ભાનુપ્રસાદ મ. ગાંધી

સમન્યાય (Equity)

સમન્યાય (Equity) : ઇંગ્લૅન્ડમાં ક્રમશ: વિકાસ પામેલા ન્યાયના સિદ્ધાંતો. પુરાણા ઇંગ્લિશ કાયદા (કૉમન લૉ) પ્રમાણે એની ત્રણ અપૂર્ણતાઓ હતી : 1. ઇંગ્લિશ કૉમન લૉ (common law) : (1) કૉમન લૉમાં રિટનો નમૂનો ન મળે તો વાદીનું કારણ સાચું હોવા છતાં તે અદાલતમાં જઈ કામ ચલાવી શકતો નહિ. (2) કૉમન લૉ…

વધુ વાંચો >

સમાધાન

સમાધાન (composition, compromise, conciliation, settlement) : ઉકેલ ન મળતા કોયડાનો ઉકેલ આવે, ઉપસ્થિત થયેલી કોઈ શંકાનું નિવારણ થાય, અથવા કોઈ તકરાર કે ઔદ્યોગિક ઝઘડો કે મતભેદ અરસપરસની સ્વૈચ્છિક સમજૂતીથી પતી જાય તેવી કાયદાકીય ભૂમિકા. આ માટે અંગ્રેજી ભાષામાં ‘કૉમ્પોઝિશન’, ‘કૉમ્પ્રોમાઇઝ’, ‘કન્સિલિયેશન’ અને ‘સેટલમેન્ટ’ આ શબ્દો વારંવાર વપરાય છે. (1) પ્રૉવિન્શિયલ…

વધુ વાંચો >

સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર)

સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથેના વર્તન અને વ્યવહારમાં ભેદભાવનો અભાવ હોવો તે સ્થિતિની હાજરી. તેમાં કાયદા સમક્ષ સમાનતા અભિપ્રેત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 14 પ્રમાણે દરેક નાગરિકને મળતો સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14 અને 16નો પાઠ આ સંબંધમાં નીચે પ્રમાણે છે : અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા…

વધુ વાંચો >

સંધિ

સંધિ : સામાન્ય રીતે બે અથવા વધુ સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સ્વીકૃત થયેલ અને ઔપચારિક રીતરસમ દ્વારા અધિકૃત સત્તામંડળે માન્ય (ratified) રાખવામાં આવેલ લેખિત સુલેહનામું. એને અનેક નામો અપાયાં છે; જેવાં કે કન્વેન્શન, પ્રોટોકૉલ, કૉવેનન્ટ, ચાર્ટર, પૅક્ટ, સ્ટેચ્યૂટ, ઍક્ટ, ડેક્લેરેશન, એક્સચેન્જ ઑવ્ નોટ્સ, ઍગ્રીડ મિનિટ્સ અને મેમોરૅન્ડમ ઑવ્ ઍગ્રીમેન્ટ. આવી સંધિઓમાંથી…

વધુ વાંચો >

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ)

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ) : ઇંગ્લિશ કૉમન લૉની અત્યંત જાણીતી ‘રિટ’. ‘રિટ’ એટલે આજ્ઞા. પુરાણા સમયમાં ઇંગ્લિશ કાયદા હેઠળ દાદ માગવા માટે રાજાને અરજી કરવી પડતી. આ અરજીના નિશ્ચિત નમૂનાઓ હતા. એ નમૂનાઓમાં જો દાવાનું કારણ (cause of action) બંધબેસતું આવતું હોય તો દાદ મળતી; તેમ જો ન થતું હોય તો…

વધુ વાંચો >