Geography

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નાઇમેય (Niamey)

નાઇમેય (Niamey) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ નાઇજર પ્રજાસત્તાકનું પાટનગર, મુખ્ય શહેર તથા નદીબંદર. નાઇમેય તે જ નામ ધરાવતા પ્રાંતનું પણ પાટનગર છે. ભૌગોલિક સ્થાન : 13° 31´ ઉ. અ. અને 2° 07´ પૂ. રે.. તે નાઇજર નદી પર દેશના નૈર્ઋત્ય ખૂણામાં રણની સરહદ પર વસેલું છે. તેનું સરેરાશ તાપમાન 35°…

વધુ વાંચો >

નાઇલ

નાઇલ : આફ્રિકા ખંડમાં આવેલી દુનિયાની સૌથી લાંબી નદી. તેની કુલ લંબાઈ 6671 કિમી. છે, જે પૈકી 2700 કિમી. જેટલો પ્રવાહપથ રણવિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે 3200 કિમી. જેટલો પ્રવાહપથ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે. મધ્યપૂર્વ આફ્રિકામાં વિષુવવૃત્ત નજીક આવેલું વિક્ટોરિયા સરોવર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે અને નદીને…

વધુ વાંચો >

નાઉરૂ

નાઉરૂ : મધ્ય પ્રશાંત મહાસાગરમાં વિષૃવવૃત્તની તદ્દન નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ તથા દુનિયાનું  સૌથી નાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. દુનિયાના નાના દેશો પૈકી તે ત્રીજા ક્રમે આવે છે, માત્ર વેટિકન શહેર અને મોનેકો જ તેનાથી નાનાં છે. ભૌગોલિક સ્થાન : 0° 32´ દ. અ. અને 166° 55´ પૂ. રે. તેની…

વધુ વાંચો >

નાગદા

નાગદા : મધ્યપ્રદેશ રાજ્યનું એક ઔદ્યોગિક નગર. તે ઉજ્જૈન જિલ્લાના ખાયરોદ તાલુકામાં 23° 27´ ઉ. અ. અને 75° 25´ પૂ. રે. પર ઉજ્જૈનથી આશરે 45 કિમી. પર આવેલું છે. તેની પશ્ચિમે રતલામ, ઉત્તરે જાવરા, પૂર્વે મહિદપુર તથા દક્ષિણે ઉજ્જૈન આવેલાં છે. તે પશ્ચિમ રેલવેના મુંબઈ–દિલ્હી માર્ગ પર આવેલું જંકશન છે.…

વધુ વાંચો >

નાગપટ્ટીનમ્

નાગપટ્ટીનમ્ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પૂર્વે કિનારે આવેલ જિલ્લો, જિલ્લામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : 10° 46´  ઉ. અ. અને 79° 50´ પૂ. રે. પર આ શહેર આવેલું છે. તે બંગાળના ઉપસાગર પર કુડ્ડવાયર નદીના મુખ પર વસેલું છે. આ જિલ્લો બે વિભાગમાં વહેંચાયેલો છે. આ જિલ્લાની…

વધુ વાંચો >

નાગપુર

નાગપુર : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. તે પૂર્વ વિદર્ભના શાસકીય વિભાગમાં 20° 35´ થી 21° 44´ ઉ. અ અને 78° 15´ થી 79° 40´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 150 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 130 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

નાગાલૅન્ડ

નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી…

વધુ વાંચો >

નાગાસાકી

નાગાસાકી : જાપાનના નૈર્ઋત્ય ખૂણે આવેલો જિલ્લો તથા ક્યુશુ ટાપુનું વડું મથક, મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર તેમજ બારું (બંદર). ભૌગોલિક સ્થાન : 32° 48´ ઉ. અ. અને 129° 55´ પૂ. રે.. જિલ્લાનો કુલ વિસ્તાર 9,931 ચોકિમી. અને શહેરનો વિસ્તાર 4095 ચોકિમી જેટલો છે, જેમાં ત્સુશીમા, ઈકી, હિરાડો અને ગોટો રેટો(ગોટો દ્વીપસમૂહ)નો…

વધુ વાંચો >

નાગેરકોઈલ

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે.…

વધુ વાંચો >