Posts by Jyotiben
યાદવ, લાલુપ્રસાદ
યાદવ, લાલુપ્રસાદ (જ. 2 જૂન 1948, ફુલવારિયા, ગોપાલગંજ, જિ. બિહાર) : આધુનિક ભારતના રાજકારણમાં દાવપેચની રાજનીતિમાં માહેર બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી. વિદ્યાર્થી-અવસ્થામાં વિદ્યાર્થી- ચળવળમાં સક્રિય બન્યા ત્યારથી રાજકારણના રંગે રંગાયા. પટણા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે 1974માં શરૂ કરેલ જનઆંદોલન દ્વારા બિહાર રાજ્યમાં રાજનેતાઓનો જે ફાલ પેદા કર્યો તેમાં લાલુપ્રસાદ…
વધુ વાંચો >યાદવાસ્થળી
યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી લડી મર્યા. મહાભારતનું મૌસલપર્વ આ…
વધુ વાંચો >યાદવો
યાદવો : ભારતયુદ્ધ અગાઉ થયેલા યયાતિ અને દેવયાનીના પુત્ર રાજા યદુના વંશજો. યાદવવંશ મહત્વનો વંશ હતો. યાદવોની વંશાવળી હરિવંશ તથા અગિયાર પુરાણોમાંથી મળે છે; પરંતુ વાયુપુરાણ અને બ્રહ્માંડપુરાણની વંશાવળીઓ સારી રીતે જળવાયેલી છે. શ્રીકૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી યાદવો વિશેની માહિતી મહાભારતમાંથી મળે છે. ખાસ કરીને યાદવોનું મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર, ભારતયુદ્ધમાં તેમનો…
વધુ વાંચો >યાદૃચ્છિક પ્રક્રિયાઓ (stochastic random processes)
યાદૃચ્છિક પ્રક્રિયાઓ (stochastic random processes) ભૌતિક ર્દષ્ટિએ યાદૃચ્છિક પ્રક્રિયા અમુક રાશિની કિંમતમાં સમય અથવા સ્થળ અનુસાર યાદૃચ્છિક રીતે થતી વધઘટનો સંભાવના સિદ્ધાંત દ્વારા થતા અભ્યાસનો નિર્દેશ કરે છે. સૌપ્રથમ યાદૃચ્છિક પ્રક્રિયા અને તેની સાથે સંબંધિત પદોની વ્યાખ્યા જોવી જરૂરી છે. ધારો કે X સંભાવના અવકાશ (Ω, ℑ, P) પર વ્યાખ્યાયિત એક યાદૃચ્છિક ચલ છે. અહીં…
વધુ વાંચો >યાદેં
યાદેં : વિશ્વનું એકમાત્ર એકપાત્રીય ચલચિત્ર. હિંદી, રંગીન. નિર્માણવર્ષ : 1964; નિર્માણસંસ્થા : અજન્ટા આર્ટ્સ; કથા : નરગિસ; પટકથા : ઓમકાર સાહિબ; સંવાદ : અખતર-ઉલ-અમાન; ગીતકાર : આનંદ બક્ષી; છબિકલા : રામચંદ્ર; સંગીત : વસંત દેસાઈ; દિગ્દર્શક : સુનીલ દત્ત; મુખ્ય કલાકારો : સુનીલ દત્ત, નરગિસ. નિર્માતા–અભિનેતા સુનીલ દત્તે જ્યારે પ્રથમ વાર દિગ્દર્શન પર હાથ…
વધુ વાંચો >યાદેં
યાદેં (1961) : ઉર્દૂ કવિ અખ્તર-ઉલ-ઈમાન રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ પરંપરાગત ગઝલ-લેખનથી કર્યો હતો; પણ આ પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં એક પણ ગઝલનો સમાવેશ નથી. 1942થી 1961 સુધીના લાંબા ગાળાને આવરી લેતા આ પુસ્તકમાં ‘ગિરદાબ’, ‘તારિક : સય્યારા’ અને ‘આબે જૂ’ જેવા તેમના અગાઉના કાવ્યસંગ્રહોનાં…
વધુ વાંચો >યાન-ટેલર અસર (Jahn-Teller effect)
યાન-ટેલર અસર (Jahn-Teller effect) : કેટલીક સ્ફટિક ક્ષતિઓની, અને કેટલાક કિસ્સામાં સમગ્ર સ્ફટિકની, જાલક (lattice) સંરચનામાં તો વળી કેટલાક અણુઓની સંરચનામાં જોવા મળતી એવી નાની વિકૃતિ કે જે સમમિતિ ઘટાડે છે અને ઇલેક્ટ્રૉનીય અપહ્રાસ(degeneracy)ને દૂર કરે છે. સંક્રાંતિ ધાતુ આયનો અને તેમનાં સંકીર્ણો તેમની જલાન્વીકરણ ઉષ્મા (heats of hydration), જાલક ઊર્જા (lattice energy), સ્ફટિક ત્રિજ્યા…
વધુ વાંચો >યાન-નયન (navigation)
યાન-નયન (navigation) : કોઈ યાનને, મુખ્યત્વે સમુદ્રમાંના વહાણને યોગ્ય દિશાનિર્દેશ આપવા માટેનું વિજ્ઞાન. યાન-નયન એ યાનનાં સ્થાન, તેનો ગતિમાર્ગ અને તે દ્વારા કપાયેલા અંતરને ધ્યાનમાં લઈને તેનો માર્ગ સૂચવવાનું જ્ઞાન આપે છે. આ પ્રકારના જ્ઞાન વડે સામાન્ય રીતે દરિયામાં હંકારાતાં વહાણોને માર્ગ બતાવાય છે. યાન દ્વારા અન્ય યાન (વહાણ) સાથે અથડાયા વિના કેમ આગળ જઈ…
વધુ વાંચો >યાનામ
યાનામ : કેન્દ્રશાસિત પૉંડિચેરી(પુદુચેરી)નો એક ભાગ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વકાંઠે બંગાળના ઉપસાગર પર આવેલો નાનકડો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 43´ ઉ.અ. અને 80° 05´ પૂ. રે. પરનો માત્ર 30 ચોકિમી. જેટલો પ્રદેશ ધરાવે છે. ગોદાવરી નદી અને કારિંગા નદી જ્યાંથી અલગ પડે છે તે સ્થાન પર યાનામ આવેલું…
વધુ વાંચો >યાપ ટાપુઓ
યાપ ટાપુઓ : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં કૅરોલિન ટાપુઓના એક ભાગરૂપ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 31´ ઉ. અ. અને 138° 06´ પૂ. રે. તે મધ્ય ફિલિપાઇન્સથી પૂર્વમાં આશરે 1,600 કિમી. અને જાપાનના યોકોહામાથી દક્ષિણમાં આશરે 3,200 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુસમૂહ 4 મોટા અને 10 નાના ટાપુઓથી બનેલો છે. મોટા ટાપુઓમાં યાપ (સૌથી…
વધુ વાંચો >