રમેશ ભા. શાહ

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ)

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ) : યુરોપીય સંઘ તરીકે ઓળખાતા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનો સમુદાય. વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપની ધરતી પર બે મોટાં યુદ્ધો લડાયાં. તેમાં યુરોપના નાના-મોટા ઘણા દેશોને વત્તાઓછા પ્રમાણમાં ખુવારી વેઠવી પડી, પરંતુ ફ્રાન્સ અને જર્મની વધુ પ્રમાણમાં તારાજ થયાં હતાં. વૈમનસ્ય અને યુદ્ધોથી ભરેલા ઇતિહાસમાંથી ફ્રાન્સ,…

વધુ વાંચો >

રાજકીય અર્થકારણ (political economy)

રાજકીય અર્થકારણ (political economy) : અઢારમી સદીમાં અર્થશાસ્ત્ર માટે રૂઢ થયેલો શબ્દ. આજે જેને રાજ્યની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે એવાં પગલાંની ચર્ચા કરતાં લખાણો માટે તે નામ પ્રયોજવામાં આવેલું. આંતરરાષ્ટ્રીય વેપાર, હૂંડિયામણ, નાણું, કરવેરા વગેરેને સ્પર્શતાં સરકારી પગલાંઓની ચર્ચાનો સમાવેશ નવી ઊપસી રહેલી જ્ઞાનની આ શાખામાં થતો હતો.…

વધુ વાંચો >

લાકડાવાલા ડી. ટી.

લાકડાવાલા ડી. ટી. (જ. 4 ઑક્ટોબર 1916, સૂરત; અ. 15 એપ્રિલ 1992, આણંદ) : ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. આખું નામ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું હતું. 1933ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં તેઓ છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 1937માં…

વધુ વાંચો >

વચલો માણસ (middle man)

વચલો માણસ (middle man) : વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે મધ્યવર્તી તરીકે વિવિધ પ્રકારની સેવાઓ આપીને કમાણી કરતી વ્યક્તિ કે પેઢી. આ વર્ગમાં વેપારીઓ, દલાલો, એજન્ટો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મોટો વર્ગ વેપારીઓનો છે. ખેતરો અને કારખાનાંમાં પેદા થતી ચીજોને તેમના અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી તેઓ બજાવે છે. તેમાં…

વધુ વાંચો >

વિદેશી મૂડીરોકાણ

વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વિદેશી સહાય (foreign aid)

વિદેશી સહાય (foreign aid) : વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે કે કુદરતી – માનવસર્જિત આપત્તિઓમાં સહાય માટે વિકસિત દેશોની સરકારો અને અન્ય સંગઠનો દ્વારા ઉદાર શરતોએ આપવામાં આવતાં ધિરાણો અને અનુદાનો. બજારતંત્ર દ્વારા જે ધિરાણો પ્રાપ્ત ન થઈ શકે તેનો સમાવેશ સામાન્ય રીતે વિદેશી સહાયમાં કરવામાં આવે છે. વિદેશી સહાયના…

વધુ વાંચો >

વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)

વિશ્વવેપાર–સંગઠન (The World Trade Organization – WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન. ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે…

વધુ વાંચો >

શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics)

શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics) : ઉત્પાદન માટેના એક અત્યંત મહત્વના સાધન માનવશ્રમ માટેની માંગ અને તેના પુરવઠાનો અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રીઓએ છેક ઍડમ સ્મિથના સમયથી એ મુદ્દો સ્વીકાર્યો છે કે અન્ય ચીજવસ્તુઓ અને સાધનો માટેનાં બજારોની તુલનામાં શ્રમ માટેનું બજાર કેટલીક મહત્વની બાબતોમાં જુદું પડે છે. શ્રમબજારની કામગીરીમાં…

વધુ વાંચો >

સમતુલા (equilibrium)

સમતુલા (equilibrium) : આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટેની એક વિભાવના (concept). તમામ આર્થિક કર્તાઓ(economic agents)નાં કાર્યો પરસ્પર સુસંગત હોય એવી સ્થિતિ; દા.ત., સ્પર્ધાત્મક બજારમાં કોઈ એક વસ્તુ માટેની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા એવી કિંમત નક્કી કરે છે જે કિંમતે આર્થિક કર્તા તરીકે ગ્રાહકો તેમની ખરીદીમાં કે ઉત્પાદકો તેમના ઉત્પાદનમાં વધારો…

વધુ વાંચો >

સ્ટર્લિંગ-વિસ્તાર

સ્ટર્લિંગ-વિસ્તાર : એવા દેશોનું જૂથ, જેઓ પોતાના વિદેશી ચલણની અનામતોનો મોટો ભાગ બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં રાખતા હતા અને તેના બદલામાં લંડનના મૂડીબજાર અને નાણાબજારનો લાભ લેતા હતા. 1931માં ઇંગ્લૅન્ડના પાઉન્ડ સ્ટર્લિંગના અવમૂલ્યન પછી જે દેશોએ તેમના ચલણના મૂલ્યને પાઉન્ડમાં ટકાવી રાખ્યું તે દેશોનું ઇંગ્લૅન્ડ સહિતનું જૂથ સ્ટર્લિંગ-વિસ્તાર તરીકે ઓળખાયું. આ…

વધુ વાંચો >