Oriya literature
દાસ, કિશોરીચરણ
દાસ, કિશોરીચરણ (જ. 1 માર્ચ 1924, પુલબાની) : ઊડિયા લેખક. પિતા કાલિન્દીચરણ અને માતા રાજમણિદેવી. પિતા કરિયાણાના વેપારી. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુલબાનીમાં. ત્યાંની કૉલેજમાંથી રાજ્યશાસ્ત્રનો વિષય લઈને બી.એ. ને પછી ઊડિયા વિષય લઈને 1964માં એમ.એ. થયા. તે પછી કટક આકાશવાણી કેન્દ્રમાં, કાર્યક્રમનું લખાણ તૈયાર કરવાના કામમાં જોડાયા. એમણે સામયિકોમાં…
વધુ વાંચો >દાસ, કુંજબિહારી
દાસ, કુંજબિહારી (જ. 1914, રેન્ચ શસન, ઓરિસા; અ. 1994) : જાણીતા ઊડિયા કવિ અને નિબંધકાર. તેમને તેમની ઊડિયા કૃતિ ‘મો કહાની’ (આત્મકથા) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે 1941માં કૉલકાતા યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પાસ કરી અને ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યા. 1945માં સંસ્કૃતમાં એમ.એ.ની…
વધુ વાંચો >દાસ, (પંડિત) ગોપબંધુ
દાસ, (પંડિત) ગોપબંધુ (જ. 9 ઓક્ટોબર 1877, કટક; અ. 16 જૂન 1928, કટક) : ઊડિયા લેખક. પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ કટકમાં લીધું. એમણે બકુલ વનવિદ્યાલય નામની શિક્ષણ-સંસ્થા સ્થાપી. તેમાં રાષ્ટ્રીય શિક્ષણનો અભિનવ પ્રયોગ થયો હતો. ચંપારણમાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારથી એ ગાંધીજી જોડે જોડાયા અને બકુલ વનવિદ્યાલયને રાષ્ટ્રીય વિદ્યાલય બનાવ્યું. એમણે…
વધુ વાંચો >દાસ, ચિત્તરંજન
દાસ, ચિત્તરંજન (જ. 3 ઑક્ટોબર 1923, બાગલપુર, ઓરિસા) : ઊડિયા સાહિત્યકાર. આત્મવૃત્તાંત, જીવનચરિત્રો. પ્રવાસવર્ણન અને નિબંધોમાં – ચિંતનાત્મક ગદ્યમાં તેમની કલમ ચાલી છે. શિક્ષણ વિશ્વભારતી, શાંતિનિકેતન અને કૉપનહેગન વિશ્વવિદ્યાલય, ડૅન્માર્કમાં. દર્શન અને તુલનાત્મક સાહિત્યનું અધ્યયન દેશમાં અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા નૃવંશવિજ્ઞાન(anthropology)નું વિદેશમાં. બલવંત વિદ્યાપીઠ, આગ્રામાં અધ્યાપક. જર્મની, ફિનલૅંડ અને ઇઝરાયલનાં…
વધુ વાંચો >દાસ, જગન્નાથપ્રસાદ
દાસ, જગન્નાથપ્રસાદ (જ. 1936, પુરી, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ અને નાટ્યકાર. તેમને તેમના જાણીતા ઊડિયા કાવ્યસંગ્રહ ‘આહનિક’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી. કળાના ઇતિહાસ પર મહાનિબંધ લખીને એમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પછી ભારતીય વહીવટી સેવામાં પૂર્વ-સેવાનિવૃત્તિ…
વધુ વાંચો >દાસ, દીનકૃષ્ણ
દાસ, દીનકૃષ્ણ (અંદાજે 1686–1713) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. પુરીનિવાસી દીનકૃષ્ણ દાસનું જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું. જીવનના મધ્યકાળમાં તેઓ રક્તપિત્તના ભોગ બન્યા હતા, પરિણામે દુ:ખ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કવિના બાર ગ્રંથો છે અને તેમાંના છ આજે પણ લોકપ્રિય છે. સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે ‘રસકલ્લોલ’. આ કાવ્યની દરેક કડીનો…
વધુ વાંચો >દાસ, મનોરંજન
દાસ, મનોરંજન (જ. 10 માર્ચ 1923, ઓરિસા; અ. 17 ફેબ્રુઆરી 2013, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર. ’40 ના દશકામાં પથરાયેલી તેમની પ્રારંભિક કારકિર્દી દરમિયાન નાટ્યવિષય તથા શૈલી પરત્વે તે પરંપરાગત વલણ અપનાવે છે. આ ગાળાનું મહત્વનું નાટક તે ‘બક્ષી જગબંધુ’ (1949); તે ઓરિસાના પાઇકા બળવાના ઐતિહાસિક વિષય પર રચાયેલું છે. ‘50ના…
વધુ વાંચો >દાસ, વિજયકુમાર
દાસ, વિજયકુમાર (જ. 1947, કટક) : ઊડિયા લેખક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.. પ્રથમ વર્ગમાં 1972માં ઉત્તીર્ણ થયા અને પછી નૅશનલ બુક ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે જોડાયા. એમણે કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવા માંડેલી અને ત્યારે જ ઉદીયમાન કવિ તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે જે…
વધુ વાંચો >દાસ, સારલા
દાસ, સારલા (જ. પંદરમી સદી, સારલાદેવીના મંદિર પાસેના કનકપુર ગામમાં, જિ. કટક) : ઊડિયા લેખક. ઊડિયા સાહિત્યના આદિ કવિ. તે ઊડિયા ભાષાને સુષ્ઠુ આકાર આપનાર શૂદ્રમુનિ તરીકે જાણીતા હતા. એમનાં માતાપિતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. એમનું મૂળ નામ સિદ્ધેશ્વર પડિદા હતું પણ એમણે સારલાદેવીની આરાધના કરી. દેવી એમની પર…
વધુ વાંચો >દાસ, સૂર્યનારાયણ
દાસ, સૂર્યનારાયણ (જ. 1908, દશરથપુર, ગંજમ જિલ્લો) : ઊડિયા લેખક. પિતા શાળામાં શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એટલે નાનપણથી જ પિતા દ્વારા સંસ્કૃત સાહિત્યનો પરિચય થયેલો. 1946માં એમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી ઊડિયા સાહિત્ય લઈને એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને વિશ્વવિદ્યાલયમાં એ પરીક્ષામાં પ્રથમ આવ્યા. એમનો રુચિનો વિષય સંશોધન હતો. એ એમ.એ. થઈ…
વધુ વાંચો >