બંસીધર શુક્લ
ટપ્પા
ટપ્પા : હિંદુસ્તાની સંગીતની ગાયકીનો પ્રકાર. ‘ટપ’ શબ્દ ઉપરથી આ નામ પડેલું છે. પંજાબના ઊંટપાલકોમાં આ પ્રકારનાં ગીતો ગવાતાં. હીર-રાંઝાની પ્રણયકથાની આસપાસ રચાયેલાં લોકગીતો આ શૈલીનાં છે. સમય જતાં તેમાંથી ટપ્પા-ગાયકીનો વિકાસ થયો. મિયાં શોરી નામના સંગીતકારને ટપ્પાનો જનક માનવામાં આવે છે. ઔંધના નવાબ અસફઉદ્દોલાનો એ દરબારી હતો. પંજાબ જઈ…
વધુ વાંચો >ટાઇપરાઇટર
ટાઇપરાઇટર : કળ દબાવવાથી બીબાની છાપ પાડીને સુઘડ લખાણ છપાય તેવી વ્યવસ્થાવાળું યંત્ર. વિશ્વના બધા દેશોનાં કાર્યાલયોમાં આ ઉપકરણનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં તો ઘણાં ઘરોમાં પણ ટાઇપરાઇટર વપરાય છે. લેખકો તેમની હસ્તપ્રત ટાઇપ કરીને તૈયાર કરે છે. ટાઇપરાઇટર વેપારધંધામાં સૌથી વધારે વપરાતું યંત્ર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં…
વધુ વાંચો >ટાઇમ્સ, ધ
ટાઇમ્સ, ધ : બ્રિટનનાં સૌથી જૂનાં તથા પ્રભાવશાળી વર્તમાનપત્રોમાંનું એક. બ્રિટનનાં ‘ત્રણ મહાન’માં ‘ગાર્ડિયન’ તથા ‘ટેલિગ્રાફ’ સાથે તેની ગણના થાય છે; એટલું જ નહિ, વિશ્વનાં મહત્વનાં વૃત્તપત્રોમાં પણ તેની ગણના થાય છે. જ્હૉન વૉલ્ટરે 1785માં ‘ધ ડેઇલી યુનિવર્સલ રજિસ્ટર’ નામથી તેની સ્થાપના કરી. 1788માં તેનું નામ ‘ધ ટાઇમ્સ’ રખાયું. તેમાં…
વધુ વાંચો >ટાગોર, સર સૌરિન્દ્રમોહન
ટાગોર, સર સૌરિન્દ્રમોહન (જ. 1840; અ. 28 જૂન 1914) : ભારતના સંગીતશાસ્ત્રી. બંગાળના ટાગોર પરિવારની અનેક સર્જક પ્રતિભાઓ પૈકી સંગીતક્ષેત્રે સૌરિન્દ્રમોહનનું નામ આગળ પડતું છે. ‘રાજા’ પદથી જાણીતા શ્રીમંત કુટુંબમાં તેમનો જન્મ. સંગીત પ્રત્યે બાળપણથી જ આકર્ષણ. અનુકૂળતા પ્રાપ્ત થતાં નાની વયથી જ તેમણે તેનો પદ્ધતિસરનો અભ્યાસ આરંભ્યો. કૉલકાતાની હિંદુ…
વધુ વાંચો >ટારઝન
ટારઝન : અંગ્રેજી જંગલકથાસાહિત્યનું તથા ચલચિત્રનું એક જાણીતું અને લોકપ્રિય પાત્ર. સર્જક એડગર રાઇસ બરોઝ (1875–1950). 1912માં તેણે ‘અંડર ધ મૂન્સ ઑવ્ માર્સ’ શ્રેણીની વિજ્ઞાનકથા સામયિકમાં હપતાવાર લખી. એ જ વર્ષે તે ‘પ્રિન્સેસ ઑવ્ માર્સ’ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. આ શ્રેણીમાં મંગળલોકની પંદરેક કથાઓ આવી. તેમાં જ્હૉન કાર્ટરનું પાત્ર લોકપ્રિય…
વધુ વાંચો >ટાંક, વજુભાઈ માધવજી
ટાંક, વજુભાઈ માધવજી (જ. 18 ઑગસ્ટ 1915; અ. 30 ડિસેમ્બર 1980, સૂરત) : ગુજરાતી નાટ્યકાર. તેમણે વિવેચન, વાર્તા અને પ્રવાસકથા જેવા વિષયોમાં પણ લખ્યું. 1933માં મૅટ્રિક પાસ કરી 1936માં સિવિલ ઇજનેરીમાં ડિપ્લોમા લીધો. એ જ વર્ષે ઇજનેર તરીકે નોકરીમાં જોડાયા. ભાવનગર, અમદાવાદ, વારાણસી એમ જુદાં જુદાં સ્થળોએ વ્યવસાય અંગે વસ્યા.…
વધુ વાંચો >ઠાકરશી, પ્રેમલીલા (લેડી)
ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ઠાકુર, ઓમકારનાથ
ઠાકુર, ઓમકારનાથ (જ. 24 જૂન 1897, જહાજ, તા. ખંભાત, જિ. ખેડા; અ. 29 ડિસેમ્બર 1967, સૂરત) : ભારતના મહાન ગુજરાતી સંગીતકાર. તેમણે સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધાર્યું. ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં ગૌરીશંકર પંડિતને ત્યાં તેમનો જન્મ થયેલો. માતાનું નામ ઝવેરબા. કુટુંબની આર્થિક…
વધુ વાંચો >ઠૂમરી
ઠૂમરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક ગાયન પ્રકાર. સુગમ, શાસ્ત્રીય અથવા ઉપશાસ્ત્રીય સંગીતમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં નૃત્ય અને અભિનય સાથે જે રાગો ગવાતા તેમાંથી ગાયનનો આ વિશિષ્ટ પ્રકાર ઊપસી આવ્યો છે એવું મનાય છે. છેલ્લાં 200થી 300 વર્ષો દરમિયાન તે વધુ પ્રચલિત બન્યો છે. રાજા…
વધુ વાંચો >ડિઝની, વૉલ્ટ
ડિઝની, વૉલ્ટ (જ. 5 ડિસેમ્બર 1901, શિકાગો; અ. 15 ડિસેમ્બર 1966, લૉસ ઍન્જિલિસ) : મનોરંજન-ક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા. પૂરું નામ વૉલ્ટર ઈલિયાસ ડિઝની. જન્મ શિકાગોમાં થયો પણ બાળપણ મૉન્ટાના રાજ્યના માર્સલિન ગામમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કાન્સાસ અને શિકાગોમાં લીધું. શિકાગો એકૅડેમી ઑવ્ આર્ટમાં ચિત્રકલાનું પ્રશિક્ષણ લીધું. કાન્સાસમાં…
વધુ વાંચો >