Allopathy
શવકાઠિન્ય (rigor mortis)
શવકાઠિન્ય (rigor mortis) : મૃત્યુ પછી શરીરના સ્નાયુઓમાં આવતી કાયમી ધોરણની અક્કડતા. મૃત્યુ પછી શરીરની સ્નાયુપેશીમાં ક્રમશ: 3 તબક્કામાં ફેરફાર થાય છે : (અ) પ્રાથમિક શિથિલન, (આ) શવકાઠિન્ય (અક્કડતા) અને (ઇ) દ્વૈતીયિક શિથિલન. મૃત્યુ પછી શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવા માંડે છે પરંતુ જે સ્નાયુઓ મૃત્યુ સમયે સંકોચાયેલા હોય છે…
વધુ વાંચો >શવપરીક્ષણ (postmortem examination)
શવપરીક્ષણ (postmortem examination) : મૃત્યુદેહની ઓળખ, મૃત્યુનું કારણ તથા સમય તેમજ નવજાત શિશુના કિસ્સામાં તે જન્મ સમયે સજીવ હતું કે નિર્જીવ તે નક્કી કરવાનું પરીક્ષણ. તેને અંગ્રેજીમાં autopsy અથવા necropsy પણ કહે છે. આ પરીક્ષણમાં શવનું બાહ્ય નિરીક્ષણ, તેમાં છેદ મૂકીને અંદરના અવયવોનું નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે અવયવો કે…
વધુ વાંચો >શવપરીક્ષણ-અધિકારી (coroner)
શવપરીક્ષણ-અધિકારી (coroner) : અચાનક થયેલા, શંકાસ્પદ કે આક્રમક સ્થિતિમાં થયેલા મૃત્યુનું કારણ શોધવાની તપાસ કરનાર અધિકારી. ઘણા દેશોમાં હવે આ પદને સ્થાને તબીબી પરીક્ષકની નિયુક્તિ કરાય છે. આક્રમક કે શંકાસ્પદ સ્થિતિમાં થયેલા મૃત્યુના કારણની શોધ અથવા તપાસની ક્રિયાને મૃત્યુકારણશોધિની (inquest) કહે છે. તેમાં અક્ષ્યાધાર (evidence) અથવા સાબિતી આપવા માટે શવપરીક્ષણ-અધિકારી…
વધુ વાંચો >શવોત્ખનન (exhumation)
શવોત્ખનન (exhumation) : ન્યાયિક હુકમને આધારે મૃતદેહને કબરમાંથી ખોદી કાઢીને તેનું શવપરીક્ષણ (postmortem examination) કરવું તે. જોકે ભારતમાં બહુમતી સમાજ અગ્નિદાહ આપે છે માટે શવોત્ખનન ઓછા પ્રમાણમાં થાય છે. જિલ્લા-ન્યાયાધીશ કે તેની સમકક્ષ અને કાયદાથી અધિકૃત કરાયા હોય તેવા હોદ્દાની વ્યક્તિના હુકમ પછી જ આ ક્રિયા હાથ ધરાય છે. કબરમાંથી…
વધુ વાંચો >શારીર-વિજ્ઞાન : શારીર-પરિચય
શારીર–વિજ્ઞાન : શારીર–પરિચય : આયુર્વેદમાં શરીરને લગતા શાસ્ત્રને ‘શારીર’ કહે છે. શરીરની ઉત્પત્તિથી માંડી મૃત્યુપર્યંતના બધા જ ભાવોનું ‘શારીર’માં વર્ણન કરવામાં આવે છે. તેમાં શરીરની રચના અને ક્રિયા એમ બંને વિષયોનું વર્ણન કરાતું હોવાથી શારીરવિષયના ‘રચનાશારીર’ (anatomy) અને ‘શારીરક્રિયા’ (physiology) એવા મુખ્ય બે વિભાગો પડે છે. આયુર્વેદના ચરક, સુશ્રુતાદિ બધા…
વધુ વાંચો >શારીરિક રાસાયણિક ક્રિયાઓ
શારીરિક રાસાયણિક ક્રિયાઓ : માનવશરીરમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તેને ચયાપચય (metabolism) કહે છે. આ પ્રકારની જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓમાં નાના અણુઓ એકઠા મળીને (સંઘટન) મોટા અણુઓ બનાવે છે અથવા મોટા અણુઓ વિઘટન પામીને નાના નાના અણુઓમાં ફેરવાય છે. આ પ્રક્રિયાઓને અનુક્રમે ચય (anabolism) અને અપચય (catabolism) કહે છે. તેમને સંયુક્ત…
વધુ વાંચો >શાહ, કલાબહેન
શાહ, કલાબહેન (ડૉ.) (જ. સુરેન્દ્રનગર) : મેનોપૉઝ ક્લબના સ્થાપક. તેમનાં માતાનું નામ મંગલાબહેન અને પિતાનું નામ અમરતભાઈ વકીલ. શિક્ષિત પરિવારમાં જન્મેલાં. એમના જન્મના સમયે એવું કહેવાતું કે દીકરી જન્મે એટલે ‘પથરો જન્મ્યો’. કલાબહેનના જન્મ વખતે કોઈકે આવું કહ્યું ત્યારે કલાબહેનના પિતાએ જવાબ આપ્યો કે, ‘મારો આ સાતમો પથરો સમાજને ઉપયોગી…
વધુ વાંચો >શાહી, વિજય નંદન
શાહી, વિજય નંદન (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1942) : અગ્રણી કાર્ડિયોલૉજિસ્ટ. જેમણે નૈદાનિક તથા નિવારક કાર્ડિયોલૉજી તેમજ ઍડવાન્સ્ડ કાર્ડિયાક પેસિંગમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે. તેઓ રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલના નિદેશક તથા સશસ્ત્ર સેના ચિકિત્સા સેવાના મહાનિદેશક તથા મુખ્ય કન્સલ્ટન્ટનાં ગૌરવશાળી પદો પર કાર્ય કરી ચૂક્યા છે. તેઓએ રક્ષા મંત્રાલયમાં એમરિટ્સ…
વધુ વાંચો >શિરદર્દ (headache)
શિરદર્દ (headache) : માથામાં થતો દુખાવો. સામાન્ય રીતે ખોપરીના ઉપરના ભાગમાં થતા દુખાવાને શિરદર્દ કહે છે, જ્યારે ચહેરાના ભાગમાં ઉપલા અને નીચલા જડબાવાળા ભાગમાં થતા દુખાવાને વદનપીડા (facial pain) કહે છે. જોકે આવું વિભાગીકરણ કાયમ સુસ્પષ્ટ રીતે જળવાતું નથી. માથાનો દુખાવો એ ઘણો જોવા મળતો પરંતુ સારવારની દૃદૃષ્ટિએ મુશ્કેલ શારીરિક…
વધુ વાંચો >શિરાવિવર ગંઠન (venous sinus thrombosis)
શિરાવિવર ગંઠન (venous sinus thrombosis) : મગજની આસપાસ આવેલી શિરાનાં પહોળાં પોલાણોમાં લોહીનું ગંઠાવું તે. મગજમાંનું લોહી શિરાઓ વાટે બહાર વહીને પહોળા શિરાવિવર નામનાં પોલાણોમાં એકઠું થાય છે અને પછી તે ગ્રીવાગત (jugular) શિરા દ્વારા હૃદય તરફ જાય છે. તેમને મસ્તિષ્કી (cerebral) શિરાવિવરો પણ કહે છે. તેમાં લોહી ગંઠાઈ જવાનાં…
વધુ વાંચો >