યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી (જ. 8 ઑગસ્ટ 1913, ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર; અ. 3 જાન્યુઆરી 1991) : ગુજરાતના સાહિત્યકાર અને શિક્ષણકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. શામળદાસ કૉલેજ ભાવનગરમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે 1936માં બી.એ. અને 1939માં એમ.એ. મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત. તે પછી રૂઇયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક, 1940માં મુખ્ય અધ્યાપક. 1948માં પુણેના શિક્ષણ-પ્રસારક મંડળમાં આજીવન…

વધુ વાંચો >

યાજ્ઞિક, અલકા (જ. 20 માર્ચ 1966 કોલકાતા) : હિંદી ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. બાસુ ચૅટરજીના દિગ્દર્શન હેઠળ હિંદી ચલચિત્ર ‘હમારી બહૂ અલકા’ માટે એક ગીત ગાઈને તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ પહેલાં તેઓ ‘પાયલ કી ઝનકાર’ (1979) ચિત્ર માટે પણ કેટલીક પંક્તિઓ ગાઈ ચૂક્યાં હતાં. જોકે એક ગાયિકા તરીકે તેમને પહેલી સફળતા ‘લાવારિસ’(1981)ના લોકપ્રિય ગીત ‘મેરે…

વધુ વાંચો >

યાજ્ઞિક, ઇન્દુલાલ (જ. 22 ફેબ્રુઆરી 1892, નડિયાદ; અ. 17 જુલાઈ 1972, અમદાવાદ) : પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિ:સ્પૃહ રાજકીય નેતા. પિતા કનૈયાલાલ અને માતા મણિગૌરી. 1903માં 11 વર્ષની વયે જ્ઞાતિની સભામાં અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી તેમણે તેમની પ્રતિભાનો ચમકારો દર્શાવ્યો હતો. મુંબઈમાં પ્લેગ ફેલાતો અટકાવવાની જાહેર સેવા દરમિયાન પિતાએ પ્રાણ છોડ્યા ત્યારે તેઓ 11 વર્ષના…

વધુ વાંચો >

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર (જ. 3 નવેમ્બર 1943, મુંબઈ) : નાટ્યકાર, કવિ, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા. તેમણે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યવિદ્યાની તાલીમ લીધી. પૃથ્વીરાજ કપૂર, પ્રેમશંકર યાજ્ઞિક અને પ્રવીણ જોષી તેમજ હેમુ ગઢવી પાસેથી અભિનય તથા સંગીતની પ્રેરણા મેળવી. તેમણે આકાશવાણી – રાજકોટમાં કાર્યક્રમ-ઉદઘોષક તરીકે…

વધુ વાંચો >

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ (જ. 21 સપ્ટેમ્બર 1895, નડિયાદ, ગુજરાત; અ. 11 ડિસેમ્બર 1960, મુંબઈ) : નાટ્યકાર, વિવેચક અને સંપાદક. વડનગરા નાગર પરિવારમાં જન્મ. મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નાના ભાઈ. તેમના પિતા તબીબ હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1917માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. અને 1920માં એ જ વિષયમાં એમ.એ.. ત્યારબાદ થોડો સમય કરાંચી…

વધુ વાંચો >

યાજ્ઞિક, હસુ (જ. 12 ફેબ્રુઆરી 1938, રાજકોટ; અ. 10 ડિસેમ્બર 2020, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને સંશોધક. આખું નામ : હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1960માં બી.એ., 1962માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ., 1972માં મધ્યકાલીન ગુજરાતી કામકથા પર પીએચ.ડી. થયા. 1963–82 દરમિયાન સુરેન્દ્રનગર, વીસનગર, અમદાવાદ અને જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. 1982થી 1996 સુધી ગુજરાત…

વધુ વાંચો >

યાત્રા : એક ધાર્મિક રિવાજ. પોતાના કાર્ય માટે કે વગર કાર્યે એક સ્થાનથી બીજા સ્થળે જવું એને પ્રવાસ કહેવાય. તે  લાંબા અંતરનો કે ટૂંકા અંતરનો હોઈ શકે છે. જ્યારે યાત્રા પુણ્ય મેળવવા માટે ધાર્મિક, પવિત્ર તીર્થોમાં જવાની પ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા યાત્રિકને હોય છે. નદી, પર્વત, મંદિર વગેરે પવિત્ર સ્થાનોમાં…

વધુ વાંચો >

યાદવ, આનંદ (જ. 30 ઑક્ટોબર 1935, કાગલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. પુણે યુનિવર્સિટીમાંથી મરાઠી અને સંસ્કૃતમાં એમ.એ., મરાઠીમાં પીએચ.ડી.. અધ્યાપનનો વ્યવસાય. પુણે યુનિવર્સિટીના મરાઠીના ભાષા-વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષપદેથી નિવૃત્ત. ગ્રામીણ લેખકો માટેની ઝુંબેશ સાથે સક્રિય સહયોગ. જુન્નર ગ્રામીણ સાહિત્ય સંમેલન (1980) તથા પ્રથમ દલિત, આદિવાસી, ગ્રામીણ સાહિત્ય સંમેલન, સક્રી(ધુલે) (1987)ના પ્રમુખ તરીકે કામગીરી.…

વધુ વાંચો >

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર (જ. 10 એપ્રિલ 1932, રતલામ, મ. પ્ર.; અ. 21 જૂન 1992) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મૂળ યુ. પી.ના ભૈયા વર્ગના યાદવે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. પ્રભાવવાદી તેમજ શોભનશૈલીએ નિસર્ગચિત્રો કરવા માટે થઈને તેઓ લોકપ્રિય થયા હતા. તેઓ વિશાળ નેત્રો અને ઘેરી ત્વચા ધરાવતી, ગ્રામીણ પરિવેશમાં…

વધુ વાંચો >

યાદવ, રાજેન્દ્ર (જ. 28 ઑગસ્ટ 1926, આગ્રા) : હિંદીના જાણીતા  સાહિત્યકાર. બાલ્યાવસ્થાથી જ પરિવારમાં સાહિત્ય અંગેનું વાતાવરણ પ્રાપ્ત થયું. પિતા મિસ્રીલાલ ઝાંસીમાં સરકારી ડૉક્ટર હતા, પરંતુ સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. માતાનું નામ તારાબાઈ. સંયુક્ત પરિવારમાં ઉછેર. પ્રાથમિક શિક્ષણ ઉર્દૂ ભાષામાં લીધા બાદ હિંદી ભાષા અને સાહિત્યનું અધ્યયન કર્યું. ઝાંસીની માધ્યમિક શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા…

વધુ વાંચો >