લાલ અને કાળાં મરિયાં : Aulacophora foveicollis, A. atripennis અને A. atevensiના વૈજ્ઞાનિક નામે ઓળખાતી કીટકીય જીવાતો. ઢાલપક્ષ (Coleopfera) શ્રેણીનાં ક્રાયસોમેલીડી કુળ(family)માં તેનો સમાવેશ થયેલ છે. દૂધી, કોળું, ગલકી અને અન્ય વેલાવાળાં શાકભાજીમાં તેનો ઉપદ્રવ થતો હોય છે. આવા પાકો ઉગાડતા ભારતના વિવિધ પ્રદેશોમાં તેનો ફેલાવો જોવા મળે છે. મરિયાં કીટક વેલાનાં પાંદડાંનો લીલો પદાર્થ…

વધુ વાંચો >

લાલ કિલ્લો, દિલ્હી : મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હીમાં યમુના નદીના કાંઠે બંધાવેલો પ્રસિદ્ધ કિલ્લો. આ કિલ્લાનું મૂળ નામ ‘કિલા-ઇ-મુબારક’ કે ‘કિલા-ઇ-શાહજહાનાબાદ’ હતું, પરંતુ તેના બાંધકામમાં લાલ રંગનો રેતિયો પથ્થર વાપરવામાં આવ્યો હોવાથી તે ‘લાલ કિલ્લા’ તરીકે જાણીતો થયો. તેનો પાયો ઈ. સ. 1639માં નંખાયો હતો અને તેનું બાંધકામ ઈ. સ. 1648માં પૂરું થયું હતું. કિલ્લાની…

વધુ વાંચો >

લાલચંદ અમર ડિનોમલ (જ. 25 જાન્યુઆરી 1885, સિંધ, હૈદરાબાદ; અ. 18 એપ્રિલ 1954, મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના જ્યોતિર્ધર. તેમના પિતા અમર ડિનોમલ અંગ્રેજ પ્રશાસનમાં મામલતદાર હતા. સને 1903માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ બજાવવાની સાથે 1908માં સેકન્ડરી ટીચર્સ સર્ટિફિકેટની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને 1918માં ફિલસૂફીના વિષયની સાથે…

વધુ વાંચો >

લાલ ચિત્રક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના પ્લમ્બેજિનેસી કુળની એક નાની પ્રજાતિ. તે શાકીય, ઉપક્ષુપ (undershrub) કે ક્ષુપસ્વરૂપે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ નોંધાઈ છે, જે પૈકી બે – Plumbago indica Linn. syn. P. Rosea Linn. (ગુ. લાલ ચિત્રક) અને P. zeylanica Linn. (ચિત્રક) ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી છે. Plumbago auriculata Lam. syn.…

વધુ વાંચો >

લાલદાસ, સંત (જ. 1539, ધૌલી ધૂપ, પંજાબ; અ. 1647, નગલા, પંજાબ) : પંજાબમાં સોળમી અને સત્તરમી સદીમાં થઈ ગયેલ એક સંત તથા લાલદાસી નામથી ઓળખાતા સંપ્રદાયના પ્રવર્તક. એક જમાનામાં લૂંટારાઓ તરીકે જાણીતી બનેલી મેવ જાતિમાં તેમનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કપરી હોવાથી બાલ્યાવસ્થામાં જ લાલદાસને પરિવારના ભરણપોષણ માટે સખત પરિશ્રમ કરવો પડતો…

વધુ વાંચો >

લાલ, દેવેન્દ્ર (જ. 14 ફેબ્રુઆરી 1929, વારાણસી, ઉત્તર પ્રદેશ) : ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાણસીમાં લીધું. ત્યારબાદ 1947માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી., 1949માં આ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને 1960માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. 1959–60 દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, સાન ડિયાગો ખાતે પોસ્ટડૉક્ટરલ સંશોધન કર્યું. 1949–72 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં તેમણે વિજ્ઞાની (scientist)…

વધુ વાંચો >

લાલ પત્તી : દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Poinsettia pulcherrima Grah. syn. Euphorbia pulcherrima Willd. (અં. Christmas flowers, Lobster flowers; ગુ. લાલ પત્તી, રક્તપર્ણી) છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં મેક્સિકોના વનસ્પતિશાસ્ત્રી પોઇનશેટીએ આ છોડને પ્રચારમાં આણ્યો; તેથી તેનું નામ ‘પોઇનશેટિયા’ પડ્યું છે. તે મેક્સિકોની મૂલનિવાસી છે અને 3 મીટર સુધીની ઊંચાઈ મેળવતી…

વધુ વાંચો >

લાલ, પુરુષોત્તમ (પી. લાલ) (જ. 1929) : ભારતીય અંગ્રેજી કવિ, વિવેચક, સંપાદક અને પ્રકાશક. કોલકાતામાં અંગ્રેજીના માનાર્હ પ્રાધ્યાપક. 1958માં તેમણે લેખકોની કાર્યશાળા સ્થાપી, જે રચનાત્મક અને વિવેચનાત્મક પાસાંમાં ઇન્ડોઇંગ્લિશ સાહિત્યના વિકાસને છેલ્લાં ઘણાં વર્ષોથી અવિરતપણે ઉત્તેજન આપતી પ્રકાશનસંસ્થા છે. તેમના દ્વારા સંપાદિત ‘ધ મિસેલની’ નામનું દ્વૈમાસિક જર્નલ લેખકોની કાર્યશાળાનું મુખપત્ર હતું. તેમના મુખ્ય કાવ્યસંગ્રહો છે…

વધુ વાંચો >

લાલ ‘પુષ્પ’ (જ. 1 જાન્યુઆરી 1935, લાડકાણા, સિંધ) : સિંધી સાહિત્યકાર. લાલ ‘પુષ્પ’ના નામે પ્રસિદ્ધ સિંધી સાહિત્યકારનું પૂરું નામ છે લાલ ભગવાનદાસ રીઝવાણી. ‘પુષ્પ’ તેમનું ઉપનામ છે. સિંધીમાં વ્યાવસાયિક સાહિત્યકાર બની રહેવું અસંભવ હોવા છતાં, મુંબઈમાં સ્થિર થયેલા લાલ ‘પુષ્પે’, એમ.એ. થઈને ટૂંકા ગાળામાં જ, સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાનું સમગ્ર જીવન શબ્દસાધનાને સમર્પિત કરી…

વધુ વાંચો >

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ : મુખ્યત્વે દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે થઈને ખાસ મહત્વ ધરાવતું અમદાવાદમાં આવેલું મ્યુઝિયમ. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પરિસરમાં તેની સ્થાપના 1957માં થયેલી. ખાસ કરીને માધુરી દેસાઈ અને મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહોના દાનમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. આ મ્યુઝિયમના બે મુખ્ય વિભાગો છે, જેમાંનો ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂનો ‘માધુરી ધીરુભાઈ દેસાઈ…

વધુ વાંચો >