Oriya literature

આત્મજીવનચરિત

આત્મજીવનચરિત : ઓરિસાના આધુનિક સાહિત્યના પ્રણેતા ફકીરમોહન સેનાપતિ(1843-1916)ની આત્મકથા. જીવનની સંધ્યાએ લખાયેલી રોમાંચક જીવનની ઘટનાઓ એક નવલકથા જેવી આકર્ષક શૈલી ધરાવે છે. 1892માં આ આત્મકથા ‘સંબલપુર હિતૈષિની’ અને ‘બાલાસોર સંવાદવાહિકા’માં છપાઈ હતી. લોકભાષામાં લખાયેલી આત્મકથામાં શોષક અને શોષિત વર્ગ, જમીનદારો અને ખેડૂતોની એ સમયની દશાનું વર્ણન છે. વાર્તાના સ્વરૂપમાં લખાયેલી…

વધુ વાંચો >

ઉત્કલદીપિકા

ઉત્કલદીપિકા : ઊડિયા ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર. 1866માં કટકમાંથી આ વર્તમાનપત્ર પ્રથમ પ્રગટ થયેલું. શરૂઆતમાં તે બે જ પાનાંનું હતું. એમાં મોટેભાગે સવા પાનું ઉત્કલના સમાચાર અને પોણા પાનામાં ભારતના અન્ય ભાગોના અને જગતના સમાચાર આવતા. રવિવારની આવૃત્તિમાં એકાદ વાર્તા આવતી અને વિવિધ વિષયો વિશેની માહિતી આવતી. રવિવારની આવૃત્તિનાં 3 પાનાં…

વધુ વાંચો >

ઉત્તરાયણ

ઉત્તરાયણ : 1965નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર વૈકુંઠનાથ પટનાયકનો ઊડિયા કાવ્યસંગ્રહ. વૈકુંઠનાથ પ્રકૃતિકવિ છે. આ સંગ્રહનાં કાવ્યોમાં પ્રકૃતિ અને ઈશ્વર એ બે જ મુખ્ય વિષયો છે. એમણે પ્રકૃતિને માનવની જીવનસંગિનીરૂપે આલેખી છે. એટલું જ નહિ, પણ પ્રકૃતિ જ ઈશ્વર પાસે પહોંચવાની સીડી છે, એવું પ્રતિપાદિત કરેલું છે. પુરુષ અને…

વધુ વાંચો >

ઉદગાતા, ગોવિંદચંદ્ર

ઉદગાતા, ગોવિંદચંદ્ર (જ. 4 માર્ચ 1920, બાલાંગીર, ઓરિસા) : ઊડિયા ભાષાના વિદ્વાન, સમાલોચક અને અનુવાદક. તેમને સાહિત્યિક સમાલોચનાની કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ઓરિસાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. રાજ્યની જુદી જુદી કૉલેજોમાં ઊડિયા…

વધુ વાંચો >

ઊડિયા ભાષા અને સાહિત્ય

ઊડિયા ભાષા અને સાહિત્ય ઊડિયા ભારતની પ્રાચીન ભાષાઓમાંની એક છે. ભારતીય આર્યકુળની આ ભાષા માગધી પ્રાકૃત પરથી ઊતરી આવેલી છે. ઓરિસા ઉપરાંત બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ અને આંધ્રના કેટલાક વિસ્તારોમાં આ ભાષા અત્યારે આશરે ત્રણ કરોડ જેટલા લોકો બોલે છે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ (ઈ. પૂ. બીજી સદી) અને માર્કંડેયનું ‘પ્રાકૃતસર્વસ્વ’ જેવા ભારતના…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

ઓ અંધા ગલી (1979)

ઓ અંધા ગલી (1979) : ઊડિયા વાર્તાસંગ્રહ. અખિલમોહન પટનાયક(1927; 1982)ના આ ટૂંકી વાર્તાના સંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. અખિલમોહને વકીલાતના વ્યવસાયની સાથોસાથ રાજકારણમાં ઊંડો અને સક્રિય રસ લીધો હતો. અનેક આંદોલનો ચલાવવા બદલ સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. એથી જ કદાચ સોળ ટૂંકી વાર્તાઓના આ સંગ્રહની…

વધુ વાંચો >

કવચ

કવચ : ઊડિયા કાવ્યપ્રકાર. આ ઊડિયા ભક્તિકાવ્યમાં ઇષ્ટદેવની સ્તુતિ અને ઇષ્ટદેવને પોતાનું રક્ષણ કરવા વિનંતી હોય છે. જે દેવની સ્તુતિ કરતાં રક્ષણ માગ્યું હોય તે દેવના નામની જોડે ‘કવચ’ શબ્દ જોડાય છે, જેમ કે ‘હનુમાનકવચ’, ‘ચંડીકવચ’, ‘વિષ્ણુકવચ’, ‘જગન્નાથકવચ’, ‘દુર્ગાકવચ’, ‘શિવકવચ’, ‘રામકવચ’ ઇત્યાદિ. કવચ એટલે બખ્તર. એ કવિતાપાઠ ભક્ત માટે કવચની…

વધુ વાંચો >

કવિતા (1962)

કવિતા (1962) : ઊડિયા કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આધુનિક કવિ શચી રાઉતરાયનો 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલો ઉત્તમ કાવ્યસંગ્રહ. આ કવિતામાં પરંપરા અને નાવીન્ય બંનેનો સમન્વય છે. એમાં એક તરફ ‘દ્રૌપદી’, ‘સીતાર અગ્નિસ્નાન’ જેવા પૌરાણિક વિષયોનાં ગીતો છે, બીજી તરફ સ્વાતંત્ર્યોત્તર ભારતવાસીની પોતાની વ્યક્તિત્વની ખોજના ‘આજીર માનુહ’ જેવાં…

વધુ વાંચો >

કાંચી કાવેરી (1880)

કાંચી કાવેરી (1880) : રામશંકર રાયાનું ઊડિયા નાટક. એમાં કાંચીના રાજાની પુત્રીની વાત છે. જગન્નાથની રથયાત્રા વખતે ચાંડાલ રાજા પુરુષોત્તમ કાંચી રાજાની પુત્રીને જુએ છે અને પછી માગું મોકલે છે ત્યારે કાંચીનરેશ એમ કહીને એનો તિરસ્કાર કરે છે કે પુરુષોત્તમ દેવ ચાંડાલ છે; એને કન્યા શી રીતે સોંપાય ? આથી…

વધુ વાંચો >