Oriya literature

કાંટા ઓ ફૂલ (1958)

કાંટા ઓ ફૂલ (1958) : (કાંટા અને ફૂલ) ગોદાવરીશ મહાપાત્રનો અર્વાચીન ઊડિયા કાવ્યસંગ્રહ. આ સંગ્રહની કવિતા રંગદર્શી હોવા છતાં એમાં કવિનો ઉત્કટ રાષ્ટ્રપ્રેમ સુચારુ રીતે વ્યક્ત થયો છે. એમણે મોટેભાગે બોલાતી ભાષાનો અને લોકબોલીનો ઉપયોગ કર્યો છે. જોકે, એમાંની મોટાભાગની કવિતા વ્યંગપૂર્ણ છે. વ્યંગોક્તિઓ દ્વારા કવિએ માનવની સામાજિક નિર્બળતા, નેતૃત્વવિહીનતા…

વધુ વાંચો >

કુંભારચાક

કુંભારચાક (1977) : ઊડિયા આત્મકથા. ઊડિયા લેખક કાલિચરણ પટનાયકની આ આત્મકથાને 1977નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આ આત્મકથામાં લેખકે જે જે પરિસ્થિતિ અને પરિબળોએ લેખકનું ઘડતર કર્યું તેનો ઉલ્લેખ તો કર્યો છે, પણ પોતાના જીવનમાં અને છેલ્લા દસકામાં ઓરિસામાં જે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનોનું પ્રવર્તન થયું તેનો પણ…

વધુ વાંચો >

કોઈલી

કોઈલી : ઊડિયા કાવ્યપ્રકાર. પ્રાચીન ઊડિયા સાહિત્યમાં સંસ્કૃતના ‘સંદેશકાવ્ય’ અથવા ‘દૂતકાવ્ય’ની માફક કોઈલી કાવ્યપ્રકાર લોકપ્રિય હતો. કોઈલી એટલે કોયલ. આ પ્રકારની રચનાઓ ઘણુંખરું કોયલને ઉદ્દેશીને લખાય છે. ‘ક’થી ‘ક્ષ’ સુધીના ઊડિયા વર્ણાનુક્રમ અનુસાર તે રચાતી. સોળમી સદી પહેલાં તેની શરૂઆત થયેલી. માર્કંડ દાસ(પંદરમી સદી)કૃત ‘કેશવ કોઈલી’, બલરામ દાસ(સોળમી સદી)કૃત ‘કાન્ત…

વધુ વાંચો >

કોણાર્ક

કોણાર્ક (1919) : ઊડિયા ભાષાની સાહિત્યકૃતિ. કૃપાસિંધુ મિશ્રનો રચેલો સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવો આ ઇતિહાસ વિશેનો નિબંધ છે. કોણાર્કના ઇતિહાસનું નિરૂપણ ક્યારેક વર્ણનશૈલીમાં તો ક્યારેક સંવાદશૈલીમાં તો ક્યારેક વાર્તાશૈલીમાં, એમ સાહિત્યિક સ્વાંગમાં કર્યું છે, એ એની વિશેષતા છે, એ કારણે એનું વાચન રસપ્રદ બને છે. એમાં કોણાર્કના સૂર્યમંદિરનો અથથી ઇતિ…

વધુ વાંચો >

ચર્યાપદ (ઊડિયા)

ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…

વધુ વાંચો >

ચિત્રકાવ્યબંધોદય

ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા…

વધુ વાંચો >

ચૈતન્યદાસ

ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ…

વધુ વાંચો >

ચૌતીસા

ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ…

વધુ વાંચો >

છોટરાય ગોપાલ

છોટરાય ગોપાલ (જ. 1916, પુરુનગર, ઓરિસા, અ. 22 જાન્યુઆરી 2003, શાહિદનગર) : ઊડિયા ભાષાના જાણીતા નાટ્યકાર. તેમને પોતાની કૃતિ ‘હાસ્યરસાર નાટક’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટક ખાતેના આકાશવાણી કેન્દ્રમાં વર્ષો સુધી સેવાઓ આપ્યા બાદ તેઓ 1975માં નિવૃત્ત થયા. 1940 પછીનાં વર્ષો દરમિયાન તેમણે નાટકો…

વધુ વાંચો >

દાશ, કેશવચંદ્ર

દાશ, કેશવચંદ્ર (જ. 6 માર્ચ 1955, હાટાશાહી, ઓરિસા) : ઓરિસાના બહુભાષાવિદ વિદ્વાન, દાર્શનિક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઈશા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ફિલ્મ દિગ્દર્શન અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગનો અભ્યાસ તેમણે કર્યો છે. તેમનાં પુસ્તકોની સંખ્યા 40થી અધિક છે અને સંશોધનપત્રો અને લેખો તેમના પ્રગટ થયાં…

વધુ વાંચો >