રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442  આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે…

વધુ વાંચો >

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી અને 1958-59 દરમિયાન યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી ભાગવત’ અનુસાર વિષ્ણુના પાર્ષદ જય-વિજય…

વધુ વાંચો >

રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે સમયના ગોંડલ રાજ્યમાં પિતાની નોકરી…

વધુ વાંચો >

રાવ પૂંજો (શાસનકાળ ઈ. સ. 1404-1428) : ઇડરના રાવ રણમલ્લનો પુત્ર. તે પિતાના જેવો જ પરાક્રમી, શૂરવીર ને મહત્વાકાંક્ષી હતો. તે ગાદીએ બેઠો ઈ. સ. 1404માં. એણે અહમદશાહ 1લા સામે બળવો કરનારા અમીરોને સાથ આપ્યો. બળવાખોર ફીરોજખાન અને તેનો ભાઈ હેબતખાન છ હજારના સૈન્ય સાથે રાવ પૂંજા સાથે ભળી ગયા. ઇડરથી થોડે દૂર આવેલા લશ્કરી…

વધુ વાંચો >

રાવ, બી. એન. (સર) (જ. 26 ફેબ્રુઆરી 1887; અ. 30 નવેમ્બર 1953, ઝુરિચ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. આખું નામ : બેનિગલ નરસિંહ રાવ. ચેન્નાઈ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજ તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1910માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. 1919-20 દરમિયાન મુર્શિદાબાદના અને 1920-25 દરમિયાન સિલ્હટ અને કચારના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે…

વધુ વાંચો >

રાવ, મધુસૂદન (જ. 1853, પુરી, ઓરિસા; અ. 1912) : ઊડિયા કવિ, અનુવાદક તથા નિબંધકાર. તેમણે નિબંધકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જેમાં તેમણે નૈતિક મૂલ્યો અને તત્વજ્ઞાનવિષયક વિચારો રજૂ કર્યા. 1873માં તેમણે કેટલીક સંસ્કૃત અને અંગ્રેજી ગદ્ય અને પદ્યની રચનાઓનો અનુવાદ કર્યો. ‘કવિતાવલિ’ નામક કાવ્યસંગ્રહના બે ગ્રંથો 1873 અને 1874માં પ્રગટ થયા, જેનાથી ઊડિયા ઊર્મિકાવ્યનો…

વધુ વાંચો >

રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’) (1958) એ આંધ્રના 200 જેટલા…

વધુ વાંચો >

રાવ રણમલ (શાસનકાળ ઈ. સ. 1346-1404) : ઇડરના રાઠોડ વંશનો પ્રતાપી રાજા. તે મારવાડના રાઠોડ સોનગજીના વંશજ ખરહતજીનો પુત્ર હતો. રાવ રણમલ ઇડરની ગાદીએ આવ્યો ત્યારે પાટણમાં દિલ્હીના સુલતાનોના સૂબા(નાઝિમ)ઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. જોકે તેઓની વચ્ચે અવારનવાર સત્તાની ખેંચતાણ ચાલ્યા કરતી હતી. આવી સ્થિતિમાં રણમલે ઇડરને મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા. આમ તો ઇડર…

વધુ વાંચો >

રાવ, રાજલક્ષ્મી એન. (જ. 1934) : કન્નડ ભાષાનાં મહિલા-વાર્તાકાર. 1950ના દશકાના પૂર્વાર્ધમાં તેમણે લખવાનો પ્રારંભ કર્યો. ‘સંગમ’ (1956) નામનો તેમનો એક જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે; 1985માં તેનું પુનર્મુદ્રણ થયું ત્યાં સુધી તે અપ્રાપ્ય હતો. તેમાં 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. કન્નડ ભાષાના ખૂબ જાણીતા લેખક બી. એમ. શ્રીકાન્તૈનાં તેઓ પ્રપૌત્રી થાય. મૈસૂર યુનિવર્સિટીમાંથી સ્નાતક…

વધુ વાંચો >