બંસીધર શુક્લ

તાપમાન-વ્યુત્ક્રમણ

તાપમાન-વ્યુત્ક્રમણ (temperature inversion) : ઊંચાઈ વધે તેની સાથે તાપમાન ઘટે એવી સામાન્ય સ્થિતિને બદલે તેનાથી ઊલટું, વધતી ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય તે સ્થિતિ. સામાન્ય રીતે વાતાવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે છે, પણ કેટલાક સંજોગો એવા છે જેમાં ઊલટું બને છે, એટલે કે, ઊંચાઈની સાથે તાપમાન પણ વધે…

વધુ વાંચો >

તાસ

તાસ : ભૂતપૂર્વ સોવિયેત સંઘની અને હવે રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા. તેનું નામ રશિયન ભાષાના તેના પૂરા નામનો આદ્યાક્ષરી સંક્ષેપ છે : ટેલિગ્રાફનોઇ એજેન્ત્સ્વો સોવેત્સ્કોવો સોયુઝા (સોવિયેત સંઘની ટેલિગ્રાફ સંસ્થા). વિશ્વની પ્રમુખ સમાચાર સંસ્થાઓમાં તેનું સ્થાન છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘટકોમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સમાચારો પહોંચાડવાની તેની વ્યવસ્થા છે.…

વધુ વાંચો >

તુકારામ અથવા સંત તુકારામ

તુકારામ અથવા સંત તુકારામ : એ નામનાં આઠેક ચલચિત્રો—મુખ્યત્વે હિન્દી ભાષામાં. પહેલું ચિત્ર મૂક ચિત્રોના યુગમાં કલાનિધિ પિક્ચર્સ નામની સંસ્થાએ ઉતાર્યું. તેના વિશે વધારે વિગતો મળતી નથી. 1931માં ‘આલમ આરા’ સાથે બોલપટોનો યુગ બેઠો. પણ, હજુ મોટાભાગનાં ચલચિત્રો મૂક જ હતાં. તેમાં, આ જ વર્ષમાં હિન્દવિજય ફિલ્મ્સ નામની સંસ્થાએ ‘જય…

વધુ વાંચો >

ત્રિવેદી, ચંદુલાલ માધવલાલ (સર)

ત્રિવેદી, ચંદુલાલ માધવલાલ (સર) (જ. 2 જુલાઈ 1893, અમદાવાદ; અ. 14 માર્ચ 1980) : પ્રથમ ગુજરાતી રાજ્યપાલ. વતન કપડવંજ. જન્મ અમદાવાદમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી 1913માં બી.એ. થયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીની જ્હૉન કૉલેજમાં જોડાયા. ભારતીય સનદી સેવાની પરીક્ષા પસાર કરી 1917માં હિન્દના બ્રિટિશ શાસનમાં જોડાયા. ઉપસચિવના પદેથી એક પછી એક…

વધુ વાંચો >

ત્સુનામી

ત્સુનામી : સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદભવતા વિશિષ્ટ પ્રકારના ભરતી-તરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ…

વધુ વાંચો >

દત્ત, તોરુ

દત્ત, તોરુ (જ. 4 માર્ચ 1856, કૉલકાતા; અ. 1877, કૉલકાતા) : અંગ્રેજી લેખકોમાં નોંધપાત્ર સ્થાન ધરાવતાં બંગાળી લેખિકા. ગોવિંદચંદ્ર દત્તમાંથી અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ખ્રિસ્તી ગોવિનચંદર બનેલા પિતાનાં ત્રણ સંતાનો અબ્જુ, અરુ અને તરુ. આ પૈકી તરુ સૌથી નાનાં, જે ´તોરુ´ નામે જાણીતાં થયાં. માતાનું નામ ક્ષેત્રમણિ. પિતા સુખી હોવાથી તેમણે…

વધુ વાંચો >

દફન

દફન : શબનો નિકાલ કરવાની એક વિધિ. દફનનો વિધિ સૌથી જૂનો છે. વિશ્વના સૌથી જૂના નિયેન્ડરથલ માનવના દફન અવશેષો ઇરાકમાં ઉત્તરે શાનદાર ગુફામાં મળ્યા છે, જે 62,000 વર્ષના જૂના ગણાય છે. આદિ માનવ મરણ વિશે શું ધારતો હતો, તે આપણે જાણતા નથી. સામાન્ય રીતે તે શબને ત્યજી દેતો હતો. કદાચ,…

વધુ વાંચો >

દરજીડો અથવા દરજી

દરજીડો અથવા દરજી : ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી…

વધુ વાંચો >

દવે, મોહનલાલ ગોપાળજી

દવે, મોહનલાલ ગોપાળજી : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું  નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે…

વધુ વાંચો >

દવે, રવીન્દ્ર

દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા.…

વધુ વાંચો >