Posts by Jyotiben
નિક્રોમ
નિક્રોમ : વીજતાપકો(electric heaters)ના તાર માટે વપરાતી નિકલ-ક્રોમિયમ મિશ્રધાતુઓના સમૂહ માટે વપરાતો શબ્દ. આ મિશ્રધાતુઓનો વિદ્યુત-અવરોધ ઘણો વધારે હોય છે. તેમનું ઉપચયન સહેલાઈથી થતું નહિ હોવાથી તે ઇસ્ત્રી અને ટોસ્ટર જેવાં ગૃહઉપયોગી સાધનોમાં તથા ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં વપરાય છે. તે ખાણ અને દરિયાનાં પાણી તેમજ સલ્ફ્યુરસ વાતાવરણમાં પણ ટકી રહે છે. આ મિશ્રધાતુઓ પૈકી બે અગત્યની…
વધુ વાંચો >નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ)
નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ) (જ. 9 જાન્યુઆરી 1913, યોર્બા લિન્ડા, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 22 એપ્રિલ 1994, ન્યૂયૉર્ક) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી મુત્સદ્દી તથા સંયુક્ત રાજ્ય અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ (1969–74). વ્યવસાયે વકીલ એવા નિક્સન આઈઝન-હોવરના પ્રમુખ તરીકેના કાર્યકાળ (1953–61) દરમિયાન દેશના ઉપપ્રમુખ-પદે રહ્યા હતા. મહાઅભિયોગની મક્કમ ધમકીનો સામનો કરનાર તથા હોદ્દા દરમિયાન રાજીનામું આપનાર તેઓ અમેરિકાના…
વધુ વાંચો >નિક્સી ટ્યૂબ
નિક્સી ટ્યૂબ : અંકદર્શક તરીકે ઉપયોગ કરી શકાય તે માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની નિર્વાત નળી (vacuum tube). પારદર્શક કાચની નળીમાં એક ધનાગ્ર (anode) અને શૂન્યથી નવ અંક દર્શાવતા જુદા જુદા દસ ઋણાગ્રો (cathodes) હોય છે. ઋણાગ્રો પાતળા તારમાંથી અંગ્રેજી આંકડા (1,2,……….. વગેરે) અને અક્ષરો(A,B,C,………… વગેરે)ના આકારમાં બનાવેલા હોય છે. એકબીજાને અડે નહીં તે રીતે…
વધુ વાંચો >નિક્ષેપ (bailment)
નિક્ષેપ (bailment) : માલની કરારહસ્તક સોંપણી. ભારતીય કરારધારાની જોગવાઈઓ પૈકી કલમ 148 મુજબ નિક્ષેપ એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હેતુ માટે કરારથી કોઈ માલની કરેલી સોંપણી, જે માલ હેતુ સિદ્ધ થયે કાં તો પરત કરવાનો હોય કે જેનો સોંપનાર વ્યક્તિની સૂચનાઓ મુજબ નિકાલ કરવાનો હોય. કોઈ વ્યક્તિનો માલ બીજી વ્યક્તિ પાસે પહેલેથી જ હોય…
વધુ વાંચો >નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર)
નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર) : જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં શબ્દ કે અર્થનું વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા. વિદ્વાન જૈન મુનિઓએ શબ્દોની નિરુક્તિ કે અર્થવિશ્લેષણ કરવાની નિક્ષેપ (પ્રાકૃત – નિક્ખેવ) નામે એક અપૂર્વ પ્રક્રિયા નિર્યુક્તિઓમાં શરૂ કરી જેને ભાષ્યો અને ચૂર્ણિઓમાં ખૂબ વેગ મળ્યો. નિર્યુક્તિ વગેરે સાહિત્યમાં આવી પ્રક્રિયા માટે વપરાતો ‘નિક્ષેપ’ શબ્દ જૈન ધર્મકથાઓમાં ‘ઉપસંહાર’ કે ‘સમાપ્તિવાક્ય’ના અર્થમાં રૂઢ…
વધુ વાંચો >નિક્ષેપરચનાપ્રકારો (facies)
નિક્ષેપરચનાપ્રકારો (facies) : ખડકોની નિક્ષેપજમાવટ દરમિયાન પ્રાપ્ત સંજોગો મુજબ તૈયાર થતો રચનાપ્રકાર. નિક્ષેપરચનાપ્રકાર પ્રદેશભેદે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ફેરફારોને અધીન રહે છે. ભૂસ્તરીય સંદર્ભમાં નિક્ષેપરચનાપ્રકારના જુદા જુદા અર્થ ઘટાવી શકાય છે : ખડકવિદ્યાત્મક, સ્તરવિદ્યાત્મક, ઉત્પત્તિસ્થિતિજન્ય, જીવાવશેષજન્ય અને સ્થાનિક પરિસ્થિતિજન્ય. જળકૃત ખડક પ્રકાર, ખનિજબંધારણ, સ્તરરચનાત્મક લક્ષણો, સમાવિષ્ટ જીવાવશેષ પ્રકાર વગેરે જેવી બાબતો નિક્ષેપજમાવટ વખતની પરિસ્થિતિ જાણવામાં…
વધુ વાંચો >નિગો દિન્હ દિયમ
નિગો દિન્હ દિયમ (જ. 3 જાન્યુઆરી 1901, હુઈ, ક્વાંગ બિન પ્રાંત; અ. 2 નવેમ્બર 1963, ચો લોન, દક્ષિણ વિયેટનામ) : દક્ષિણ વિયેટનામના અગ્રણી રાજકીય નેતા તથા તે દેશના પ્રથમ પ્રમુખ. તેઓ રોમન કૅથલિક ધર્મના અનુયાયી તથા ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. તેમના પૂર્વજોએ સત્તરમી સદીમાં કૅથલિક સંપ્રદાય અપનાવ્યો હતો. યુવાનીમાં તે શાહી કુટુંબ સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવતા…
વધુ વાંચો >નિચક્ષુ
નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે. નિચક્ષુની વંશાવળી : નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં મળે છે : ઉષ્ણ, ચિત્રરથ,…
વધુ વાંચો >નિચુકનિ ગીત
નિચુકનિ ગીત : આસામી સાહિત્યનાં હાલરડાં. એમાં બાળકો પ્રત્યેની કોમળ લાગણી તથા કલ્પના જોવા મળે છે. ખૂબ પ્રચલિત એવા નિચુકનિ ગીતમાં કહ્યું છે : જો ન બાઈ એ એ જી એટિ વિયા. (હે ચન્દ્રમા, સોય આપ. એના વડે હું થેલી સીવીશ. થેલીમાં ધન ભરીશ. ધનથી હાથી ખરીદીશ ને હાથી પર મારા લાડકડાને બેસાડીશ.) શ્રીધર કંદલી…
વધુ વાંચો >નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી
નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી (જ. 10 ડિસેમ્બર 1902, હાલુવાગાલુ, જિ. બેલારી, કર્ણાટક અ. 8 ઑગસ્ટ 2000, ચિત્રદુર્ગ) : રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ. મધ્યમવર્ગીય લિંગાયત કુટુંબમાં જન્મ. પિતા આદિવેપ્પા નાના વેપારી તથા માતા નિલામ્મા શિવનાં અનન્ય ભક્ત હતાં. પાંચ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ ઍંગ્લો વર્નાક્યુલર શાળા દેવનગિરિ તથા માધ્યમિક શિક્ષણ ચિત્રદુર્ગ ખાતે લીધું. સેન્ટ્રલ…
વધુ વાંચો >