સ્થાપત્યકલા
શાહઆલમનો રોજો
શાહઆલમનો રોજો (1531) : મહમૂદ બેગડાના સમયનું જાણીતું સ્થાપત્ય. અમદાવાદના મુસલમાન સંતોમાં શાહઆલમસાહેબ પ્રસિદ્ધ છે. તેમનું નામ આજદિન સુધી જાણીતું છે. 17 મે વર્ષે તેઓ સરખેજના પ્રસિદ્ધ સંત એહમદ ખટ્ટુગંજબક્ષસાહેબના પરિચયમાં આવ્યા અને મગરબી પંથનું જ્ઞાન લીધું. ગુજરાતની સલ્તનતના રાજકુટુંબ સાથે એમનો નજીકનો સંબંધ હતો. ‘મિરાંતે સિકંદરી’માં તેમના ઘણા ચમત્કારોનું…
વધુ વાંચો >શાહની મસ્જિદ, ઇસ્ફાહાન
શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર…
વધુ વાંચો >શિખર
શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…
વધુ વાંચો >શિયૉપ્સનો પિરામિડ
શિયૉપ્સનો પિરામિડ : ઇજિપ્તના પિરામિડ સ્થાપત્યમાં અગ્રગણ્ય પિરામિડ. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે મેમ્ફિસ નામના સ્થળેથી થોડે દૂર ગીઝે આવેલું છે. આ સ્થળે આવેલા પિરામિડોમાં શિયૉપ્સનો પિરામિડ નોંધપાત્ર છે. તે ઇજિપ્તના ફેરોહ ખુફુનો પિરામિડ હોવાથી ખુફુના પિરામિડ તરીકે પણ જાણીતો છે. માનવસર્જિત સ્થાપત્યમાં આ સૌથી વિશાળ સ્થાપત્ય છે. તેનો સમચોરસ પાયો…
વધુ વાંચો >શેખ, વજીહુદ્દીનનો રોજો
શેખ, વજીહુદ્દીનનો રોજો : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલું મુઘલકાલીન સ્થાપત્ય. મૌલાના વજીહુદ્દીન સૂફી સંત હતા. તેઓ ચાંપાનેરના વતની હતા અને 1537થી અમદાવાદ આવી વસ્યા હતા. તેમણે અહીં મદરેસા સ્થાપી હતી. તેઓ ‘અલવી’ના ઉપનામે સાહિત્ય-રચના પણ કરતા. 1589માં તેમનું અવસાન થતાં તેમના નિવાસ પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન…
વધુ વાંચો >શેરશાહનો મકબરો, સાસારામ
શેરશાહનો મકબરો, સાસારામ : મધ્યકાલીન ભારતના સુર વંશ(1540-1555)ની ભવ્ય ઇમારત. બિહારના સાસારામમાં શેરશાહનો મકબરો કૃત્રિમ જળાશયની વચ્ચે આવેલો છે. રચના અને સજાવટની દૃષ્ટિએ તે ઉત્તર ભારતની નમૂનેદાર ઇમારત ગણાય છે. એનું બાહ્ય સ્વરૂપ મુસ્લિમ છે, જ્યારે આંતરિક રચનામાં સ્તંભો વગેરેની સજાવટમાં તે હિંદુ સ્વરૂપ ધરાવે છે. તેની કુલ ઊંચાઈ 45.7…
વધુ વાંચો >શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)
શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (જ. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; અ. 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું…
વધુ વાંચો >સમરાંગણ સૂત્રધાર
સમરાંગણ સૂત્રધાર : સમરાંગણ સૂત્રધાર 11મી સદીમાં રાજાભોજ દ્વારા લખાયેલ સંસ્કૃત ગ્રંથ. જેમાં ભારતીય સ્થાપત્ય શાસ્ત્ર, શિલ્પકલા, મંડળચિત્રો અને મકાન-નિર્માણ તથા તેની સાથે સંકળાયેલી તકનીકી બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સમરાંગણ સૂત્રધારનો શાબ્દિક અર્થ થાય છે ‘માનવ નિવાસસ્થાનના શિલ્પી’, જો કે એક અન્ય દાવા પ્રમાણે કોઈ તેનો અર્થ…
વધુ વાંચો >સહસ્રલિંગ તળાવ
સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં…
વધુ વાંચો >સાણાની ગુફાઓ
સાણાની ગુફાઓ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે આવેલી સાણાની ટેકરીઓમાંની ગુફાઓ. ત્યાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી આશરે 62 શૈલ-ઉત્કીર્ણ ગુફાઓનો વિશાળ સમૂહ આવેલો છે. સાણાની ગુફાઓ કયા સંપ્રદાય માટે હતી તે હાલ માત્ર અટકળનો વિષય છે. તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ…
વધુ વાંચો >