લાલ, લક્ષ્મીનારાયણ [જ. 4 માર્ચ 1927, જલાલપુર, જિ. બસ્તી (ઉત્તરપ્રદેશ); અ. 20 નવેમ્બર 1987] : હિંદીના નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક, રંગકર્મી અને રંગશિલ્પી. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર તથા વિવેચક પણ હતા. પિતા શિવસેવક લાલ, માતા મૂંગામોતી. માતા ધાર્મિક પ્રકૃતિ ધરાવતાં. બી.એ.ની ડિગ્રી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી મેળવી. 1950માં હિંદી વિષય સાથે એમ.એ. થયા. 1952માં ‘હિંદી કહાનિયોં કી શિલ્પવિધિ…

વધુ વાંચો >

લાલ લીલ (રહોડોફાઇટા) : લીલનો એક વિભાગ. તે મુખ્યત્વે સમુદ્રનિવાસી છે અને દરિયાઈ અપતૃણોમાં સૌથી સુંદર છે. તેની બહુ ઓછી જાતિઓ ધ્રુવીય મહાસાગરોમાં થાય છે. તેઓ ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણકટિબંધીય ઊંડા અને હૂંફાળા સમુદ્રોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વિભાગમાં લગભગ 400 પ્રજાતિઓ અને 4,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી લગભગ…

વધુ વાંચો >

લાલવાણી, જેઠો માધવદાસ [જ. 8 માર્ચ 1945, કાંઢિયારો (સિંધ) જિ. નવાબશાહ] : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમણે એમ.એ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી, બી.એડ. (વિશારદ) અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અને 1996માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સિંધી, હિંદી અને ઉર્દૂ ભાષાના જાણકાર છે, તે ઉપરાંત આકાશવાણી અને ટી.વી.ના કલાકાર છે. તેમણે દિલ્હી…

વધુ વાંચો >

લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર) (જ. 23 ઑગસ્ટ 1845, નારદીપુર, ગુજરાત; અ. 12 ઑક્ટોબર 1912, અમદાવાદ) : ગુજરાતના નામાંકિત સમાજસેવક, સમાજસુધારક અને સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી. તેઓ ન્યાતે વિસનગરા નાગર ગૃહસ્થ હતા. એમના પિતા ઉમિયાશંકર દવે અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ બાદ, આગળ અભ્યાસનો પિતાએ વિરોધ કરવાથી ઘર છોડી, સ્કૉલરશિપથી અભ્યાસ ચાલુ રાખ્યો. પ્રાથમિક શિક્ષક તાલીમની સિનિયર…

વધુ વાંચો >

લાલસ, સીતારામ (જ. 29 ડિસેમ્બર 1908 નેરવા, રાજસ્થાન અ. 29 ડિસેમ્બર 1986) : રાજસ્થાની કોશકાર. તેમણે તેમની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં તેમના નાનાએ તેમનો ઉછેર કર્યો. તેમના નાના સાદુલજી વિદ્વાન અને જાણીતા કવિ હતા. સીતારામે તેમનું પ્રાથમિક શિક્ષણ સરવડી ગામે લીધા બાદ રાજમહલ મિડલ સ્કૂલ અને જોધપુરની દરબાર હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પછી…

વધુ વાંચો >

લાલા અમરનાથ (જ. 11 સપ્ટેમ્બર 1911, કપૂરથલા; અ. 5 ઑગસ્ટ 2000, નવી દિલ્હી) : જાણીતા ક્રિકેટર. 1933માં ડિસેમ્બર માસ દરમિયાન મુંબઈ ખાતે બૉમ્બે જિમખાનાના મેદાન પર પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે ભારત તરફથી ટેસ્ટપ્રવેશે જ સદી ફટકારવાનું બહુમાન મેળવનારા 22 વર્ષના ઝંઝાવાતી ‘વન-ડાઉન’ બૅટ્સમૅન ‘લાલા’ અમરનાથનું મૂળ નામ અમરનાથ નાનિક ભારદ્વાજ હતું. ‘લાલા’ તો તેમનું હુલામણું નામ…

વધુ વાંચો >

લાલા, ભોગીલાલ ધીરજલાલ (જ. 7 ડિસેમ્બર 1877, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1965, અમદાવાદ) : ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય-સૈનિક અને મુંબઈ વિધાનપરિષદના અધ્યક્ષ. ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ…

વધુ વાંચો >

લાલા રુખ (1817) : પૂર્વીય દેશોની કેટલીક કાવ્યકથાઓનું ટી. મૂરે અંગ્રેજીમાં કરેલું પદ્ય અને ગદ્ય રૂપાંતર. આમાંની મુખ્ય કથાની નાયિકા દિલ્હીથી કાશ્મીર સુધીના મુલ્કના બાદશાહની પુત્રી શાહજાદી લાલા રુખ છે. તેનું લગ્ન બુખારિયાના બાદશાહ સાથે નક્કી કરવામાં આવેલું. બુખારિયા તરફ મુસાફરી દરમિયાન, તેના કાફલાની સૌ સખીઓને એક યુવાન કાશ્મીરી કવિ ‘ફેશમૉઝ’ ચાર કહાણીઓ સંભળાવે છે.…

વધુ વાંચો >

લાલા લજપતરાય (જ. 28 જાન્યુઆરી 1865, લુધિયાણા, પંજાબ; અ. 17 નવેમ્બર 1928, લાહોર, પાકિસ્તાન) : ભારતના મહાન સ્વાતંત્ર્ય-સેનાની, આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન 1877માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને બે પુત્રો અને એક પુત્રી…

વધુ વાંચો >

લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા. શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની પ્રથમ નવલકથા તરીકે ઓળખાવી છે.…

વધુ વાંચો >