ભાનુપ્રસાદ મ. ગાંધી

વકફ (wakf)

વકફ (wakf) : મુસ્લિમ કાયદામાં ટ્રસ્ટ જેવી વિભાવના ધરાવતી ધર્માદા સંસ્થા. વકફની કોઈ સંપૂર્ણ વ્યાખ્યા નથી. પ્રવૈધિક ભાષામાં વકફ એટલે રોકાણ અથવા અટકાયત. પ્રિવી કાઉન્સિલે ‘હેદયા’માં અબુ હનીફાના શિષ્યોએ અને ‘વકફ વેલિડેટિંગ ઍક્ટ, 1913’માં એની વ્યાખ્યા કરી છે એ પ્રમાણે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ એની કોઈ પણ પ્રકારની મિલકત મુસ્લિમ…

વધુ વાંચો >

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925)

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925) વ્યક્તિના અવસાન પછી તેની સંપત્તિ પ્રાપ્ત કરવાના અધિકારનું વિવરણ કરતો કાયદો. વ્યક્તિ મૃત્યુ પામે એટલે એની સંપત્તિ મેળવવાનો અધિકાર એટલે ઉત્તરાધિકાર અથવા વારસાહક. હિન્દુઓની બાબતમાં 1956થી હિંદુ સક્સેશન ઍક્ટ, 1956 અમલી છે. મુસ્લિમોની બાબતમાં મુસ્લિમ કાયદામાં એના વિશે જોગવાઈ કરી છે અને ખ્રિસ્તીઓ, પારસીઓ…

વધુ વાંચો >

વારસો (succession)

વારસો (succession) વૈધિક અને કાલ્પનિક રીતે મૃત વ્યક્તિને અસ્તિત્વમાં રાખવાની એક પ્રક્રિયા અથવા યુક્તિ. તેથી કરીને મરનારની મિલકત એના પ્રતિનિધિમાં સ્થાપિત (vest) થાય છે. આ એક એવી યુક્તિ છે, જેને લઈને એક વ્યક્તિના અવસાનથી બીજી વ્યક્તિને મરનારની મિલકત અથવા એવી મિલકતમાં અમુક હિત મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વ્યક્તિના મૃત્યુથી…

વધુ વાંચો >

વેચાણવેરો

વેચાણવેરો : માલના વેચાણ, હેરફેર (turnover) અને વપરાશ ઉપર રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતો વેરો. ભારતમાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી વેચાણવેરો પ્રવેશ્યો. કૉંગ્રેસ પ્રધાનમંડળે 1937માં બૃહદ મુંબઈ રાજ્યમાં એનાં બીજ નાખી દારૂબંધીના વિકલ્પે વેચાણવેરો 1946માં દાખલ કર્યો હતો. માલના ઉત્પાદન, હેરફેર, વેચાણ અને વપરાશ પર વેચાણવેરો નાખી શકાય. ભારતના બંધારણના…

વધુ વાંચો >

વેઠપ્રથા (forced labour)

વેઠપ્રથા (forced labour) : વળતર કે વેતનની ચુકવણી કર્યા વિના કોઈ શ્રમિક પાસેથી તેની ઇચ્છાવિરુદ્ધ બળજબરીથી કામ લેવાની પ્રથા. ઍગ્રિકલ્ચરલ લેબર ઇન્ક્વાયરી કમિટીએ તેના માટે ‘બેગાર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર્યુક્ત કમિટીના મત મુજબ કૃષિ પર આધારિત અર્થવ્યવસ્થાની તે એક અગત્યની લાક્ષણિકતા ગણાય છે. આ પ્રથાને આંશિક દાસપ્રથા (quasi serfdom)…

વધુ વાંચો >

વૉરંટ (warrant)

વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર. માલસામાનની જપ્તી માટેના અધિકારપત્રને ડિસ્ટ્રેસ વૉરંટ (distress warrant) કહે છે. જ્યારે કોઈના ઘરની કે કોઈ સ્થળની જડતી લેવાની હોય ત્યારે જે વૉરંટ આપવામાં આવે છે તેને સર્ચ વૉરંટ (search warrant) કહેવાય છે. વૉરંટ વિશેનો…

વધુ વાંચો >

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય.…

વધુ વાંચો >

શાખ (credit)

શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…

વધુ વાંચો >

શાહબાનુ ખટલો

શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ  કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા.…

વધુ વાંચો >

સજાના સિદ્ધાંતો

સજાના સિદ્ધાંતો : રાજ્યે જે કરવા પર નિષેધ ફરમાવ્યો હોય તે કાર્ય એટલે કે અપરાધ કરવા સામે તેમ કરનારને રાજ્ય દ્વારા દુ:ખ પહોંચાડવાનાં અધિકૃત સામાજિક કાર્યોને લગતા રાજ્ય દ્વારા વખતોવખત નિર્ધારિત કરાતા નિયમો. અપરાધ નિષિદ્ધ કાર્ય કરીને (દા.ત., હુમલો, ચોરી) અથવા કાર્યલોપ કરીને (by omission to do) દા.ત., બાળકને ખોરાક…

વધુ વાંચો >