બંસીધર શુક્લ

દવે, સોમનાથ પ્રભાશંકર

દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…

વધુ વાંચો >

દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા

દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા (જ. 2 એપ્રિલ 1891, ચાંદોર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1958) : ગોવાના ખ્રિસ્તી રાજપુરુષ. ભારતીય રાષ્ટ્રીય મહાસભાને પગલે તેમણે ગોવામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. 1928માં ગોવા કૉંગ્રેસ સમિતિની રચના કરેલી. 1945માં મુંબઈમાં ગોવા યૂથ લીગની સ્થાપના કરેલી. તેમણે પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું. વિવિધ વૃત્તપત્રોનું સંચાલન કરી…

વધુ વાંચો >

દાસ, વાસંતીદેવી ચિત્તરંજન

દાસ, વાસંતીદેવી ચિત્તરંજન (જ. 1880; અ. 1974) : સ્વાતંત્ર્ય-સેનાની અને સામાજિક કાર્યકર. શ્રીમંત પિતાનાં સંસ્કારી પુત્રી વાસંતીદેવીનું લગ્ન દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે થયું. દેશબંધુની પ્રતિષ્ઠા મોટી હતી. તેઓ બૅરિસ્ટરની યોગ્યતા પણ મેળવી ચૂક્યા હતા, પરંતુ તેમના માટે વ્યવસાય નવો હતો. તેઓ હજુ સ્થિર થઈ શક્યા નહોતા, સફળતાની વાત તો દૂર હતી.…

વધુ વાંચો >

દુર્ગાદાસ

દુર્ગાદાસ (જ. 23 નવેમ્બર 1900, ઓર, પંજાબ; અ. 17 મે 1974) : ભારતીય લેખક અને પત્રકાર. રાષ્ટ્રવાદી ખત્રી કુટુંબ. સનાતન ધર્મમાં આસ્થાવાળા પિતા ગામની શાળાના મુખ્ય શિક્ષક હતા. ગામમાં માધ્યમિક શિક્ષણ લઈ જાલંધરની આંગ્લસંસ્કૃત શાળામાંથી દુર્ગાદાસે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી લાહોરની દયાનંદ ઍંગ્લો-વર્નાક્યુલર કૉલેજમાંથી બી.એ. પસાર કરી. આ વર્ષોમાં લાહોરનું…

વધુ વાંચો >

દેસાઈ, જયંત

દેસાઈ, જયંત (જ. 1909, સૂરત; અ. 1976) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી દિગ્દર્શક. પિતા ઝીણાભાઈ. સૂરતમાં ચલચિત્રપ્રદર્શક તરીકે એમણે ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. રંગૂનની લંડન ફિલ્મ્સ તથા કૃષ્ણ સ્ટુડિયો અને શારદા સ્ટુડિયો માટે પટકથાઓ લખી. 1929માં ‘રજપૂતાણી’ના નિર્માણમાં ચંદુલાલ શાહના સહાયક થયા. 1930માં નંદલાલ જશવંતલાલના ‘પહાડી કન્યા’ના દિગ્દર્શન સાથે એમણે નવા ક્ષેત્રમાં…

વધુ વાંચો >

દેસાઈ, નાનુભાઈ

દેસાઈ, નાનુભાઈ (જ. 19૦2, કાલિયાવાડી, નવસારી; અ. 1967) : પ્રારંભિક સ્ટન્ટ ચલચિત્રોના નિર્માતા તથા દિગ્દર્શક. મુંબઈ આવી અરદેશર ઈરાની(1886–1969)ની સ્ટાર ફિલ્મ કંપનીમાં જોડાયા. દોરાબશા કોલા અને નવરોજી પાવરી સાથે ભાગીદારી કરી. 1924માં સ્થપાયેલી સરસ્વતી ફિલ્મમાં ભોગીલાલ દવેના સાથી બન્યા. 1925માં દવે સાથે તેમણે સ્થાપેલા શારદા સ્ટુડિયોનો પાયો નંખાયો. 1929માં સરોજ…

વધુ વાંચો >

દોશી, ચતુર્ભુજ આણંદજી

દોશી, ચતુર્ભુજ આણંદજી (જ. 1894, કાઠિયાવાડ, ગુજરાત; અ. 21 જાન્યુઆરી 1969, મુંબઈ) : હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ સૌરાષ્ટ્રમાં. 1926માં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના દૈનિક ‘હિન્દુસ્તાન’માં જોડાયા. 1930માં મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે આરંભ કર્યો. જયંત દેસાઈ, નંદલાલ, જશવંતલાલ તથા નાનુભાઈ વકીલ માટે ગુજરાતી ફિલ્મોની પટકથાઓ લખી. રણજિત મૂવીટોન…

વધુ વાંચો >

ધર્મશાળા

ધર્મશાળા : યાત્રીઓને વિશ્રામ તથા રાતવાસા માટે સગવડ પૂરી પાડવાના હેતુથી બંધાયેલ મકાન. આવી ધર્મશાળાઓ માર્ગોમાં તથા તીર્થાદિ સ્થાનો તથા નગરોમાં બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. પ્રાચીન કાળમાં સાર્વજનિક હેતુ માટે વાટિકા, મંદિર, કૂવા, તળાવ, વાવ, ધર્મશાળા તથા આ પ્રકારનાં અન્ય સ્થાનોના નિર્માણને તથા તે સમાજને અર્પણ થાય…

વધુ વાંચો >

ધામણ

ધામણ : ભારતમાં ટેકરી જેવાં સ્થળો સહિત સર્વત્ર જોવા મળતો અજગર પછીનો સૌથી લાંબો નિર્વિષ સાપ (અં. રૅટ સ્નેક, લે. ટ્યાસ મ્યુકોસસ, કુળ કોલુબ્રિડી, શ્રેણી સ્કવૉમેટા; વર્ગ સરીસૃપ). ગુજરાતમાં સુપરિચિત છે. માદા 1.8થી 1.9 મી. અને નર 2.25 મી. આસપાસ લંબાઈ ધરાવે છે. 2.50 મી.થી લાંબા નર પણ જોવા મળે…

વધુ વાંચો >

ધુમ્મસ

ધુમ્મસ (fog) : હવામાં તરતાં પાણીનાં સૂક્ષ્મ બુંદ. આમ તો ધુમ્મસ વાદળ જેવું છે પણ ફેર એટલો છે કે ધુમ્મસ પૃથ્વીની સપાટીને સ્પર્શી શકે છે જ્યારે વાદળો જમીનથી અધ્ધર રહે છે. તળાવ, નદી અને સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતું હોય છે. ભીની જમીન અને વનસ્પતિનાં પાંદડાંમાંથી પણ ભેજ છૂટો પડી હવામાં…

વધુ વાંચો >