આવવી (syncope),…

વધુ વાંચો >

નિદ્રા (આયુર્વેદ) : નિદ્રા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષો શરીરના સ્તંભ છે. તેના ઉપર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તમ્ભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની માયા માની છે. આને પાપ્મા…

વધુ વાંચો >

નિદ્રાપ્રેરકો અને શામકો (hypnotics and sedatives) : ઊંઘ લાવે કે પૂરતા સમય માટે ઊંઘને જાળવી રાખે તે નિદ્રાપેરક (hypnotic) અને ઊંઘ લાવ્યા વગર ઉશ્કેરાટ શમાવે તે શામક (sedative) ઔષધ. શામકો ક્યારેક થોડા પ્રમાણમાં ઘેન (drowsiness) લાવે છે. એક રીતે આ બંને જૂથની દવાઓ કેન્દ્રીય ચેતાતંત્ર(central nervous system)નું અવદાબન (depression) કરે છે; પરંતુ તેમના સમય-ક્રિયા અને…

વધુ વાંચો >

નિનવેહ (Nineveh) : હાલના ઇરાકમાં આવેલું એસિરિયા(એસિરિયન સામ્રાજ્ય)નું પ્રાચીન પાટનગર. બાઇબલના જૂના કરારમાં આ નગરનો ઉલ્લેખ છે. ઇરાકમાં આવેલા બગદાદની ઉત્તરે આશરે 370 કિમી. અંતરે ટાઇગ્રિસ નદીને પૂર્વ કાંઠે આજના મોસુલ શહેરની સામે તે વસેલું હતું. ભૌગોલિક સ્થાન : આશરે 36° 15´ ઉ. અ. અને 43° 0´ પૂ. રે.. આ સ્થળની ઉપલબ્ધ માહિતી અનુસાર તેના…

વધુ વાંચો >

નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત હોય તો તેમને અનિપત્રી (ebracteate)…

વધુ વાંચો >