રાવ, સી. રાજેશ્વર

January, 2003

રાવ, સી. રાજેશ્વર (જ. 6 જૂન 1914, મંગલપુરમ્; અ. 9 એપ્રિલ 1994) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. પિતા સુબૈયા અને માતા રંગામ્મા.

જૂન 1950માં રણદિવેને સ્થાને તેમને ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા. જોકે આ હોદ્દા પરથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય ખેતમજૂર યુનિયનના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. 1964થી ’90નાં વર્ષો દરમિયાન સમાજવાદી પક્ષની અગ્રિમ હરોળમાં રહી પક્ષનું કામ કર્યું. 1974માં તેમને સોવિયેત સંઘનો ઑર્ડર ઑવ્ લેનિન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સી. રાજેશ્વર રાવ

પક્ષમાંની કારકિર્દી સાથે તેઓ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા ગ્રંથનું માધ્યમ પસંદ કરતા હતા. આથી ‘હિસ્ટૉરિક તેલંગણા સ્ટ્રગલ’, ‘સમ યૂઝફુલ લેસન્સ’, ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ ઇન્ડિયાઝ એગ્રેરિયન સેક્ટર’ અને ‘લેનિન્સ ટીચિંગ્ઝ ઍન્ડ અવર ટૅક્ટિક્સ’ જેવા ગ્રંથો રચ્યા.

રક્ષા મ. વ્યાસ