ભાનુપ્રસાદ મ. ગાંધી

બદનક્ષી

બદનક્ષી : અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર. કોઈ પણ વાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો, લખાણો કે નિશાનીઓનો તેમાં સમાવેશ થાય છે. હરેક વ્યક્તિને એની આબરૂ અક્ષત–અક્ષુણ્ણ રાખવાનો અબાધિત અધિકાર છે. આવો અધિકાર એ સર્વબંધક અધિકાર (right in rem) કહેવાય છે. વ્યક્તિ પોતે પોતાની…

વધુ વાંચો >

બંધારણ

બંધારણ : દેશનો મૂળભૂત કાયદો જેમાં દેશની શાસનવ્યવસ્થાના સ્વરૂપનું તથા રાજ્ય અને નાગરિકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું નિર્ધારણ કરેલું હોય છે. તેના દ્વારા દેશની શાસનવ્યવસ્થાનાં વિવિધ અંગોની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવેલી હોય છે, તેમાં દેશના નાગરિકોના હકોનું સંહિતાકરણ કરવામાં આવેલું હોય છે તથા અપવાદરૂપ કિસ્સાઓમાં નાગરિકોની ફરજોનું પણ બયાન…

વધુ વાંચો >

બંધારણ, ભારતનું

બંધારણ, ભારતનું સ્વતંત્ર ભારતના શાસનતંત્રના પાયારૂપ નિયમો. ઈ. સ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા પછીના લગભગ સાડા ત્રણ સૈકાના વિદેશી પ્રભાવ બાદ ભારત સ્વતંત્ર રાજ્ય બનવાની દિશામાં વેગથી આગળ વધી રહ્યું હતું. આ સદીઓ દરમિયાન આર્થિક શોષણ, રાજકીય દમન અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને…

વધુ વાંચો >

બંધારણીય કાયદો

બંધારણીય કાયદો : શાસનતંત્રનો ઢાંચો, તેની રચના, તેના સંબંધો અને સત્તાઓ તથા તેના અમલ અંગેના નિયમોનો સમુચ્ચય. બંધારણ એ એક એવું વૈધાનિક માળખું (mechanism) છે, જેની મદદથી કાયદાઓ બનાવવામાં આવે છે. બંધારણીય કાયદો એ કાનૂની નિયમોનો એક એવો સમુચ્ચય છે, જે અમુક નિશ્ચિત રાજકીય બિરાદરીની સરકારનો કાનૂની ઢાંચો, તેનું રચનાવિધાન,…

વધુ વાંચો >

બાલમજૂરી

બાલમજૂરી : સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ. અર્થ : બાળકની વ્યાખ્યા અલગ અલગ કાયદાઓના હેતુ માટે અલગ અલગ રીતે કરવામાં આવી છે. (મિનિમમ વેજિઝ ઍક્ટ, ક. 2બી – બી મુજબ) ચૌદ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. બાળકો એમનાં માબાપનું કાર્ય કરે તેને ‘સેવા’…

વધુ વાંચો >

ભાડા-ખરીદી

ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…

વધુ વાંચો >

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો (Indian Penal Code) પોલીસ-અધિકારક્ષેત્રને અધીન ગણાતા ગુનાઓને લગતો ભારતનો કાયદો. આ કાયદો વ્યક્તિના કેટલાક પ્રાથમિક હકોને, બીજી વ્યક્તિઓ દ્વારા થયેલા અતિક્રમણ (violation) સામે રક્ષણ આપવાનું એક સાધન છે. વ્યક્તિના પોતાના જાનમાલની સલામતીને લગતા, તેના સ્વાતંત્ર્યને લગતા અને એને પોતાની રીતે જીવન જીવવાના અધિકારોના સમૂહને વ્યક્તિગત…

વધુ વાંચો >

ભેળસેળ

ભેળસેળ : જાહેર સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેવા વિવિધ વસ્તુઓના અનિષ્ટ મિશ્રણ સાથે સંકળાયેલ ગુનો. સામાન્ય અર્થમાં (ભેળસેળ કરવી એટલે) એક વસ્તુમાં કે પદાર્થમાં બીજી વસ્તુ કે પદાર્થ મિશ્ર કરવો. નફો કરવાના આશયથી નુકસાનકારક ન હોય તેવા પદાર્થો કોઈ વસ્તુમાં ભેળવવાથી કોઈ શિક્ષાપાત્ર ગુનો થતો નથી; દા.ત., દૂધમાં પાણી…

વધુ વાંચો >

મહિલાઓ અને કાયદો

મહિલાઓ અને કાયદો : ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ. સ્ત્રી અને પુરુષ વચ્ચે જીવવિજ્ઞાનની ર્દષ્ટિએ જે તફાવતો છે તેને કારણે તેઓ વચ્ચેના કાનૂની દરજ્જાઓમાં પણ ફેરફાર હોવાનો મત જૂના જમાનામાં ભારતમાં પ્રવર્તતો હતો. આદિ સમાજમાં અમુક સમયે સ્ત્રીઓનો દરજ્જો પુરુષથી ચડિયાતો હતો અને અમુક સમયે…

વધુ વાંચો >

રિટ અરજી (Writ application)

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની તરફેણમાં કાઢી આપેલું લેખિત આજ્ઞાપત્ર. જેની સામે એ આજ્ઞાપત્ર કાઢી અપાયું હોય તે વ્યક્તિને અમુક કાર્ય કરવાની કે ન કરવાની આજ્ઞા ન્યાયાલય દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં તેરમી સદીથી આવાં…

વધુ વાંચો >