Allopathy

વૅલ્પ્રોઇક ઍસિડ

વૅલ્પ્રોઇક ઍસિડ : સંગ્રહણી (convulsion) અથવા આંચકી થતી અટકાવતું ઔષધ. તે સશાખ (branched) ઍલિફેટિક કાર્બોક્સિલ ઍસિડ છે. તે યુરોપમાં 1960ના દાયકાથી વપરાશમાં છે, જ્યારે ભારતમાં તે 1980ના દાયકામાં પ્રવેશ્યું. આંચકીના વિવિધ પ્રકારો સામે તે અસરકારક છે. તેથી તેને વિપુલવ્યાપી પ્રતિસંગ્રહણ ઔષધ (broad spectrum anticonvulsant) કહે છે. તે આંચકી રોકે તેટલી…

વધુ વાંચો >

વેલ્સ હૉરેસ

વેલ્સ હૉરેસ (જ. 21 જાન્યુઆરી 1815, હાર્ટફૉર્ડ, વેરમોન્ટ, યુ.એસ.; અ. 24 જાન્યુઆરી 1848, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન દંત-વૈદ્ય અને શલ્યક્રિયામાં દર્દની સંવેદનાને બધિર કરવા માટે નિશ્ચેતક (ઍનિસ્થેસિયા) વાપરનાર પ્રથમ તજ્જ્ઞ. હાર્ટફૉર્ડમાં દાંતના દાક્તર તરીકે ફરજ બજાવતાં તેમણે નાઇટ્રસ ઑક્સાઇડ(‘લાફિંગ ગૅસ’)ના ગુણધર્મનો શસ્ત્રક્રિયામાં દર્દીની પીડા ટાળવા માટે ઉપયોગ કર્યો. નાઇટ્રસ ઑક્સાઇડનો…

વધુ વાંચો >

વૅસેલિયસ, ઍન્ડ્રિયસ

વૅસેલિયસ, ઍન્ડ્રિયસ (જ. 1514, બ્રુસેલ્સ; અ. 1564, ઝાસિયસ ટાપુ) : અભિનવ વિચારદૃષ્ટિને આધીન પરંપરાગત જૈવવિજ્ઞાનને નવો ઓપ આપનાર ગ્રીક દેહધર્મવિજ્ઞાની. વૈદકો અને ઔષધવિજ્ઞાનીઓના કુટુંબમાં જન્મેલ વૅસેલિયસે માનવ-મુડદાની વાઢકાપ કરી માનવશરીરની રચનાનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આ વિજ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સિદ્ધિ હાંસલ કરી. વૅસેલિયસે 1533માં પૅરિસ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન શાખામાં…

વધુ વાંચો >

વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis)

વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis) : કેન્દ્રીય ચેતાતંત્રમાં વારંવાર વધઘટ પામતો પણ ધીમે-ધીમે સતત વધતો રહેતો શોથ (inflammation), અશ્વેતિનીકરણ (demyelination) અને મૃદુતંતુપેશિતા(gliosis)વાળો વિકાર. તે સમય અને સ્થાનના સંદર્ભે દર્દીના ચેતાતંત્રમાં વ્યાપક રીતે વિસ્તરતો વિકાર છે. પેશીમાં રોગ-પ્રતિકારક કોષોના ભરાવાથી થતા અને વિશિષ્ટ રીતે આવતા સોજાને શોથ કહે છે. ચેતાતંતુઓ પર શ્વેતિન…

વધુ વાંચો >

વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy)

વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) : રોગ કે અપંગતાનું નિદાન અને કુદરતી કે ભૌતિક પદ્ધતિએ ઉપચાર કરવાની વિદ્યા. તેને ભૌતિક ચિકિત્સા (physical therapy) અથવા physiatrics પણ કહે છે. અને તે ગ્રીક શબ્દ ‘physis’ (એટલે કે કુદરત, nature) પરથી બનેલો પારિભાષિક શબ્દ છે. તેમાં સારવાર માટે વિદ્યુત, જલ કે વાયુ વડે કરાતી વીજચિકિત્સા…

વધુ વાંચો >

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…

વધુ વાંચો >

વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન)

વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન) : ચામડી કે શ્લેષ્મકલા(mucous membrane)માં છેદ. તેને ચાંદું પણ કહે છે. શરીરના બહારના ભાગનું આવરણ ચામડી છે જ્યારે તેના અવયવોનાં પોલાણોની અંદરના આવરણને શ્લેષ્મકલા કહે છે. આ બંનેના સપાટી પરના સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે. તેમાં તૂટ ઉદ્ભવે, છેદ કે  ઘાવ પડે ત્યારે તેને ચાંદું અથવા વ્રણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શરદી (common cold)

શરદી (common cold) : ઉપરના શ્વસનમાર્ગનો સ્વત:સીમિત (self-limited) વિષાણુજન્ય ચેપ. તે નાક, ગળું અને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો(અસ્થિવિવર, sinus)માં થતો અને પોતાની જાતે શમતો વિષાણુથી થતો વિકાર છે. પુખ્તવયે દર વર્ષે 2થી 4 વખત અને બાળકોમાં 6થી 8 વખત તે થાય છે. તેના કારણરૂપ મુખ્ય વિષાણુઓ છે. નાસાવિષાણુ (rhinovirus, 40…

વધુ વાંચો >

શલ્યસ્થાનાંતરતા (embolism)

શલ્યસ્થાનાંતરતા (embolism) : લોહીનો ગઠ્ઠો, હૃદયના વાલ્વ પર થતા કપાટમસા (vegetations), હવાનો પરપોટો, મેદ(ચરબી)નો ગઠ્ઠો કે અન્ય બાહ્ય પદાર્થ લોહી વાટે વહીને કોઈ નસમાં લોહીનું વહન અટકાવી દે તે સ્થિતિ. જે દ્રવ્યનું લોહી વાટે આવી રીતે સ્થાનાંતરણ થતું હોય તેને શલ્યકંદુક અથવા શલ્ય (embolus) કહે છે. જો ચેપી દ્રવ્યનું વહન…

વધુ વાંચો >