નિકાસપત્ર (shipping bill) : જહાજ દ્વારા મોકલવા માટે જહાજમાલિકને હવાલે કરેલા માલ અંગે જહાજમાલિકે નિકાસકારને આપેલી પાકી પહોંચ. નિકાસપત્ર એ તેમાં દર્શાવેલા માલનો માલિકીહક દર્શાવતો દસ્તાવેજ છે. નિકાસકાર પોતાનો માલ વહાણ ઉપર ચઢાવે ત્યારપછી તે વહાણવટા કંપની પાસે જઈને વહાણ પર માલ ચઢાવ્યાની કાચી રસીદ રજૂ કરવાથી કંપની દ્વારા તેને પાકી રસીદ રૂપે નિકાસપત્ર આપવામાં…

વધુ વાંચો >

નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India) : નિકાસકારોને તેમની નિકાસોના બદલામાં વિદેશોમાંથી થનાર ચુકવણીઓમાં રહેલા જોખમ માટે વીમા દ્વારા રક્ષણ પૂરું પાડતું કૉર્પોરેશન. માલની નિકાસ જે દેશમાં કરવામાં આવી હોય તેમાં રાજકીય અશાંતિ સર્જાય, સરકાર વિદેશી ચુકવણી પર પ્રતિબંધ ફરમાવે, વિદેશી આયાતકાર નાદારી નોંધાવે વગેરે કારણોથી નિકાસોની ચુકવણી ન થવાનું…

વધુ વાંચો >

નિકોટીન : તમાકુનાં સૂકવેલાં પાંદડાંઓમાંથી મેળવાતું પ્રવાહી  આલ્કેલૉઇડ. નિકોટિઆના ટેબેકમ તથા નિકોટિઆના રસ્ટિકામાં તે 2 % થી 8 % પ્રમાણમાં સાઇટ્રેટ કે મેલેટ લવણો તરીકે હોય છે. સિગારેટના અવશિષ્ટ(wastes)માંથી તેનું નિષ્કર્ષણ કરી શકાય છે. રાસાયણિક રીતે તે (S) – 3 – (1 – મિથાઇલ – 2 – પાયરોલીડીનાઇલ) પિરીડીન C10H14N2 છે. તેનું બંધારણીય સૂત્ર નીચે…

વધુ વાંચો >

નિકોટીનેમાઇડ એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ (NAD+) અને નિકોટીનેમાઇડ એડીનીન ડાયન્યુક્લિઓટાઇડ ફૉસ્ફેટ (NADP+) : NAD+, NADP+ એક પ્રકારના સહઉત્સેચકો છે, જે કોષની મોટા ભાગની ઉપચયન અપચયન પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. તે બધા જ કોષોમાં હાજર હોય છે. આ પદાર્થના અણુમાં નિકોટીનેમાઇડ હોય છે. જેમાં નાયેસીન (વિટામિન બી-3) નામનું વિટામિન આવેલ છે તદ્ઉપરાંત એડીનીન હોય છે જે એક પ્રકારનો…

વધુ વાંચો >

નિકોલ પ્રિઝમ : કૅલ્શાઈટ(CaCo3)ના દ્વિવક્રીકારક સ્ફટિકમાં ઉદ્ભવતાં બે વક્રીભૂત તથા ધ્રુવીભૂત કિરણોમાંથી 1 સામાન્ય અને 2 અસામાન્ય કિરણમાંથી, સામાન્ય કિરણનો લોપ કરીને તૈયાર કરવામાં આવતો એક વિશિષ્ટ પ્રકારનો સ્ફટિક. આને માટેની રીતનું સૂચન વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે 1828માં કર્યું હતું; તેથી સુધારા-વધારા સાથેના આવા વિશિષ્ટ સ્ફટિકને, તેના નામ ઉપરથી, નિકોલ પ્રિઝમ કહે છે. નિકોલ પ્રિઝમમાંથી…

વધુ વાંચો >

નિકોલસન, બેન [Nicholson, Ben] (જ.  10 એપ્રિલ 1894, બકીંગહામશાયર, યુ.કે.; અ. 6 ફેબ્રુઆરી 1982, લંડન, યુ.કે.) : બ્રિટિશ અગ્રણી અમૂર્તવાદી આધુનિક (modern abstractionist) ચિત્રકાર અને શિલ્પી. તેઓ ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર સર વિલિયમ નિકોલસનના પુત્ર હતા. લંડન ખાતે સ્લેડ સ્કૂલ ઑફ ફાઇન આર્ટમાં તેમણે 1910થી 1911 સુધી કલાનું શિક્ષણ ગ્રહણ કર્યું. કારકિર્દીના આરંભે તેમણે રંગમંચ…

વધુ વાંચો >

નિકોલાઇટ : અન્ય નામો નિકલાઇન, નિકોલાઇન. રાસા. બં. : NIS; સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો વિરલ, નાના, પિરામિડલ, મોટે ભાગે જથ્થામય/દળદાર, વૃક્કાકાર, સ્તંભાકાર રચનાવાળા અથવા ખડકમાં વેરવિખેર કણસ્વરૂપે. યુગ્મતા (1011) ફલક પર. અપારદર્શક. સં. નથી હોતો; ભં. સ. ખરબચડી, બરડ; ચ. ધાત્વિક, રં. ઝાંખો તામ્રવર્ણી લાલ, ખુલ્લા રહેવાથી રાખોડી ઝાંય કે કાળી…

વધુ વાંચો >

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી (જ. 21 સપ્ટેમ્બર 1866, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1936, ટ્યૂનિસ) : ફ્રેન્ચ તબીબ અને સૂક્ષ્મજીવવિદ (microbiologist). ‘ટાયફસ’ નામના રોગના અભ્યાસ માટે તેમને 1928નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ 1903–1932 સુધી ટ્યૂનિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. તેમણે રૉ (Roux) સાથે પૅરિસમાં કામ કર્યું હતું. તેમણે ટાયફસ ઉપરાંત…

વધુ વાંચો >

નિકોસિયા : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં મધ્યમાં આવેલા સાયપ્રસ ટાપુના પ્રજાસત્તાક રાજ્યની રાજધાની  અને સાયપ્રસનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10’ ઉ. અ. અને 33° 22’ પૂ. રે.. તે પેડીકોસ નદી પર સમુદ્રની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા મેસાઓરિયાના વૃક્ષહીન સપાટ મેદાનમાં આવેલું છે. તેનું પ્રાચીન નામ લેડ્રે (Ledrae) હતું. લેડ્રે એ…

વધુ વાંચો >