History of Gujarat
શેખ, સલાહુદ્દીન
શેખ, સલાહુદ્દીન (પંદરમી સદી) : ગુજરાતના સુલતાન અહમદશાહના સમયના અમીર. એ હિંદુ હતા અને એમનું મૂળ નામ તુકાજી હતું. તે નાના હતા ત્યારે એક વખત અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબને મળવા ગયા હતા. એ વખતે ગંજબક્ષ સાહેબે એમને ‘બાબા તાલીબ’ (શોધક) તરીકે સંબોધીને એમના હાથમાં…
વધુ વાંચો >શેઠ, મગનલાલ વખતચંદ
શેઠ, મગનલાલ વખતચંદ (જ. 1830, અમદાવાદ; અ. 11 માર્ચ 1868, અમદાવાદ) : ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક, ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી. અમદાવાદના વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના વખતચંદ પાનાચંદને ત્યાં મગનલાલનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ સરકારી અંગ્રેજી શાળામાં લઈને…
વધુ વાંચો >સત્યવતીદેવી (બહેન)
સત્યવતીદેવી (બહેન) (જ. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; અ. ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ.…
વધુ વાંચો >સત્યાગ્રહ આશ્રમ કોચરબ
સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી…
વધુ વાંચો >સત્યાશિયો દુકાળ
સત્યાશિયો દુકાળ : વિક્રમ સંવત 1687(ઈ. સ. 1630-32)માં ગુજરાતમાં પડેલો દુકાળ. તે વખતે ગુજરાતમાં મુઘલ શહેનશાહ શાહજહાંનું શાસન હતું. ઈ. સ. 1628નું વર્ષ અપૂરતા વરસાદને કારણે અછતનું વર્ષ હતું. 1630માં ગુજરાતમાં વરસાદ ન પડ્યો અને 1631માં અતિવૃદૃષ્ટિને લીધે પાક નિષ્ફળ ગયો. પૂરને કારણે સૂરત પાસેનાં બધાં ખેતરો પાણીમાં ડૂબી ગયાં.…
વધુ વાંચો >સદાશિવ રામચંદ્ર
સદાશિવ રામચંદ્ર (શાસનકાળ : 1758-1760) : પેશવા બાલાજી બાજીરાવે 1758થી 1760 સુધી, ત્રણ વર્ષ માટે નીમેલો ગુજરાતનો સૂબો. તેણે હવાલો સંભાળ્યા પછી, કાજીના હોદ્દા પરથી ગુલામ હુસેનખાનને ખસેડી, તેના સ્થાને મુહમ્મદ રૂકન ઉલ્હક્ક ખાનને નીમ્યો. સદાશિવે મરાઠાઓના સિક્કા પુન: ચાલુ કર્યા. તેણે પ્રત્યેક હોદ્દા પર તથા મહેલોમાં અમલદારની નિમણૂક કરી.…
વધુ વાંચો >સરદારખાન
સરદારખાન (જ. ?; અ. 1684, નગરઠઠ્ઠા, સિંધ–પાકિસ્તાન) : ઔરંગઝેબના સમયમાં ભરૂચનો અને તે પછી સોરઠનો ફોજદાર. તે ઔરંગઝેબનો માનીતો સરદાર હતો. તેના કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ઘણું માન હતું. મહાબતખાનના સમયમાં (ઈ. સ. 1662-68) ઈડર પરગણામાં માથાભારે કોળીઓ તથા બંડખોર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી તે ઉપદ્રવને કચડી…
વધુ વાંચો >સરદારખાનનો રોજો
સરદારખાનનો રોજો : અમદાવાદમાં ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલો, ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનનો રોજો. આ રોજામાં સરદારખાને જાતે બંધાવેલી મસ્જિદ તથા મકબરાનો સમાવેશ થાય છે. આ બંને ઇમારતો તેણે તેના અમદાવાદના નિવાસ દરમિયાન ઈ. સ. 1603 પહેલાં બંધાવી હતી. ઈ. સ. 1684માં…
વધુ વાંચો >સરબુલંદખાન
સરબુલંદખાન (1725-30) : ગુજરાતનો મુઘલકાળનો સૂબેદાર. નિઝામ-ઉલ્-મુલ્કને દખ્ખણના સૂબેદાર તરીકે મોકલાતાં કાબુલના સૂબેદાર મુબારીઝ-ઉલ્-મુલ્ક સરબુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી. સરબુલંદખાને પોતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યો. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મોમિનખાનની જગ્યાએ સૂરતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું. નિઝામના…
વધુ વાંચો >સવાઈ માધવરાવ
સવાઈ માધવરાવ (જ. 19 એપ્રિલ 1774, પુરંદર; અ. 27 ઑક્ટોબર 1795) : નારાયણરાવ પછી થયેલો પેશ્વા. પેશ્વા નારાયણરાવના અવસાન પછી તેને ત્યાં જે પુત્રનો જન્મ થયો તે સવાઈ માધવરાવ. સવાઈ માધવરાવ 40 દિવસનો થતાં, છત્રપતિ રામરાજાએ પેશ્વાપદનાં વસ્ત્રો અને રાજ્યચિહ્નો પુરંદરમાં એક ખાસ દરબાર ભરી સવાઈ માધવરાવને પહેરાવી 28 મે,…
વધુ વાંચો >