Posts by Jyotiben
યામ-વિશ્લેષણ (dimensional analysis)
યામ-વિશ્લેષણ (dimensional analysis) : ભૌતિકવિજ્ઞાન તથા ઇજનેરીમાં, ભૌતિક રાશિઓ(physical quantities)નું યામ અથવા પરિમાણના સંદર્ભે વિશ્લેષણ. તેને પારિમાણિક વિશ્લેષણ પણ કહે છે. ભૌતિક રાશિઓ માટે સૌપ્રથમ યામ અથવા પરિમાણનો અર્થ સમજવો જરૂરી છે. વિજ્ઞાન અને ઇજનેરીમાં પ્રચલિત યાંત્રિક (mechanical) રાશિઓને ત્રણ પ્રાથમિક રાશિઓના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. આ ત્રણ મૂળભૂત રાશિઓ છે : દળ કે…
વધુ વાંચો >યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)
યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ) (જ. 3 ઑગસ્ટ 1838, હૅગી, જાપાન; અ. 1 ફેબ્રુઆરી 1922, ટોકિયો) : જાપાનના લશ્કરી નેતા, વિચક્ષણ રાજકારણી અને વડાપ્રધાન. તેમની દીર્ઘર્દષ્ટિ અને તેમના સુનિશ્ચિત સાંગોપાંગ આયોજનને પરિણામે જાપાન વીસમી સદીમાં વિશ્વની લશ્કરી સત્તા તરીકે ઊપસી આવ્યું. તેઓ ‘જાપાની સેનાના પિતામહ’નું બિરુદ પામ્યા હતા. તેઓ ચોશુમાંથી આવેલા એક અદના સૈનિક…
વધુ વાંચો >યામામોટો, ઈસોરોકુ
યામામોટો, ઈસોરોકુ (જ. 4 એપ્રિલ 1884, નાગા ઓકા, જાપાન; અ. 18 એપ્રિલ 1943, સૉલોમન આઇલૅન્ડ્ઝ) : જાપાનના અગ્રણી નૌકા-અધિકારી. એટજિમા ખાતેની નેવલ એકૅડેમી ખાતે અભ્યાસ. 1904માં સ્નાતક. રશિયા-જાપાન યુદ્ધ (1905) દરમિયાન પાયદળના અધિકારી તરીકે ફરજ બજાવી. 1934–35 દરમિયાન, લંડન ખાતેની નેવલ કૉન્ફરન્સમાં ઍંગ્લો-અમેરિકન દરખાસ્ત અંગે જાપાનના પ્રતિનિધિ તરીકે સફળ સામનો કરી પ્રભાવશાળી રજૂઆત કરી. 1935માં…
વધુ વાંચો >યામાશિતા, ટોમોયુકી
યામાશિતા, ટોમોયુકી (જ. 1885, કોચી, જાપાન; અ. 23 ફેબ્રુઆરી 1946) : જાપાની લેફ્ટેનન્ટ જનરલ. દાક્તર પિતાના પુત્ર. તેમણે સૈન્યમાં ક્રમશ: દરજ્જાવાર બઢતી મેળવી. 1940માં ઇમ્પીરિયલ આર્મી એરફૉર્સના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ટૂંક સમયમાં જર્મનીમાં તેમણે લશ્કરી મિશનની આગેવાની લીધી. હિટલર તથા મુસોલીનીને મળ્યા અને વાયુસેનાનું પૂરેપૂરું આધુનિકીકરણ અને યાંત્રિકીકરણ ન થાય ત્યાં…
વધુ વાંચો >યામાશિતા, યાસુહીરો
યામાશિતા, યાસુહીરો (જ. 1957, ક્યુશુ, જાપાન) : જાપાનની પરંપરાગત રમત જૂડોના ખ્યાતનામ ખેલાડી. 1977થી 1985 દરમિયાન તેઓ જાપાનના વિજયપદકના સળંગ 9 વાર વિજેતા બન્યા હતા. 1984માં ઓલિમ્પિક ઓપન-ક્લાસ સુવર્ણચંદ્રકના તેમજ 1979, 1981, 1981 ઓપન ક્લાસ અને 1983 (95 કિગ્રા. ઉપરનો વર્ગ) એમ 4 વખત વિશ્વવિજેતા-પદકના વિજેતા બન્યા. 1985માં તેઓ નિવૃત્ત થયા ત્યારે 1977થી એક પણ…
