આગ્નેય પ્રક્રિયાજળ

February, 2001

આગ્નેય પ્રક્રિયાજળ (juvenile water) : ભૂગર્ભીય મૅગ્માજન્ય ઉદભવસ્થાનમાંથી ઉત્પન્ન થતું ‘નૂતન’ (juvenile) જળ. juvenile પર્યાય નૂતન જળ કે નૂતન જળ કે નૂતન વાયુ માટે પ્રયોજાય છે. અગાઉ ક્યારેય પણ સપાટીજળ કે વર્ષાજળ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હોય એવું, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જળ. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે ઘણી ઊંડાઈએ ઉત્પન્ન થતી આગ્નેય પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી વરાળ અને ઉષ્ણ ખનિજીય જળનો કેટલોક ભાગ સપાટી તરફ ખેંચાઈ આવે છે. આ પ્રકારના જળને આગ્નેય પ્રક્રિયાજળ કહે છે. અન્ય પ્રકારના ભૂગર્ભજળથી તેને અલગ પાડવાના હેતુથી અનુકૂળતા ખાતર આગ્નેય પ્રક્રિયાજળ કહેવાય છે; તેમ છતાં તે મહદ્અંશે સંભવત: ખડક-સહજાત જળ પણ હોઈ શકે છે.  આગ્નેય પ્રક્રિયાજળમાં કેટલાંક વિરલ પાર્થિવ ખનિજો હોય છે, જેમનો જળપ્રવેશ ઉષ્ણ વાયવીય પ્રવહન દ્વારા થયેલો હોવાનું સૂચવાયેલું છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

મોહનભાઈ પટેલ