નાગ જાતિ : અસમની ઉત્તરે પહાડોમાં વસતા લોકો. દેશના ઈશાન ખૂણામાં અસમની ઉત્તરે એક નાના સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાતા 16,519 ચોકિમી. ક્ષેત્રફળવાળા, બ્રહ્મપુત્ર નદીની ખીણ અને નાગ ટેકરીઓવાળા પ્રદેશમાં રહેનારા લોકો. જૂના ઉલ્લેખોમાં નાગ તરીકે ઓળખાતા તે આ લોકો હશે. બીજી રીતે ઓછાં કપડાં પહેરતા હોઈ નગ્ન પરથી નાગ થયું હશે અથવા નાગા પહાડોમાં વસતા…

વધુ વાંચો >

નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ; અ. 21 જાન્યુઆરી 2002, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાંપશીભાઈએ 1960ના દસકામાં જ્યારે ગુજરાતી ચલચિત્રોનું…

વધુ વાંચો >

નાગદા : મધ્યપ્રદેશ રાજ્યનું એક ઔદ્યોગિક નગર. તે ઉજ્જૈન જિલ્લાના ખાયરોદ તાલુકામાં 23° 27´ ઉ. અ. અને 75° 25´ પૂ. રે. પર ઉજ્જૈનથી આશરે 45 કિમી. પર આવેલું છે. તેની પશ્ચિમે રતલામ, ઉત્તરે જાવરા, પૂર્વે મહિદપુર તથા દક્ષિણે ઉજ્જૈન આવેલાં છે. તે પશ્ચિમ રેલવેના મુંબઈ–દિલ્હી માર્ગ પર આવેલું જંકશન છે. રાજકોટ–ભોપાલ રેલમાર્ગ ત્યાંથી પસાર થાય…

વધુ વાંચો >

નાગદાસક : ઈ. સ. પૂ. પાંચમી સદીમાં મગધનો રાજા. મગધના રાજા ઉદયભદ્ર-ઉદયનને ત્રણ પુત્રો  અનિરુદ્ધ, મુંડ અને નાગદાસક હતા. ત્રણ ભાઈઓમાં નાગદાસક પ્રસિદ્ધ હોવાનું જણાય છે. પુરાણોમાં એને ‘દર્શક’ તરીકે ઓળખાવેલ છે. નાગદાસકના સમયમાં પારિવારિક ઝઘડા વધવા લાગ્યા. ષડ્યંત્ર અને હત્યાઓ થવા લાગી. રાજવંશ દુર્બળ થયો. શાસનવ્યવસ્થા ઢીલી પડવા લાગી. પ્રજામાં અસંતોષ વધ્યો. પ્રજા પિતૃઘાતી…

વધુ વાંચો >

નાગનિકા : સાતવાહન વંશના પ્રતાપી રાજા શાતકર્ણિની રાણી. પુણે જિલ્લામાં આવેલ નાનાઘાટમાં આ રાજા-રાણીના દેહની પ્રતિકૃતિઓ કંડારવામાં આવેલી. તે હાલ સદંતર લુપ્ત થઈ ગઈ છે. તે પ્રતિકૃતિઓનાં મસ્તક ઉપર ‘દેવી નાગનિકા’ અને ‘રાજા શ્રીશાતકર્ણિ’નાં નામ કંડારેલાં છે. નાનાઘાટની ગુફાની દીવાલો ઉપર પ્રાકૃત ભાષામાં લખેલો એક લાંબો લેખ કોતરેલો છે. એમાં જણાવ્યા મુજબ નાગનિકા અંગિક કુલના…

વધુ વાંચો >

નાગપટ્ટીનમ્ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પૂર્વે કિનારે આવેલ જિલ્લો, જિલ્લામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : 10° 46´  ઉ. અ. અને 79° 50´ પૂ. રે. પર આ શહેર આવેલું છે. તે બંગાળના ઉપસાગર પર કુડ્ડવાયર નદીના મુખ પર વસેલું છે. આ જિલ્લો બે વિભાગમાં વહેંચાયેલો છે. આ જિલ્લાની ઉત્તરે કડલોર, પૂર્વ બંગાળની ખાડી,…

વધુ વાંચો >

નાગપુર : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. તે પૂર્વ વિદર્ભના શાસકીય વિભાગમાં 20° 35´ થી 21° 44´ ઉ. અ અને 78° 15´ થી 79° 40´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 150 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 130 કિમી. જેટલી છે. કુલ વિસ્તાર 9810 ચોકિમી. જેટલો…

વધુ વાંચો >

નાગફણી : એકદળી વર્ગમાં આવેલ હીમોડોરેસી કુળની વનસ્પતિ. તે બહુવર્ષાયુ શાકીય, 60 સેમી. થી 80 સેમી. ઊંચો શોભાનો છોડ છે. એને ગુજરાતીમાં નાગફણી કહે છે. તેની ત્રણ જાતો મુખ્ય છે : (1) Sansevieria zeylanica Roxb. તેનાં પર્ણો તલવાર જેવાં 60થી 80 સેમી. લાંબાં તથા 5થી 7 સેમી. પહોળાં અને લીલા રંગનાં તથા વચમાં ઘાટા લીલા…

વધુ વાંચો >

નાગભટ 1લો (આઠમી સદી) : આઠમી સદીમાં સિંધમાં આરબોનું આક્રમણ ખાળી તેમને હરાવનાર પ્રતિહારવંશી પ્રથમ રાજવી. નાગભટ પહેલાના પૂર્વજો પૂર્વ રાજસ્થાન અને માળવાના શાસકો હતા અને જોધપુરના પ્રતિહારોનું તેમણે સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. નાગભટ્ટ 730 આસપાસ ગાદીએ બેઠો હતો. તેણે જુનૈદ કે તેના અનુગામી તમીનના આક્રમણને ખાળીને પશ્ચિમ ભારતને આરબોના ત્રાસથી બચાવ્યું હતું. આ કારણે તેની…

વધુ વાંચો >

નાગભટ 2જો (નવમી સદી) : નાગભટ બીજો નાગભટ પહેલાના પૌત્ર વત્સરાજનો પુત્ર હતો. નાગભટ બીજાએ પાલવંશના ધર્મપાલના આશ્રિત ચક્રાયુધને હરાવ્યો હતો અને તેણે તેની રાજધાની ઉજ્જયિનીથી કનોજ ખસેડી હતી. આથી પાલ રાજા ધર્મપાલ અને નાગભટ બીજા વચ્ચે સર્વોપરીતા માટે મોંઘીર (બિહાર) નજીક યુદ્ધ થયું હતું અને તેમાં વંગ કે બંગાળના રાજા ધર્મપાલની હાર થઈ હતી.…

વધુ વાંચો >