રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ (જ. 1888, યૂટ્રેક્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 1964) : સ્થપતિ અને ફર્નિચર-ડિઝાઇનર. સુથારના પુત્ર. પિતા પાસેથી તાલીમ લીધી. પછી તે કૅબિનેટ રચવામાં ગૂંથાયા. કાષ્ઠ-કારીગર તરીકે કામગીરી શરૂ કરીને 1911માં યૂટ્રેક્ટમાં તેની કાર્યશાળા સ્થાપી. સ્થાપત્યવિષયક અભ્યાસ કર્યા બાદ 1918માં તેમણે ‘રેડ-ઍન્ડ-બ્લૂ’ ખુરસી તરીકે જાણીતા તેમના પોતાના ફર્નિચરની ડિઝાઇન શરૂ કરી. 1919માં તે દ સ્ટિગ્લના સંપર્કમાં…

વધુ વાંચો >

રિટ્સન, જોસેફ (જ. 1752, સ્ટૉક્સ્ટન-ઑન-ટીઝ, ઇંગ્લૅન્ડ; અ. 1803) : જૂની અંગ્રેજી(old English)માં લખાયેલા સાહિત્યના અઠંગ અભ્યાસી–સંગ્રહકર્તા. ચુસ્ત શાકાહારી, પ્રજાસત્તાક રાજ્યના પ્રખર હિમાયતી; પરંતુ મગજના અસ્થિર. જૂની અંગ્રેજી કવિતા એકઠી કરીને સાચવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યો. તેમની સર વૉલ્ટર સ્કૉટ અને સર્ટીસ સાથેની મૈત્રી અખંડ રહેલી. સ્કૉટે પોતાના ‘બૉર્ડર મિન્સ્ટ્રેલસી’ના પ્રકાશન વેળાએ જોસેફનાં સલાહસૂચનને માન્ય રાખેલાં.…

વધુ વાંચો >

રિડક્શન-ઑક્સિડેશન પરમાણુ અથવા પરમાણુસમૂહ સાથે સંલગ્ન ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો-ઘટાડો થતો હોય તેવી સમક્ષણિક (simultaneous) રાસાયણિક પ્રક્રિયાઓ પૈકીની એક. જો ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો થતો હોય તો રિડક્શન (અપચયન) અને જો ઘટાડો થતો હોય તો ઑક્સિડેશન (ઉપચયન) કહેવાય છે. બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોવાથી પ્રક્રિયા દરમિયાન એક પદાર્થનું ઑક્સિડેશન અને બીજાનું રિડક્શન થાય છે. શરૂઆતમાં ઑક્સિડેશન એટલે…

વધુ વાંચો >

રિડપાથ, ઇયાન (Ian  Ridpath) (જ. 1 મે 1947, એસેક્સ, યુનાઈટેડ કિંગડમ) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી અને પ્રખ્યાત વિજ્ઞાનલેખક.  વિશેષત: ખગોળ અને અંતરીક્ષ સંબંધિત વિષયોના લોકભોગ્ય લેખક અને ટીવી અને રેડિયો-પ્રસારક (broadcaster). બીબીસીની ‘બ્રેકફાસ્ટ ટાઇમ’ તથા અન્ય ટીવીની ચૅનલો પર તેમના કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિયમિત આવે છે. રેડિયો પર ‘સાયન્સ નાઉ ઍન્ડ ટુડે’, ‘જૉન ડન શો’…

વધુ વાંચો >

રિત્સોસ, યૅનિસ (જ. 1 મે 1909; અ. 1990) : આધુનિક ગ્રીક કવિ. તેમનાં ‘ઍપિટાફિયૉસ’ (1936) અને ‘રોમિયોસિની’ કાવ્યો વીસમી સદીમાં ઘેર ઘેર જાણીતાં થયેલાં. સંગીતકાર માઇકિસ થિયૉડૉરેકિસે આ કાવ્યોને સંગીતથી મઢ્યાં છે. ડાબેરી મતવાળી રાજકીય ચળવળો સાથે તેમનું સર્જન ગાઢ સંબંધ ધરાવે છે. તેમનાં રાજકીય મતમતાંતરને લીધે તેમને 1948–52 અને 1967માં – બે વાર કેદમાં…

વધુ વાંચો >

રિપ્લે, રૉબર્ટ (જ. 1893, સાન્ટા રૉસા, કૅલિફૉર્નિયા; અ. 1949) : અમેરિકાના સુખ્યાત ચિત્રાંકનકાર, કાર્ટૂનિસ્ટ અને લેખક. કબરોના પથ્થરોને પૉલિશ કરવાની કામગીરીથી તેમણે જીવનની શરૂઆત કરી. 1909થી 1913 દરમિયાન તેમણે સાનફ્રાન્સિસ્કોમાં જુદાં જુદાં અખબારોમાં બહુવિધ કામગીરી બજાવી. 1913માં ‘ગ્લોબ’ અખબારની કામગીરી સંભાળવા તેઓ ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. પોતાનું મૂળ નામ ‘લૅરૉય રિપ્લે’ હતું તે બદલી ‘રૉબર્ટ રિપ્લે’…

વધુ વાંચો >

રિફેક્ટરી : ખ્રિસ્તી સાધુઓના ધર્મપ્રવચન માટેની પીઠિકા. તેનો શાબ્દિક અર્થ ખ્રિસ્તી મૉનેસ્ટરી (સાધુઓનો મઠ) અને કૉન્વેન્ટ (સાધ્વીઓનો મઠ) સાથે સંકળાયેલ ભોજનખંડ એવો થાય છે. તેમાં એમ્બ્લો (બે કે ચાર પગથિયાં પર ઊભું કરેલું સ્ટૅન્ડ) હોય છે. ભોજન દરમિયાન એમ્બ્લોએ જઈને સંતોના જીવનચરિત્રનું અને અન્ય ધાર્મિક વાંચન થતું હોય છે. રિફેક્ટરી સામાન્ય રીતે ક્લૉઇસ્ટર(મઠનો ખુલ્લો ચોક)ની…

વધુ વાંચો >

રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે. થૉમસ પરમાર

વધુ વાંચો >

રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ) (જ. 28 મે 1932, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નાટ્યલેખક. બ્રુકલિન કૉલેજ – ન્યૂયૉર્ક ખાતે શિક્ષણ – 1950–51; યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગમાંથી બી.બી.એ. – 1954; એમ. લિટ્. – 1958; પીએચ.ડી. – 1962. યુ.એસ. સેનાદળમાં કામગીરી બજાવી – 1954–56. ઓહાયોની ઑટરબેન કૉલેજમાં અંગ્રેજીના સહાયક-પ્રાધ્યાપક – 1962–63. તેમને મળેલાં સન્માનો આ પ્રમાણે છે : ઓબી એવૉર્ડ…

વધુ વાંચો >

રિબેકાઇટ (riebeckite = crocidolite) : ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. રાસા. બંધારણ : Na2Fe32+ Fe23+ Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબા, પ્રિઝમૅટિક, લંબાઈને સમાંતર રેખાંકિત; દળદાર, રેસાદાર, સ્તંભાકાર, દાણાદાર. યુગ્મતા : (100) ફલક પર, સાદી પત્રવત્. પારભાસકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) પૂર્ણ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય, રેશમી. રંગ :…

વધુ વાંચો >