Geography

અકોલા

અકોલા : મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 44′ ઉ. અ. અને 770 00′ પૂ. રે. આજુબાજુનો 10,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરે અમરાવતી જિલ્લો, પૂર્વમાં અમરાવતી અને યવતમાળ જિલ્લા, દક્ષિણે યવતમાળ અને પરભણી જિલ્લા…

વધુ વાંચો >

અક્ષાંશ–રેખાંશ

અક્ષાંશ–રેખાંશ : અક્ષાંશ એટલે પૃથ્વી ઉપરનું કોઈ ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર આવેલું છે તે પૃથ્વીના ગોળા ઉપર કે નકશામાં દર્શાવવા માટેનું માપ. તે ખૂણાની રીતે મપાતું અંતર (કોણીય અંતર) છે. પૃથ્વી પોતાની ધરી (અક્ષ) ઉપર 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂરું કરે છે, જેને કારણે પૃથ્વી ઉપર દિવસ-રાત થતાં અનુભવાય…

વધુ વાંચો >

અગરતલા

અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર. વસ્તી 4,04,004 (2011). બાંગલા દેશની પૂર્વ સરહદ અગરતલાથી માત્ર 1 કિમી. દૂર છે. તે હાઓરા નદીના કિનારે 230 50´ 42´´ ઉત્તર અક્ષાંશ અને 910 22´ 55´´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તે રાજ્યનું સૌથી મોટું વહીવટી અને વ્યાપારી મથક છે.…

વધુ વાંચો >

અગ્નિકૃત ખડકો

અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને…

વધુ વાંચો >

અચલપુર

અચલપુર : મહારાષ્ટ્રમાં નાગપુરથી ઈશાને અમરાવતી જિલ્લામાં આવેલું શહેર. તે 210 16´ ઉત્તર અક્ષાંશ અને 770 31´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી આશરે 1.12 લાખ કરતાં વધુ. મધ્યયુગમાં નવમીથી બારમી સદી સુધી તે જૈન સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. અચલપુરમાંથી સાતમી સદીનું એક તામ્રપત્ર પણ મળી…

વધુ વાંચો >

અછિદ્ર ખડકો

અછિદ્ર ખડકો : છિદ્રાળુ ખડકોથી વિરુદ્ધ સખત ઘટ્ટ અને પાસાદાર ખડકો. મુખ્યત્વે આ ખડકોમાં કે પડ ઉપર, દબાણથી કે ગરમીની પ્રક્રિયાથી કે જ્વાળામુખી, ધરતીકંપ યા અંદરની હિલચાલથી વિકૃતીકરણ થાય છે તેથી ખડકો વધુ સખત અને સંગઠિત થાય છે, ઘનતા વધે છે તો કેટલીક વખત છિદ્રો પુરાઈ જાય છે. આવા ખડકોમાં…

વધુ વાંચો >

અજમ (ઈરાન)

અજમ (ઈરાન) : અરબ દેશ સિવાય બીજો દેશ, ખાસ કરીને ઈરાન અને તુર્કસ્તાન. અરબી ભાષા ન જાણવાના કારણે ઈરાની લોકો આરબ લોકો સામે ચૂપ રહેતા હતા, તેથી આવાં માણસોને અરબસ્તાનમાં મૂંગાં કે પ્રાણી જેવાં કહેવામાં આવતાં. તેથી ‘અજમી’નો અર્થ જે અરબસ્તાનનો રહીશ ન હોય તે અર્થાત્ ઈરાની કે તુરાની થતો.…

વધુ વાંચો >

અજમેર

અજમેર : ભારતના રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : આશરે 8,481 ચોકિમી. વસ્તી : જિલ્લો 25,08,000 (2011); શહેર 5,42,321 (2011). રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં અજમેરની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઇજુદ્દીન મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય…

વધુ વાંચો >

અડીલાબાદ (આદિલાબાદ)

અડીલાબાદ (આદિલાબાદ) : ભારતના આંધ્ર પ્રદેશનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : 16,133 ચોકિમી. અડીલાબાદ જિલ્લો ગોદાવરી અને પેન્ગંગા નદીઓની વચ્ચે આવેલો, જંગલોવાળો ઉચ્ચ પ્રદેશ (656 મીટર) છે. સાગનું લાકડું અહીં બહુ થાય છે. વસ્તી : જિલ્લો 20,80231 (1991). અડીલાબાદ શહેર હૈદરાબાદથી 260 કિમી. ઉત્તરે આવેલું છે. તે કૃષિપેદાશોના…

વધુ વાંચો >

અડોની

અડોની : આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી નૈર્ઋત્યે 225 કિમી. દૂર મુંબઈ–મદ્રાસ રેલમાર્ગ પર કુર્નૂલ જિલ્લામાં આવેલું શહેર. વસ્તી : 1,35,718 (1991). અડોની વિજયનગરના મધ્યયુગીન હિંદુ સામ્રાજ્યનો ગઢ ગણાતું. પછીથી 1792માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું ત્યાં સુધી મુસ્લિમ શાસકોએ તેના પર અંકુશ જમાવ્યો હતો. પછી તે હૈદરાબાદના…

વધુ વાંચો >