રિચર્ડ્ઝ બે : દક્ષિણ આફ્રિકાના ઈશાન કિનારે નાતાલમાં આવેલું નગર તથા તે જ નામ ધરાવતું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : શહેર : 28° 47´ દ. અ. અને 32° 06´ પૂ. રે.; સરોવર : 28° 50´ દ. અ. અને 32° 02´ પૂ. રે.. અહીં ઊંડા જળનું બારું આવેલું હોવાથી દક્ષિણ આફ્રિકાનાં બીજાં બંદરો કરતાં આ બંદરેથી…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, બૉબ (જ. 20 ફેબ્રુઆરી 1926, શૅમ્પેઇન, ઇલિનૉઇ, યુ.એસ.) : ઍથલેટિક્સના અમેરિકન ખેલાડી. 1948માં તેમણે પાદરી તરીકેના દીક્ષા-સંસ્કાર લીધા હતા અને તેઓ ‘ધ વૉલ્ટિંગ વિકર’ (વાંસ-કૂદકાના પાદરી) તરીકે જાણીતા થયા હતા. 1950ના પ્રારંભિક દાયકાના તેઓ વાંસ-કૂદકાના સર્વોત્તમ ખેલાડી (pole vaulter) હતા. તેઓ ઓલિમ્પિક રમતોત્સવના વિજયપદકના વિજેતા 1952 અને 1956માં, પૅન-અમેરિકન વિજયપદકના વિજેતા 1951 અને 1955માં…

વધુ વાંચો >

રિચર્ડ્સ, વિવિયન (જ. 7 માર્ચ 1952, સેંટ જૉન્સ, ઍન્ટીગ્વા) : વેસ્ટ ઇન્ડિઝના વિશ્વવિખ્યાત ક્રિકેટર. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં જે કેટલાક ઝંઝાવાતી અને આક્રમક બૅટધરો થઈ ગયા, તેમાં વિવિયન રિચર્ડ્સનું નામ મોખરે છે. ટેસ્ટ-ક્રિકેટમાં વિવ રિચર્ડ્સ કે વિવિયન રિચર્ડ્સના હુલામણા નામે ઓળખાયેલા રિચર્ડ્સનું પૂરું નામ છે  ઈસાક વિવિયન ઍલેક્ઝાંડર રિચર્ડ્સ. એક સમયે ટેસ્ટ-ક્રિકેટ તથા વન-ડે ક્રિકેટ – આ…

વધુ વાંચો >

રિચાર્ડ ઍક્સલ (જ. 2 જુલાઈ 1946, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે 1970માં જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિન, બાલ્ટીમોરમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1984માં હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ(કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટી)માં 1984માં જોડાયા. ઍક્સલ અને બકે 1991માં સીમાચિહનરૂપ સંશોધનપત્ર સંયુક્તપણે પ્રકાશિત કર્યું. તેમણે ઉંદરો પર પ્રાયોગિક સંશોધન કરી…

વધુ વાંચો >

રિચિયો, આન્દ્રેઆ (Riccio, Andrea) (જ. આશરે 1470, પાદુઆ, ઇટાલી; અ. 1532, પાદુઆ, ઇટાલી) : કાંસામાં નાનકડાં શિલ્પ બનાવવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી અને સોની. મૂળ નામ આન્દ્રેઆ બ્રિયોસ્કો. આન્દ્રેઆ ક્રિસ્પસ નામે પણ તે ઓળખાતો. શિલ્પી બેલાનોની પાસે તેણે તાલીમ લીધેલી. પાદુઆના કલાકારોનું લાક્ષણિક માનવતાવાદી વલણ રિચિયોનાં નાનકડાં શિલ્પોમાં પણ જોવા મળે છે. તે વિપુલ સર્જક…

વધુ વાંચો >

રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા : ભારતની મધ્યસ્થ બૅંક. તેની સ્થાપના રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ 1935માં થઈ હતી. ભારતના બૅંકિંગ-ક્ષેત્રમાં તે ટોચની બૅંકનું બિરુદ ધરાવે છે. દરેક દેશ પોતાની નાણાકીય વ્યવસ્થા માટે તથા તેનું સંચાલન કરવા માટે એક મધ્યસ્થ બૅંકની સ્થાપના કરે છે. આ બૅંકનાં મહત્વનાં કાર્યોમાં ચલણ બહાર પાડવું, નાણાંના પુરવઠાનું નિયંત્રણ…

વધુ વાંચો >

રિઝા, આકા (જ. આશરે 1565, હેરાત, ઈરાન; અ. ?, આગ્રા) : જહાંગીર યુગના મુઘલ ચિત્રકાર. જહાંગીરના પ્રીતિપાત્ર. ઈરાનના હેરાત નગરમાં સફાવીદ શૈલીમાં તેમણે લઘુચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના તાલીમકાળની એક ચિત્રકૃતિ ‘ફીસ્ટ ઑવ્ ધ કિંગ ઑવ્ યેમેન’ હજી સુધી સચવાઈ રહી છે. જર્મન કલા-ઇતિહાસકાર શ્રોડર(Schroeder)ના મતાનુસાર રિઝા હેરાતના સફાવીદ ચિત્રકાર મહમ્મદીના શિષ્ય હતા. રિઝાના પુત્ર…

વધુ વાંચો >

રિઝા, તાજુદ્દીન (અ. 1236) : મધ્ય યુગના ભારતના ઉચ્ચ કોટિના ફારસી કવિ. તેઓ ભારતીય મૂળના અને દિલ્હીના રહેવાસી હતા. તેમણે દિલ્હીના ગુલામ વંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતુતમિશ (1210–1236) તથા તેમના પુત્ર સુલતાન રુક્નુદ્દીન ફીરુઝશાહ(અ. 1236)ના દરબારી કવિ તથા મંત્રી તરીકે નામના મેળવી હતી. કવિ તાજુદ્દીનનું કદ નાનું હતું તેથી અને તાજુદ્દીન નામના બીજા એક દરબારીથી અલગ…

વધુ વાંચો >

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની તરફેણમાં કાઢી આપેલું લેખિત આજ્ઞાપત્ર. જેની સામે એ આજ્ઞાપત્ર કાઢી અપાયું હોય તે વ્યક્તિને અમુક કાર્ય કરવાની કે ન કરવાની આજ્ઞા ન્યાયાલય દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં તેરમી સદીથી આવાં આજ્ઞાપત્રો કાઢી આપવાની શરૂઆત થઈ…

વધુ વાંચો >

રિટ્ચી, એન. ઇઝાબેલા (જ. 1837, લંડન, યુ.કે.; અ. 1919) : અંગ્રેજ નવલકથાકાર અને ચરિત્રકાર. વિલિયમ મૅકપિસ થૅકરેનાં સૌથી મોટાં પુત્રી. તેમની સાવકી ભત્રીજી વર્જિનિયા વૂલ્ફના સર્જન પર તેમણે લખેલી પ્રભાવવાદી (impressionistic) નવલકથાઓની મોટી અસર છે. વર્જિનિયાની ‘નાઇટ ઍન્ડ ડે’માં આવતા ‘મિસિસ હિલબેરી’નું પાત્ર રિટ્ચી પરથી લેવાયું છે. રિટ્ચીનાં માતા અસ્થિર મગજનાં હોવાથી માનસિક રોગીઓની ઇસ્પિતાલમાં…

વધુ વાંચો >