નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ નદીકિનારાનાં ભાઠાંમાં ઑક્ટોબર પછી ઊગે…

વધુ વાંચો >

નાકર (કવનકાળ ઈ. સ. 1516–1568) : સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકવિ. વડોદરાનો વતની અને જ્ઞાતિએ દશાવાળ વણિક. આખ્યાનો રચીને વડોદરાના નાગર-બ્રાહ્મણ મદનને કે એના પુત્ર(સંભવત: ન્હાન)ને પુણ્ય વિસ્તારવા માટે લોકોને ગાઈ સંભળાવવા આપી દેતો હતો. એની કૃતિઓમાંથી એનું નિ:સ્પૃહી અને નમ્ર વ્યક્તિત્વ ઊપસી આવે છે. આખ્યાન-કવિતા એનું ઐતિહાસિક પ્રદાન છે. ભાલણ અને પ્રેમાનંદ વચ્ચે આ બાબતે…

વધુ વાંચો >

નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે; દા. ત., નૌકાદળના કોઈ બંદર…

વધુ વાંચો >

નાકામુરા, શૂજી (Nakamura, Shuji) (જ. 22 મે 1954, ઈકાતા, એહિમ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયૉડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઈસામુ આકાસાકી તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. નાકામુરાએ જાપાનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમામાંથી 1977માં ઇલેક્ટ્રૉનિક ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બે વર્ષ બાદ અનુસ્નાતકની…

વધુ વાંચો >

નાકાસોને, યાશુહિરો (જ. 27 મે 1918, તાકાસાકી, જાપાન; 29 નવેમ્બર 2019, ટોકિયો, જાપાન) : જાપાની રાજકીય નેતા, મુત્સદ્દી અને વડાપ્રધાન (1982). ધનિક વ્યાપારીના પુત્ર નાકાસોનેએ ટોકિયો યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં સ્નાતકપદ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ તરીકે જાપાની નૌકાદળમાં સેવાઓ આપી. હિરોશીમા પર ઝીંકવામાં આવેલ અણુબૉમ્બના તેઓ દૂરના સાક્ષી રહ્યા. 1947માં ડાયટ(જાપાનીઝ પાર્લમેન્ટ)ના નીચલા ગૃહમાં ચૂંટાઈ…

વધુ વાંચો >

નાક્ષત્રિક કાલ (sidereal time) : ખગોલીય ઉપયોગ માટે, તારાઓના સ્થાન ઉપર આધારિત સમયગણતરી. વ્યવહારમાં સમયની ગણતરી સૂર્યના સ્થાનને આધારે લેવામાં આવે છે. આ સામાન્ય ઉપયોગમાં આવતો સમય મુલકી (civil) સમય તરીકે ઓળખાય છે. પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણને કારણે તારાઓના સંદર્ભમાં સૂર્યનું સ્થાન દરરોજ 1 અંશ પૂર્વ તરફ ખસતું રહે છે. આ સમયગણતરીને નાક્ષત્રિક સમય કહેવામાં…

વધુ વાંચો >

નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત, આર્યક, લોહિત, પદ્મચિત્ર – એ…

વધુ વાંચો >

નાગ (cobra) : ભારતમાં સર્વત્ર દેખાતો, સરીસૃપ વર્ગના સ્ક્વૅમાટા શ્રેણીના ઇલેપિડે કુળનો ઝેરી સાપ. ફેણ, નાગનું વિશિષ્ટ લક્ષણ. ત્રીજા ક્રમાંકથી ત્રીસ ક્રમાંકની પાંસળીઓ વચ્ચે આવેલું શરીર વિસ્તૃત બનવાથી ફેણનું નિર્માણ થાય છે. ફેણના પાછલા ભાગમાં ચશ્માંને મળતી એક આકૃતિ આવેલી હોય છે. આ આકૃતિ બે અથવા એક વર્તુળની બનેલી હોય છે. બે વર્તુળી ચશ્માંની આકૃતિ…

વધુ વાંચો >

નાગકેસર (નાગચંપો) : દ્વિદળી વર્ગના ગટ્ટીફેરી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ mesua berrea Linn. (સં. नागकेसर, चाम्पेय, नागपुष्प; હિં. બં. તે. ક. નાગકેસર; ગુ. મ. નાગચંપો) છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું હોય છે અને તલભાગે ઘણી વાર આધાર (buttress) ધરાવે છે. તે પૂર્વ હિમાલય, અસમ, ઈશાન…

વધુ વાંચો >

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી) : કન્નડ લેખક. એમણે રામચન્દ્રચરિત પુરાણ લખ્યું છે, જે ‘પંપ રામાયણ’ના તથા ‘મલ્લિનાથ પુરાણ’ના નામથી ઓળખાય છે. આ બંને કૃતિઓ ચંપૂ શૈલીમાં રચાઈ છે. ‘રામચન્દ્રચરિત પુરાણ’ 16 આશ્વાસમાં લખાઈ છે. એમાં 2343 કડીઓ છે, જ્યારે ‘મલ્લિનાથ પુરાણ’માં 14 આશ્વાસ છે અને 1471 કડીઓ છે. એમની કૃતિની શરૂઆતમાં એમણે એમના ગુરુ બાલચન્દ્રમુનિનો ઉલ્લેખ…

વધુ વાંચો >