રાવ, રેખા (જ. 1947, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. પોતાના પિતા અને આધુનિક ભારતીય ચિત્રકલાના એક પ્રમુખ કલાકાર કે. કે. હેબ્બરના હાથ નીચે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ઑસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, વડોદરા, બૅંગાલુરુ, મુંબઈ અને દિલ્હીમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. તેમને 1975 અને ’76માં હૈદરાબાદ આર્ટ સોસાયટીના તથા 1977માં ઉત્તર પ્રદેશ લલિત કલા અકાદમીના…

વધુ વાંચો >

રાવલ, ઇન્દ્રશંકર (જ. 2 સપ્ટેમ્બર 1920, પોરબંદર; અ. 29 ઑગસ્ટ 2002, ગાંધીનગર) : સ્વાતંત્ર્યસેનાની, સંશોધક, વિદ્યાવ્યાસંગી અને અધ્યાત્મવાદી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સંસ્કારી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ખોડીદાસ એકેશ્વરવાદી શિવોપાસક, કમ્પાઉન્ડર; નૉન-મેટ્રિક છતાં અંગ્રેજી અને લૅટિનનો ભારે શોખ તથા ચિત્રકાર. વૈષ્ણવ પુદૃષ્ટિ સંપ્રદાયમાં માનનાર, ચુસ્ત ગાંધીભક્ત માતા ધનલક્ષ્મી ધારાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયેલાં અને ગોધરામાં ‘સ્ત્રી…

વધુ વાંચો >

રાવલ, જનાર્દન (જ. 8 માર્ચ 1937, સુરેન્દ્રનગર) : જાણીતા સંગીતજ્ઞ અને પાર્શ્ર્વગાયક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ચૌધરી હાઇસ્કૂલ – રાજકોટ, ધર્મેન્દ્રસિંહ કૉલેજ – રાજકોટ અને સરકારી લૉ કૉલેજ  મુંબઈમાં લીધું. ત્યારબાદ 1961થી 1973 સુધી ગુજરાત રાજ્યની ચૅરિટી કમિશનરની કચેરીમાં કામ કર્યું. 1978થી 1994 સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમ, ગાંધીનગર ખાતે જનસંપર્ક અધિકારીપદે સેવા આપી…

વધુ વાંચો >

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ (જ. 18 ફેબ્રુઆરી 1944, સૂરત) : જાણીતાં નૃત્યાંગના અને નૃત્ય-શિક્ષિકા. જીવનભારતી (સૂરત) શાળામાં અભ્યાસ કરીને 1960માં એસ.એસ.સી. થયાં. મોટાં બહેન કુ. ભક્તિબહેન શાહ (ચિત્રકાર) સાથે મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી પેઇન્ટિંગ્સ તેમજ 3 વર્ષની શિલ્પકલાની પરીક્ષા પાસ કરી. 6 વર્ષ સુધી નૃત્યનિકેતનમાં ગુરુજી કટ્ટીકૃષ્ણન્ પાસે કથકલી તેમજ ભરતનાટ્યમની સઘન…

વધુ વાંચો >

રાવલપિંડી : રાજકીય વિભાગ : પાકિસ્તાનના ઈશાન ભાગમાં આવેલો રાજકીય એકમ. આ વિભાગમાં રાવલપિંડી, જેલમ, ગુજરાત અને અટક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતી સૉલ્ટ રેન્જ (ગિરિમાળા) આ એકમને બે વિભાગોમાં વહેંચી નાખે છે : ગિરિમાળાની અગ્નિદિશા તરફ ગુજરાત(પાકિસ્તાન)નો વિસ્તાર તથા ઉત્તર તરફના થોડા ભાગને બાદ કરતાં બાકીના ત્રણ જિલ્લાનો સમાવેશ કરતો પોટવારનો ઉચ્ચપ્રદેશ.…

વધુ વાંચો >

રાવલ, હર્ષદા જનાર્દન (જ. 15 ઑક્ટોબર 1941, અમદાવાદ) : ગુજરાતનાં પાર્શ્ર્વગાયિકા અને સુગમ સંગીતનાં અગ્રગણ્ય ગાયિકા. તેમણે દીવાન બલ્લુભાઈ શાળામાં તથા ગુજરાત કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધેલું. તેઓ તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયાં છે. અભ્યાસકાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલમાં સુગમ સંગીત ગાયનમાં તેમણે સતત 4 વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવેલું. તેમણે તેમના સુમધુર કંઠ વડે…

વધુ વાંચો >

રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. કૉલેજકાળ…

વધુ વાંચો >

રાવ, વી. કે. આર. વી. (જ. 8 જુલાઈ 1908, કાંચિપુરમ; અ.  25 જુલાઈ 1991, બૅંગાલુરુ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી. આખું નામ વિજયેન્દ્ર કસ્તૂરીરંગા વરદરાજ. પિતાનું નામ કસ્તૂરીરંગમ્ અને માતાનું નામ ભારતી. પ્રાથમિક શિક્ષણ અમેરિકન અર્કોટ મિશન સ્કૂલ, ટિંડિવનમ, તામિલનાડુ ખાતે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી 1923માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને…

વધુ વાંચો >

રાવસાહેબ : ચલચિત્ર. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-વર્ષ : 1986. નિર્માતા : પેહલાજ બજાજ. દિગ્દર્શિકા : વિજયા મહેતા. કથા : જયવંત દળવી. છબિકલા : અદીપ ટંડન. સંગીત : ભાસ્કર ચંદાવરકર. મુખ્ય કલાકારો : અનુપમ ખેર, વિજયા મહેતા, નીલુ ફુલે, તન્વી, મંગેશ કુલકર્ણી. જયવંત દળવીના એક લોકપ્રિય નાટક ‘બૅરિસ્ટર’ (1977) પર આધારિત આ ચિત્ર ભારતમાંની વિધવાઓની…

વધુ વાંચો >

રાવ, સી. રાજેશ્વર (જ. 6 જૂન 1914, મંગલપુરમ્; અ. 9 એપ્રિલ 1994) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. પિતા સુબૈયા અને માતા રંગામ્મા. જૂન 1950માં રણદિવેને સ્થાને તેમને ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા. જોકે આ હોદ્દા પરથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય ખેતમજૂર યુનિયનના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. 1964થી ’90નાં…

વધુ વાંચો >