નાગભૂષણ, ગીતા (શ્રીમતી) (જ. 25 માર્ચ 1942, સાવલ્ગી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બદુકુ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ ગુલબર્ગમાં નગરેશ્વર પી. યુ. કૉલેજના પ્રિન્સિપાલપદેથી…

વધુ વાંચો >

નાગર, અમૃતલાલ (જ. 17 ઑગસ્ટ 1916, આગ્રા; અ. 23 ફેબ્રુઆરી 1990, લખનૌ ઉત્તરપ્રદેશ) : હિંદી સાહિત્યકાર. 200 વર્ષથી ઉત્તરપ્રદેશમાં વસવાટ કરતા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેઓ પોતે લખનૌ રહેતા. પિતાનું નામ રાજારામ અને માતાનું નામ વિદ્યાવતી. માત્ર 19 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અર્થોપાર્જનની જવાબદારી ઉપાડવી પડી. તેમ છતાં સતત અધ્યયન દ્વારા સાહિત્ય, ઇતિહાસ, પુરાણ,…

વધુ વાંચો >

નાગર, ઈશ્વરદાસ (સત્તરમી સદી) : ઔરંગઝેબના જોધપુર પરગણાના મુલકી અધિકારી અને સમકાલીન ઇતિહાસકાર. તે વડનગરા નાગર જ્ઞાતિના પાટણના વતની હતા. મારવાડના તારણહાર દુર્ગાદાસના તેઓ મિત્ર હતા. ગુજરાતના સૂબા શુજાઅતખાનની સૂચનાથી ઈશ્વરદાસે દુર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન કરાવવા વિષ્ટિકાર તરીકે કામ કર્યું હતું. ઈશ્વરદાસે ‘ફુતૂહાત-ઇ-આલમગીરી’ નામનો ઈ. સ. 1657થી 1698ના ગાળાને આવરી લેતો રાજસ્થાનનો ઇતિહાસ લખ્યો…

વધુ વાંચો >

નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા. ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ દારૂનાં પીઠાં પર જઈ પિકેટિંગ…

વધુ વાંચો >

નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા ટૂંકાં અપસ્થાનિક (adventitious) મૂળ દ્વારા;…

વધુ વાંચો >

નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું ગર્ભગૃહનું શિખર, શિખર પર કરાતી…

વધુ વાંચો >

નાગરાજ (king cobra) : દુનિયાના ઝેરી સર્પોમાં સૌથી વધુ મોટો સાપ. તે મહાનાગ પણ કહેવાય છે. વર્ગીકરણ : નામ : નાજા હન્નાહ, કુળ : ઇલેપિડી; ઉપશ્રેણી : સર્પેન્ટિના; શ્રેણી સ્ક્વોમોટા; વર્ગ સરીસૃપ સમુદાય : મેરુદંડી; સૃષ્ટિ : પ્રાણીસૃષ્ટિ. નાગરાજની લંબાઈ 450થી 540 સેમી. હોય છે. 560 સેમી. (18 ફૂટ) લાંબો નાગરાજ પણ દક્ષિણ ચીન, ફિલિપાઇન્સ…

વધુ વાંચો >

નાગરાજ, ડી. આર. (જ. 1954, ડોડ્ડાબેલ્લાપુર, કર્ણાટક; અ. 1998) : કન્નડ સાહિત્યકાર, નિબંધકાર અને વિવેચક. શિક્ષણ બગાલુરુ વિશ્વવિદ્યાલયમાં, જ્યાંથી કન્નડ મુખ્ય વિષય સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. તે જ યુનિવર્સિટીમાં નાટકવિભાગના કૈલાસમપીઠના મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. ત્યારપછી તેમના નિધન સુધી સાહિત્ય અકાદમીના બૅંગાલુરુ કેન્દ્રના નિર્દેશક હતા. શિકાગો યુનિવર્સિટીના સાઉથ એશિયન લૅંગ્વેજિઝ ઍન્ડ સિવિલાઇઝેશન્સ વિભાગમાં…

વધુ વાંચો >

નાગરાજ્યો : ભારતમાંનાં નાગવંશના રાજાનાં રાજ્યો. નાગ લોકો ભારતના વિભિન્ન પ્રદેશોમાં ફેલાયેલા હતા એની પુષ્ટિ સાહિત્યિક, આભિલેખિક અને સિક્કાશાસ્ત્રનાં પ્રમાણોથી થાય છે. પુરાણો અનુસાર વિદિશા, કાંતિપુરી, મથુરા અને પદ્માવતી નાગોની શક્તિનાં કેન્દ્રો હતાં. વિદિશાના નાગવંશી શાસકોમાં શીશ, ભોગિન અને સદાચંદ્ર ચંદ્રાંશ જેવા રાજાઓ થયા હતા. અભિલેખોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહારાજ ભવનાગ રુદ્રસેન 1લાના દાદા…

વધુ વાંચો >