વ્રિજવિહારી દીનાનાથ દવે

અવરોધક (બાધક) પ્રવાલખડક

અવરોધક (બાધક) પ્રવાલખડક (barrier reef) : સમુદ્રકિનારાથી અંદર અમુક અંતરે જળસપાટીની લગોલગ કે થોડીક ઉપર તરફ તૂટક તૂટક વલયાકાર હારમાં જોવા મળતી પરવાળાં-રચનાઓ. આ પ્રકારના પ્રવાલખડકો કોઈ પણ ખંડ કે ટાપુના કિનારાથી દૂર સમુદ્રજળમાં અસ્તિત્વમાં આવતા હોય છે. તેમને કિનારાથી જુદી પાડતી ખાડી અવશ્ય હોય છે, જે અભિતટીય પ્રવાલખડકમાં જોવા…

વધુ વાંચો >

અસામાન્ય કિરણ

અસામાન્ય કિરણ (extraordinary ray, E-ray) : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના પ્રકાશીય ગુણધર્મોને આધારે સાવર્તિક (સમદિકધર્મી) અને અસાવર્તિક (અસમદિકધર્મી) એ પ્રમાણેના બે પ્રકારોમાં વહેંચેલાં છે. આ બે પ્રકારો પૈકી અસાવર્તિક ખનિજના છેદમાંથી સાદા પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે, ત્યારે તે કિરણ ખનિજમાં પ્રવેશતાની સાથે જ સામાન્ય અને અસામાન્ય કિરણોમાં…

વધુ વાંચો >

અસાવર્તિક ખનિજો

અસાવર્તિક ખનિજો (anisotropic minerals) : કુદરતમાં મળી આવતા તમામ ખનિજસ્ફટિકોના ભૌતિક ગુણધર્મો અને ભૌમિતિક સ્વરૂપોને આધારે ત્રણ વિભાગો પાડેલા છે. (1) ત્રણ સરખી લંબચોરસ અક્ષવાળો સમપરિમાણિત (isometric) વર્ગ. દા.ત., ક્યૂબિક સ્ફટિકવર્ગ, (2) બે કે ત્રણ સરખી ક્ષિતિજસમાંતર (horizontal) અક્ષવાળા કે ટેટ્રાગોનલ કે હેક્ઝાગોનલ સ્ફટિકો, જેમાં ત્રીજી કે ચોથી અસમ સ્ફટિક…

વધુ વાંચો >

અંત:કૃત ખડકો

અંત:કૃત ખડકો (Plutonic rocks) : અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર. પોપડાની અંદર વધુ ઊંડાઈએ મૅગ્મામાંથી તૈયાર થતા અંતર્ભેદિત ખડકો. અગ્નિકૃત ખડકોનો આ પ્રકાર ભૂગર્ભમાં મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમ્યાન થતા સ્ફટિકીકરણથી તૈયાર થયેલા ખનિજ-સ્ફટિકોનો બનેલો હોય છે. સ્ફટિકીકરણની આ ક્રિયા ખૂબ જ ઊંડાઈએ ઊંચા તાપમાને વાયુઓ તેમજ બાષ્પની હાજરીમાં અત્યંત ઉગ્ર…

વધુ વાંચો >

આઇસોગાયર્સ

આઇસોગાયર્સ : વ્યતિકરણ આકૃતિઓમાં વિલોપ દર્શાવતા કાળા ભાગ. એકાક્ષી અને દ્વિઅક્ષી ખનિજછેદોની સમાંતર ધ્રુવીભૂત પ્રકાશ તેમજ કેન્દ્રાભિસારી પ્રકાશ(convergent light)માં પરખ-પરીક્ષણ કરવામાં આવે છે. અભિબિંદુ-પરીક્ષણ દરમિયાન એકાક્ષી અને દ્વિઅક્ષી દ્વિવક્રીભૂત ખનિજછેદો અમુક ચોક્કસ પ્રકારની વ્યતિકરણ-આકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ આકૃતિઓ સામાન્ય રીતે ગોળાકાર કે લંબગોળાકાર રંગપટ્ટાઓની બનેલી હોય છે, જે કાળી…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયા

આગ્નેય પ્રક્રિયા (igneous activity) : મૅગ્મા કે લાવાની મોટા પાયા પરની અંતર્ભેદન કે પ્રસ્ફુટનની પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાં સંજોગો અનુસાર મૅગ્મા ઉત્પન્ન થાય છે, જે જુદાં જુદાં કારણોથી પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે. જો તે પોપડાના ખડકોમાં પ્રવેશ પામી ઠરે તો વિવિધ અંતર્ભેદકો રચે છે અને લાવારૂપે બહાર આવે તો…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયાજળ

આગ્નેય પ્રક્રિયાજળ (juvenile water) : ભૂગર્ભીય મૅગ્માજન્ય ઉદભવસ્થાનમાંથી ઉત્પન્ન થતું ‘નૂતન’ (juvenile) જળ. juvenile પર્યાય નૂતન જળ કે નૂતન જળ કે નૂતન વાયુ માટે પ્રયોજાય છે. અગાઉ ક્યારેય પણ સપાટીજળ કે વર્ષાજળ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હોય એવું, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જળ. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે ઘણી…

વધુ વાંચો >

આડ

આડ (bar) : બાધક બનતો નિક્ષેપજથ્થો. નદીકિનારે, નદીપટમાં, નદીના માર્ગ પર, નદીના મુખપ્રદેશમાં, સરોવરમાર્ગમાં, ખાડી-સરોવરના માર્ગમાં, ખાડીમુખમાં, સમુદ્ર-ફાંટાના માર્ગમાં, સમુદ્રની અંદર, જળવ્યવહારને અંતરાયરૂપ બનતો રેતી, ગ્રૅવલ કે કાંપનો જથ્થો.   સમુદ્રના ઘસારાકાર્યમાં મોજાં કે પ્રવાહો દ્વારા સમુદ્રતળ ઉપર રચાયેલા રેતી અને/અથવા ગ્રૅવલના ભિન્ન ભિન્ન આકાર-પ્રકારના ઓછાવત્તા ડૂબેલા કે ઊપસેલા રહેતા…

વધુ વાંચો >

આત્મસાતીભવન

આત્મસાતીભવન (assimilation) : મિશ્ર બંધારણવાળા (સંકર) ખડકો ઉત્પન્ન કરતી પ્રક્રિયા. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાથી અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતો મૅગ્મા બેઝિક કે એસિડિક બંધારણવાળો હોઈ શકે છે અને તેનું તાપમાન 12500 સે.થી 6000 સે. સુધીના કોઈ પણ વચગાળાનું હોઈ શકે છે. કોઈ…

વધુ વાંચો >

આરસપહાણ

આરસપહાણ (marble) : આવશ્યકપણે માત્ર કૅલ્સાઇટ ખનિજ સ્ફટિકોથી બનેલો વિકૃત ખડક. પરંતુ ક્યારેક કૅલ્સાઇટ અને/અથવા ડૉલોમાઇટ ખનિજ-સ્ફટિકોના બંધારણવાળો હોય તોપણ તે આરસપહાણ તરીકે જ ઓળખાય છે. જો તે વધુ ડૉલોમાઇટયુક્ત કે મૅગ્નેશિયમ સિલિકેટયુક્ત હોય તો તેને મૅગ્નેશિયન આરસપહાણ અને એ જ રીતે જો તે વધુ કૅલ્શિયમ સિલિકેટયુક્ત હોય તો તેને…

વધુ વાંચો >