વધુ વાંચો >યામાસાકી, મિનોરુ
યામાસાકી, મિનોરુ (જ. 1 ડિસેમ્બર 1912, સિયૅટલ, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકાના સ્થપતિ. સિયૅટલની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ ન્યૂયૉર્ક સિટી આવ્યા. ત્યાં તેમણે ડિઝાઇનને લગતી કામગીરી અંગેના સંખ્યાબંધ હોદ્દાઓ સંભાળ્યા. 1943થી 1945 સુધી કોલંબિયા યુનિવર્સિટીમાં સ્થાપત્યલક્ષી ડિઝાઇનના વિષયમાં અધ્યાપન કર્યું. 1945માં સ્થાપત્યની એક મોટી કંપનીમાં મુખ્ય ડિઝાઇનર તરીકે નિમાયા. સ્થાપત્ય-શૈલીના પુનરુજ્જીવન માટે પસંદગીપરક અભિગમ…
વધુ વાંચો >યામુનાચાર્ય
યામુનાચાર્ય (જ. 918, દક્ષિણ ભારત; અ. 1038) : વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના વિદ્વાન લેખક, આચાર્ય. તેમનું બીજું નામ હતું આલ વન્દાર. યમુનાતીરે વાસ કરતા દાદા નાથમુનિની ઇચ્છાથી, પિતા ઈશ્વરમુનિએ તેમનું નામ ‘યામુન’ પાડ્યું હતું. નાથમુનિ પછી, શિષ્ય-પરંપરા પ્રમાણે ક્રમશ: પુણ્ડરીક અને રામ મિશ્ર આચાર્યપદ પર આવ્યા હતા. ઈ. સ. 973માં એ પદ પર યામુનમુનિ વિરાજિત થયા. વૈષ્ણવ…
વધુ વાંચો >યામો (co-ordinates)
યામો (co-ordinates) : સંદર્ભરેખાઓ કે સંદર્ભ-બિંદુઓ સાપેક્ષે અવકાશમાં આવેલાં બિંદુઓનું સ્થાન નક્કી કરતી પદ્ધતિ તે યામપદ્ધતિ અને નિર્દેશન-માળખા(frame of reference)થી બિંદુનું સ્થાન – અંતર દ્વારા કે અંતર અને ખૂણા દ્વારા દર્શાવતો સંખ્યાગણ તે યામ. સરળ ભૂમિતિની રીતોનો બીજગણિત સાથે વિનિયોગ કરવાથી બિંદુને બૈજિક અભિવ્યક્તિ આપી શકાય છે; દા.ત., X-Y સમતલમાંના દરેક બિંદુને ક્રમયુક્ત સંખ્યાયુગ્મ (x,…
વધુ વાંચો >યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit)
યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit) : પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી, તેની ધરી ફરતા ભ્રમણની દિશા, ઉત્તર તરફ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવ દિશા દર્શાવવાની ઘટના. ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવબિંદુ, સ્થાનના અક્ષાંશ જેટલું ક્ષિતિજની ઉપર હોય અને દક્ષિણ ધ્રુવબિંદુ તેટલું જ નીચે. આ બે બિંદુઓને જોડતાં વર્તુળો તે યામ્યોત્તર વૃત્તો ગણાય અને જે યામ્યોત્તર વૃત્ત…
વધુ વાંચો >યાયાવરીય
યાયાવરીય : જુઓ રાજશેખર.
વધુ વાંચો >