ઇતિહાસ – ભારત

દેશમુખ, દુર્ગાબાઈ

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >

દેશી રાજ્યો

દેશી રાજ્યો : ભારતમાં બ્રિટિશ હકૂમત દરમિયાન બ્રિટિશ શાસન સિવાયના પ્રદેશોમાં આવેલાં રાજ્યો. ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતનાં દેશી રાજ્યોની સંખ્યા 562ની હતી અને તે રાજ્યોનો કુલ વિસ્તાર 15, 49, 177, 42 ચોકિમી. એટલે ભારતના કુલ વિસ્તારનો આશરે 2/5 (40 ટકા) ભાગ થતો હતો. આ રાજ્યો વિસ્તાર, વસ્તી, આવક તથા…

વધુ વાંચો >

દેશી રાજ્યોનું વિલીનીકરણ

દેશી રાજ્યોનું વિલીનીકરણ : હિંદ સ્વાતંત્ર્યધારામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 15 ઑગસ્ટ, 1947થી દેશી રાજ્યો પરનું બ્રિટિશ સાર્વભૌમત્વ દૂર થશે અને તેમની વચ્ચેના સંધિ-કરારોનો અંત આવશે; તેથી વચગાળાની સરકારે જૂન, 1947માં દેશી રાજ્યોનું મંત્રાલય શરૂ કરવાનો નિર્ણય કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલને આ નવા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો. તેમણે…

વધુ વાંચો >

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ (જ. 18 મે 1925, ધંધૂકા, જિ. અમદાવાદ; અ. 24 માર્ચ 2002) : નિવૃત્ત નિયામક, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, દિલ્હી. અરબી, ફારસી અને ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસવિદ. પિતા શિક્ષક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધૂકામાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1946માં ફારસી મુખ્ય વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

દેસાઈ, દિનકરરાવ નરભેરામ

દેસાઈ, દિનકરરાવ નરભેરામ (જ. 1 જુલાઈ 1889, ગોધરા, જિ. પંચમહાલ; અ. 21 એપ્રિલ 1959, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસ-પક્ષના નેતા. મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી. ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ દિનકરરાવ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1910માં બી. એ. તથા 1912માં એમ.એ. થયા. 1913માં એલએલ.બી. થઈને તેમણે ભરૂચમાં વકીલાત…

વધુ વાંચો >

દેસાઈ, મોરારજી રણછોડજી

દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં…

વધુ વાંચો >

દોલતાબાદનો કિલ્લો

દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના…

વધુ વાંચો >

દ્વિમુખી શાસનપદ્ધતિ

દ્વિમુખી શાસનપદ્ધતિ (1765 – 1772) : બે શાસકો દ્વારા દીવાની (મહેસૂલી) તથા નિઝામત (વહીવટી) સત્તા અલગ અલગ ભોગવવાની શાસનપદ્ધતિ. બંગાળના ગવર્નર તરીકે રૉબર્ટ ક્લાઇવ મે, 1765માં ભારત પાછો ફર્યો અને બકસરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઑગસ્ટ, 1765માં મુઘલ શહેનશાહ શાહઆલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા…

વધુ વાંચો >

ધનકટક

ધનકટક : પ્રાચીન ધનકટક અમરાવતીની પશ્ચિમે બે કિમી. અને બેઝવાડાથી પશ્ચિમમાં આશરે 30 કિમી. દૂર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલું છે. પુરાણોમાં ઉલ્લિખિત આંધ્રભૃત્ય (સાતવાહન) રાજવંશની એ રાજધાની હતું. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ધનકટકમાં ઈ. સ. 133થી 154 દરમિયાન સત્તારૂઢ થયો. એનો પુત્ર વાસિષ્ઠિપુત્ર પુળુમાવિ ઈ. સ. 130 થી 159…

વધુ વાંચો >

ધનનંદ

ધનનંદ : જુઓ, ‘નંદવંશ’

વધુ વાંચો >