રિગ્લી, વિલિયમ્સ, જુનિયર (જ. 1861, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 1932) : ચૂઇંગ-ગમના અમેરિકન ઉત્પાદક. તેમના પિતાની સાબુ-ઉત્પાદનની કંપની હતી; ત્યાં તેમણે સેલ્સમૅન તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ શિકાગો ગયા અને પોતાના માલના વેચાણ માટે ચૂઇંગ-ગમ આપવા લાગ્યા. મનભાવન અને લોકભોગ્ય સ્પિરમિન્ટનો સ્વાદ ધરાવતા ચૂઇંગ-ગમના વેચાણમાં 1899માં તેમને ખૂબ સફળતા મળી, પરિણામે તેમણે આ…

વધુ વાંચો >

રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ. (જ. 30 ઑક્ટોબર 1895, ઑરેન્જ, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 23 ફેબ્રુઆરી 1973, લેકવિલે, કનેક્ટિક્ટ, યુ.એસ.) : 1956ના આન્ડ્રે ફ્રેડેરિક કોર્નન્ડ તથા વર્નર ફોર્સમન સાથેના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકવિજેતા. આ અમેરિકન તબીબની ટુકડીને હૃદયમાં નિવેશિકા (catheters) નાંખીને તપાસ કરવાની પદ્ધતિના વિકાસ માટે તથા રુધિરાભિસરણતંત્રમાં થતા વ્યાધિજન્ય વિકારોના અભ્યાસ માટે આ…

વધુ વાંચો >

રિચમંડ (1) : બૃહદ્ લંડન વિસ્તારનો એક શહેરી વિભાગ. તે લંડનના બહારના ભાગમાં આવેલો મ્યુનિસિપલ અધિકૃત વહીવટી વિભાગ છે. સ્થાનિક દૃષ્ટિએ તે ‘રિચમંડ અપૉન ટેમ્સ’ તરીકે ઓળખાય છે. આ વિભાગ ટેમ્સ નદીની બંને બાજુ વિસ્તરેલો છે. તેમાં જૂના બર્નેસ, ટ્વિકનહામ, કેવ, ટેડિંગટન અને હેમ્પ્ટનનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે તે નિવાસી જિલ્લા તરીકે…

વધુ વાંચો >

રિચર્ડ-2 (જ. 6 જાન્યુઆરી 1367, બોરડોક્સ, અ. ફેબ્રુઆરી 1400, પોન્ટિફ્રેક્ટ, યૉર્કશાયર) : 1377થી 1399 સુધી ઇંગ્લૅન્ડનો રાજા. તે એડવર્ડ ધ બ્લૅક પ્રિન્સનો પુત્ર અને રાજા એડવર્ડ ત્રીજાનો પૌત્ર હતો. રિચર્ડ તેના દાદાની ગાદીએ જૂન 1377માં બેઠો ત્યારે તે 10 વર્ષનો એટલે સગીર હતો. તેથી તેના કાકા જૉન ઑવ્ ગોન્ટ અને કેટલાક ઉમરાવો શાસન કરતા હતા.…

વધુ વાંચો >

રિચર્ડસન અને કૉમ્પ્ટન પ્રયોગ : ફોટોઇલેક્ટ્રૉનના વેગ અને ઊર્જાની જાણકારીને લગતો પ્રયોગ. પ્રકાશને સંવેદનશીલ એવી ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રૉનને ફોટોઇલેક્ટ્રૉન કહે છે. આવા ફોટોઇલેક્ટ્રૉન કેટલા વેગ અને કેટલી ઊર્જાથી ઉત્સર્જિત થાય છે તે લાંબા સમયથી ચાલતો આવતો કોયડો હતો. 1912માં રિચર્ડસન અને કૉમ્પ્ટને નિર્ણાયક રીતે ચોક્કસ પ્રયોગો કર્યા.…

વધુ વાંચો >

રિચર્ડસન, ઓવેન વિલાન્સ (સર) (જ. 26 એપ્રિલ 1879, ડ્યુસબરી, યૉર્કશાયર; અ. 15 ફેબ્રુઆરી 1959, એલ્ટૉન, હૅમ્પશાયર) : તાપાયનિક (ઉષ્મીય) ઘટનાને લગતા કાર્ય બદલ જેમને 1928નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તે બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. રિચર્ડસને શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું. 1906–1913 સુધી યુ.એસ.ની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. આ દરમિયાન લંડનની કિંગ્ઝ…

વધુ વાંચો >

રિચર્ડસન, ટૉમ (જ. 11 ઑગસ્ટ 1870, બાઇફ્લીટ, સરે; અ. 2 જુલાઈ 1912, સેંટ ઝાં દ આર્વે, ફ્રાન્સ) : ઇંગ્લૅન્ડના કુશળ ક્રિકેટ-ખેલાડી. તેઓ સુદૃઢ બાંધો ધરાવતા ઝડપી ગોલંદાજ હતા. 1890ના દાયકામાં તેઓ કારકિર્દીની ટોચે હતા, ત્યારે તેઓ વિશ્વના સુંદર ગોલંદાજ લેખાતા હતા. 1892માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પછીના જ વર્ષે 15.40ની સરેરાશથી 174 વિકેટો ઝડપી.…

વધુ વાંચો >

રિચર્ડસન, રિચી (જ. 7 માર્ચ 1952, ફાઇવ આઇલૅન્ડ્ઝ, ઍન્ટીગ્વા, વેસ્ટ ઇંડિઝ) : ઍન્ટીગ્વાના ક્રિકેટ-ખેલાડી. તેઓ અત્યંત પ્રભાવશાળી જમણેરી બૅટ્સમૅન બન્યા. તેઓ તેમના સાથી વિવિયન રિચડર્ઝના પગલે વેસ્ટ ઇંડિઝના કપ્તાન બન્યા. તેઓ દૃઢ નિર્ણયશક્તિ ધરાવતા હતા અને તેમણે વેસ્ટ ઇંડિઝનાં રાષ્ટ્રોમાં કપ્તાન તરીકેની કારકિર્દીનો સફળતાપૂર્વક આરંભ કર્યો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1983–93 :…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ (જ. 26 ફેબ્રુઆરી 1893, સૅન્ડબૅચ, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 7 સપ્ટેમ્બર 1979, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : આંગ્લ વિવેચક, કવિ અને વિદ્વાન શિક્ષક. કાવ્યવાચનની નવી રીતિ વિકસાવવામાં તેઓ અત્યંત પ્રભાવક પરિબળ બની રહ્યા અને તેમના અભિગમના પરિણામે ‘ન્યૂ ક્રિટિસિઝમ’ એટલે કે નવ્ય વિવેચનાની સંકલ્પના પ્રચલિત બની. તેઓ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા. તેમની દૃઢ માન્યતા હતી કે…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William) (જ. 31 જાન્યુઆરી 1868, જર્મન ટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 એપ્રિલ 1928, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : માત્રાત્મક (quantitative) રાસાયણિક વિશ્લેષણ દ્વારા સાપેક્ષ પરમાણુભારના ચોક્કસ (accurate) નિર્ધારણ માટેના પ્રખ્યાત યુ.એસ. વૈશ્લેષિક રસાયણવિદ. 60 જેટલાં તત્વોના પરમાણુભાર અંગેના સંશોધન અને સમસ્થાનિકોના અસ્તિત્વ માટેના સૂચન બદલ તેમને 1914ના વર્ષનો રસાયણશાસ્ત્ર વિષય માટેનો…

વધુ વાંચો >