રાવ, સી. રાધાકૃષ્ણ (જ. 10 સપ્ટેમ્બર 1920, હદગાલી, કર્ણાટક) : ભારતના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને ગણિતજ્ઞ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી 1940માં બી.એ. (ઑનર્સ) થયા. તે પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઈને 1943માં એમ.એ.ની ઉપાધિ મેળવી. વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1948માં પીએચ.ડી. અને 1965માં…

વધુ વાંચો >

રાવ, સુખલતા (જ. 1886, કોલકાતા; અ. 1969) : બંગાળી કલાકાર અને વાર્તાકાર. ઉપેન્દ્રકિશોર રાયચૌધરીનાં પુત્રી. બ્રહ્મો બાલિકા શિક્ષાલય અને બેથુન કૉલેજ, કોલકાતામાં અભ્યાસ. ડૉ. જયન્ત રાવ સાથે લગ્ન કર્યા પછી મોટેભાગે કટકમાં રહ્યાં. ત્યાં તેમણે ‘શિશુ ઓ માતૃમંગલ’ અને ‘ઊડિયા નારી સેવા સંઘ’ની સ્થાપના કરી. તેમણે બાળકો અને મહિલાઓ માટે બજાવેલ સેવાકાર્ય બદલ ભારત સરકારે…

વધુ વાંચો >

રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’ (જ. 1 જાન્યુઆરી 1912, અમરેલી; અ. 18 નવેમ્બર 1988, અમદાવાદ) : સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ સમભાવશીલ અને સમતોલ વિવેચક તથા સંપાદક. વતન સૌરાષ્ટ્રનું વળા (વલભીપુર). બે વર્ષની વયે માતાનું અવસાન થતાં દાદીમા દ્વારા ઉછેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. 1928માં મેટ્રિક. 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.. યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રાવળ, છગનલાલ (જ. 12 માર્ચ 1859, લુણાવાડા; અ. 8 ઑગસ્ટ 1947) : પ્રાચીન ગુજરાતી કાવ્યોના સંશોધક અને સંગ્રાહક-સંપાદક તથા અનુવાદક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. લુણાવાડાના વતની. પિતા વિદ્યારામ. માતા ઝવેરબાઈ. 1881માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી તેઓ કેળવણી ખાતામાં જોડાયા અને 1915માં નિવૃત્ત થયા. તેમણે શિક્ષક તરીકે કામ કરવા સાથે પ્રાચીન…

વધુ વાંચો >

રાવળ, દિનેશ (જ. 4 ઑગસ્ટ 1934, કરાંચી) : ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક. તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ. મામા રેવાશંકર પંચોલી કરાંચીમાં ફિલ્મ-વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. નાના મામા દલસુખ પંચોલીનો લાહોરમાં સ્ટુડિયો હતો, જ્યાં હિન્દી ફિલ્મોનું નિર્માણ થતું હતું. મોસાળ પક્ષ સિનેમાના સર્જન અને વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી નાનપણથી જ દિનેશ રાવળને પણ એ વાતાવરણ…

વધુ વાંચો >

રાવળ, પ્રજારામ નરોત્તમ (જ. 3 મે 1917, વઢવાણ; અ. 28 એપ્રિલ 1991, સુરેન્દ્રનગર) : ગુજરાતી કવિ, અનુવાદક, આયુર્વેદના અધ્યાપક અને ચિકિત્સક. પ્રાથમિક શિક્ષણ વતન વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની જ દાજીરાજ હાઇસ્કૂલમાં. ત્યાંથી મેટ્રિક થઈ 1941માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી પ્રથમ વર્ગ મેળવી સ્નાતક. પછી એક વર્ષ ઉમેદવાર તરીકેની આવદૃશ્યક તાલીમ લેવા વડોદરામાં…

વધુ વાંચો >

રાવળ, પ્રતિભા રસિકલાલ (જ. 15 સપ્ટેમ્બર 1939) : ગુજરાતનાં અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શક. તેઓ નિરાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ઇકોનૉમિક્સ અને પોલિટિક્સના વિષયો સાથે બી.એ.ની ડિગ્રી તથા નાટ્યનો ડિપ્લોમા મેળવ્યાં છે. છેલ્લાં 40 વર્ષથી તેઓ રંગભૂમિ સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે. લગભગ 15 જેટલાં નાટકોનું દિગ્દર્શન તેમણે કર્યું છે. સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, પ્રયોગાત્મક, પ્રહસનાત્મક વગેરે…

વધુ વાંચો >

રાવળ, રવિશંકર મહાશંકર (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ, વઢવાણ, પોરબંદર ઇત્યાદિ સ્થળોનો અનુભવ…

વધુ વાંચો >

રાવળ, રસિક દુર્ગાશંકર (જ. 21 ઑગસ્ટ 1928; સાર્દોઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. સ્નાતક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની ભીંતચિત્ર માટેની એક વર્ષની શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) મળતાં એક વર્ષ વધુ અભ્યાસ કર્યો. રસિક રાવળની ચિત્રશૈલી પર બંગાળ શૈલીની કલા અને રવિશંકર રાવળની અસર છે.…

વધુ વાંચો >

રાવળ, શંકરપ્રસાદ છગનલાલ (જ. 26 જાન્યુઆરી 1887, વડોદરા; અ. 24 એપ્રિલ 1957) : ગુજરાતી સાહિત્યના સંશોધક, સંપાદક, ચરિત્રકાર. વડોદરાના વતની. કુટુંબનો ધંધો ખેતીનો. એમની 9 વર્ષની વયે પિતાનું અવસાન થયું અને કુટુંબના નિર્વાહનો ભાર માતા જડાવબાઈને માથે રહ્યો. 5 વર્ષની ઉંમરે વડોદરામાં ગુજરાતી નિશાળમાં 3 ધોરણો પૂરાં કરી આગળ અભ્યાસ કરવા બહેનને ત્યાં ભરૂચ ગયા.…

વધુ વાંચો >